નિસાર શેખ,મહુધા
મહુધા કે.એમ.પટેલ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 અને 2 નાં બાળકો માટે ની વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું તે અવસરે આચાર્ય હર્ષિત ભટ્ટ દ્વારા અનોખી રીતે મંડળ ના હોદેદારો અને પોતાના બાળકો પ્રત્યે સતત જાગૃત રહેતા વાલી નુ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મંડળ પ્રમુખ કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ.જી.પટેલ અને કારોબારી સભ્ય ચિરાગભાઈ હાજર રહ્યા હતા જેમાં મંડળ કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ.જી.પટેલ દ્વારા અસરકારક વાલી અભિગમ ની સમજ સાથે શિક્ષણ વિશે નું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ

