Gujarat

જામકંડોરણામાં પતિ સેક્સપાવરની દવા લેતો ને પત્ની સાથે શરીરસંબધ બાંધતો, બાદમાં માર મારતો

રાજકોટ
રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકની એક પરિણીતાનો પતિ સેક્સપાવરની દવા લઈ શારીરિક સંબંધ બાંધતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિના શારીરિક સંબંધથી પરિણીતાની તબિયત લથડતા પહેલા ધોરાજી, ઉપલેટા બાદ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. બાદમાં પરિણીતાએ પતિ અને સાસરિયા વિરૂદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, પતિ શારીરિક સંબંધ બાધી ઢીકાપાટુનો માર મારતો હતો.
પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પરિણીતાના લગ્ન છ મહિના પહેલા જામકંડોરણાના એક ગામના વતની યુવક સાથે થયા હતા. લગ્ન જીવનની શરૂઆતથી જ સાસુ, સસરા, જેઠ જેઠાણી, નણંદ કરીયાવર બાબતે મેણાટોણા મારતા અને પતિની કાન ભંભેરણી કરી માનસિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત પતિ અવારનવાર શરીર સંબંધ બાંધવા સેક્સ પાવર વધારવાની દવા લેતા અને ઢીકાપાટુનો માર મારતા.
શારીરિક સબંધ બાંધ્યા બાદ નબળાઇ આવી જતા પરિણીતાએ પ્રથમ ધોરાજીની ખાનગી હોસ્પિટલ બાદ ઉપલેટાની ખાનગી હોસ્પિટલ અને છેલ્લે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જામકંડોરણા પોલીસે પરિણીતાની ફરિયાદ ઉપરથી પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને નણંદ વિરૂદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *