Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર દ્વારા કવાંટ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લાં ચાર માસથી પકડવાના બાકી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.  

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ જે. પી. મેવાડા ઇન્ચા.પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે કવાંટ પોલીસ સ્ટેશન થર્ડ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૬૨૦૬૫૫/૨૦૨ પ્રોહી કલમ ૬૫(એ, ઇ), ૯૮(૨), ૮૧, ૮૩ મુજબના ગુનાના કામે પકડવાના બાકી રહી ગયેલ આરોપીને પાનવડ બજારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20221006_210120.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *