Gujarat

સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને માર્ગદર્શન અપાયું

જૂનાગઢ આઈસીડીએસ શાખા દ્વ્રારા માણાવદર તાલુકાના આંગણવાડી કેન્દ્ર જીલાણા ખાતે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માહની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રમાં ભુલકા મેળાની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

માણાવદર ઘટકના લીંબુડા સેજાના જીલાણા આંગણવાડી કેન્ર્  ખાતે પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ભુલકા મેળો, વાનગી નિદર્શન, લીલા શાકભાજી નિદર્શન, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ અને સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો દ્વારા અભિનય ગીત તથા વર્તાઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતિ કંચનબેન ડઢાણિયા, માણાવદર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ પુષ્પાબેન ગોર, આઇસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઇ તથા મુખ્ય સેવિકાઓ અને આંગણવાડી વર્કર, હેલ્પર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *