સુરત ની ગાંધી ડિગ્રી ઇજેનરી કોલેજ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ ગુજરાત નોલેજ સોસાયટી SSIP ગુજરાત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન 2022-23 રીજઓનલ રાઉંડનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેકાથોન 36 કલાકની નોન-સ્ટોપ ઇવેન્ટ છે. આ ઇવેન્ટમાં વિવિધ શેહરોની 73 ટીમો એ ભાગ લીધો છે. જેમાં 400 થી વધુ વિધાર્થીઓ, 70 મેન્ટર્સ અને 24 જ્યુરી સાથે 36 કલાક ચાલનાર હેકાથોન ના રીઝનલ રાઉન્ડમાં હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય સરકાર પ્રેરીત વિદ્યાર્થી કેન્દ્રી ઇનોવેશન ઇકો સીસ્ટમ ઉભી કરવાના હેતુ માટેના સૂચવેલ સિવીલ, ઇલેક્ટ્રોનિક્સ, ઈલેકટ્રીકલ, મિકેનીકલ, કોમ્પ્યુટર, આઈટી, પર્યાવરણ, કેમિકલ એન્જિનિયરીંગ બ્રાન્ચ સંબંધી સમસ્યાઓ વિશે ચર્ચા કરવામાં આવશે. ગુજરાત સરકારના ગૃહ, એગ્રિકલચર, માર્ગ અને મકાન, એનર્જી ઉરબન ડેવલપમેન્ટ, નર્મદા કલ્પસર, ઇરીગેશન ડીપાર્ટમેન્ટ જેવા વિભાગોએ સૂચવેલા 750 પડકારો પર વિદ્યાર્થીઓ એમના ક્રેએટિવે અને ઇનોવેટિવ આઈડિયા રજુ કરશે. આ સ્પર્ધા બાદ સ્ટાર્ટ-ઉપ ઉભું કરવા સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. ટીમોએ તેમની સમસ્યાના ઉકેલ માટે સ્પર્ધામાં ડે એન્ડ નાઇટ સતત ૩૬ કલાક ટીમ વર્ક કરી કોમ્પ્લેક્સ સોલ્યુસન મેળવવા માટે પોજિટિવ અને Constructive ટીમ વર્ક કરી હાર્ડવેર અને સોફ્ટવેર એડિશનમાં કોડિંગ ઉપરાંત કોમ્પોનેંટ પ્રોટોટાઇપ વગેરે બનાવવાનું રહશે. વિદ્યાર્થીઓની ટિમોએ તેઓના પ્રોબ્લેમના સોલ્યૂશન મેળવવા સ્પર્ધામાં ડે એન્ડ નાઈટ સતત 36 કલાક ટીમ વર્ક કરીને કોમ્પ્લેક્ષ ઇજનેરી પ્રોબ્લેમના સોલ્યૂશન મેળવવા માટે પોઝિટિવ, Constructive ટીમ વર્ક કરી હાર્ડવેર અને સોફ્ટવેર એડિશનમાં કોડિંગ ઉપરાંત કોમ્પોનેન્ટ, પ્રોટોટાઇપ બનાવવાનું રહેશે. આ હેકાથોનના ઉદ્ઘાટન સમારંભ માં મુખ્ય અતિથિ તરીકે Shri Kamlesh Yagnik, (Chief Resilience Officer, Surat Municipal Corporation, Surat) હાજર રહ્યા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાતની તમામ ઇજનેરી અને ડિપ્લોમાં સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓની ટીમોએ તેઓના સિલેક્ટ કરેલ ઔદ્યોગિક પ્રોબ્લેમના સોલ્યુશન મેળવવા સ્પર્ધામાં ડે એન્ડ નાઈટ સતત 36 કલાક ટીમ વર્ક કરશે. આ પ્રાદેશિક સ્તરની ઈવેન્ટ આયોજિત કરવા સુરત ની ગાંધી સરકારી ડિગ્રી કોલેજની પસંદગી કરવામાં આવી છે.


