કેન્દ્ર સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં તા.૦૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન પાંચમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અન્વયે જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ (ICDS)દ્વારા જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ-૨ ઘટકના મજેવડી સેજાના મજેવડી ગામમાં પૂર્ણા દિવસ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ માસ તેમજ પૂર્ણા દિવસ નિમિતે પોષણ,આરોગ્યની સાથે અંગત સ્વસ્છતા અંગેની તેમજ બેન્કની યોજનાકીય માહિતી નાણાકીય વ્યવહાર,વિમાને લગતી વિવિધ માહિતી થી તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા.આંગણવાડી કેન્દ્રો ખાતેથી આપવામાં આવતા THR (પૂર્ણા શક્તિ)ના રોજીંદા ઉપયોગ તેમજ તેનાથી થતા ફાયદા તથા તેમાંથી બનતી વિવિધ વાનગીઓ તથા વિવિધ વાનગી કેવી રીતે બનાવી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.
આ સાથે સાથે ૩૨ પ્રકારની જુદી જુદી રમતો જેવી કે કબ્બડી, ખો-ખો,ત્રીપગી દોડ,કોથળા દોડ,લીંબુ ચમચી,દોરડા ખેચ,તેમજ એક મીનીટમાં રમાતી વિવિધ રમતો રમાડવામાં આવેલ હતી.ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવ્યું. તમામ રમતોમાં કિશોરીઓ એ ખુબ ઉત્સાહ થી ભાગ લીધો હતો તેમજ ભાગ લેનાર માંથી કેન્દ્રો દીઠ ૧ થી ૪ નંબર આપી ઇનામ (જેમાં હેન્ડ બ્લેન્ડર,પાણીની બોટલ,જ્યુસ મશીન,પેન્ટિંગ કલર,પાઉચ,રાઈટીંગ પેડ)વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટર દ્વરા તમામ કિશોરીઓને યોજનાકીય બુકલેટ તેમજ સેનેટરી પેડ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમાં ૧૫ થી ૧૮ વર્ષની કેન્દ્ર દીઠ ૪ કિશોરીઓ જેમાં (સખી અને સહ સખી કુલ ૧૨૪ કિશોરીઓ) તેમજ એસ.બી.આઈ.બેંક મેનેજરશ્રી,તમામ આંગણવાડી વર્કર બહેનો સેજાના મુખ્ય સેવિકા,પી.એ ન્યુટ્રીશન,પૂર્ણા કન્સલ્ટન્ટ,તાલુકાના પા.પા.પગલી ઇન્સ્ટ્રક્ટર સખી વનસ્ટોપ સેન્ટરની બહેનો, તેમજ સ્ટાફ,તેમજ મજેવડી ગામની અન્ય કિશોરીઓ પણ સામેલ થયેલ હતા.
