Gujarat

ઊનાના ગાયત્રી ગરબી મંડળએ જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યુ, ગુજરાતી સંસ્કૃતિ પુરસ્કાર ૨૦૨૨ માં પસંદગી પામ્યા. ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાનો રિવાજ આજના યુગમાં યથાવત જાળવી રાખી પ્રશંસનીય નોધનીય બની.

ઊના – ઉના તાલુકાના શ્રી ગાયત્રી ગરબી મંડળએ ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાનો રિવાજ આજના યુગમાં યથાવત જાળવી રાખેલ છે જે પ્રશંસનીય અને નોંધનીય છે. જે બાબતની નોંધ લઈ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

વિશ્વ ગુજરાતી સમાજના મુખ્ય સંવર્ધક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રમુખ સી.કે.પટેલ તેમજ યુથ વિગના કન્વીનર પૌરસ પટેલ દ્વારા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ગાયત્રી ગરબી મંડળ ઊના દ્વારા ગુજરાતી  સંસ્કૃતિનું જાળવણી કરી ગુજરાતી સંસ્કૃતિ પુરસ્કાર – ૨૦૨૨ માં પસંદગી પામેલ છે. જેમાં પુરસ્કાર જિલ્લા જીલ્લા કો. કન્વીનર બચુભાઇ ચુડાસમા અને વિજયભાઈ મેર ,સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી ગુજરાત પ્રદેશ/ગીર સોમનાથનાં પ્રભારી  પ્રજ્ઞેશ રાવલ, તથા વિશ્વ ગુજરાતી સમાજમાં ગીર સોમનાથ જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કરનાર નવયુવાન કો – કન્વીનર ધ્રુવ રમેશભાઈ દીક્ષિત દ્વારા ગાયત્રી ગરબી મંડળ પ્રમુખ અશ્વિન રાજુભાઈ ડાભી અને ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટનાં હોદેદારોની નોંધ લેવામાં આવી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગાયત્રી ગરબી મંડળ ઉના માટે ગૌરવની વાત છે, જેમાં ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ડાભી દ્વારા સતત ૨૮ વર્ષથી મંદિર પ્રાચીન ગરબી માટે યુવાનોને પ્રેરતી અને માર્ગદર્શન પુરૂપડતા રહ્યાં છે. જેમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ, સ્વ. ધીરુભાઈ અંબાણી, જેવા મહાનુભાવો આ વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગના સભ્યો છે. અને મુખ્ય સર્વર્ધક માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રમુખ વિશ્વ ગુજરાતી સમાજ સી.કે પટેલ, કનવિનર યુથ વીંગ પૌરસભાઈ પટેલ છે જે ગૌરવવંતી વાત છે…

 

ઊનાના-ગાયત્રી-ગરબી-મંડળએ-જીલ્લા-પ્રથમ-સ્થાન-મેળવ્યુ-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *