નિસાર શેખ,મહુધા
મહુધા કેળવણી મંડળ દ્વારા સ્વયંમ પ્રભા હાઈસ્કૂલ ખાતે કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષિણક સંસ્થાઓ માટે નવરાત્રીનાં પાવન પર્વ નિમિતે રાસ-ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું.કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી અને સ્તુતિ દ્વારા કરવામાં આવેલી અને કાર્યક્રમને અંતે તમામ વિદ્યાર્થીઓ માટે પ્રસાદી સ્વરૂપે હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી.
આ કાર્યક્રમમાં મહુધા કેળવણી મંડળના પ્રમુખ જીજ્ઞેશભાઈ પંડિત,કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ.જી.પટેલ,કારોબારી સભ્ય ચિરાગભાઈ પટેલ,તમામ શૈક્ષિણક સંસ્થાના આચાર્ય,સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓએ રાસગરબા કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન યજમાન શાળાનાં આચાર્ય સંજયભાઈ એન પંચાલ તથા તેમના સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સંસ્કૃતિ,ભક્તિ અને આનંદ,આરાધના ને ધ્યાનમાં રાખીને કોલેજના આચાર્ય ડો.કમલેશ દવે, કન્યા વિદ્યાલયના આચાર્ય ડૉ. કૌમુદીબેન ભારતીય,સી.કે પટેલનાં આચાર્ય રાકેશભાઇ તથા વિવિધ સંસ્થાના કર્મચારીઓના સંકલનથી કરવામાં આવ્યું હતું.

