ગુજરાત રાજ્યના પૂર્વ ભાજપના નેતા અને મધ્ય પ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઈ પટેલે આજે છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની તેઓના કવાંટના નિવાશસ્થાને મુલાકાત લીધી હતી.
માનેલી દીકરીને ત્યાં ભોજન લીધું ગુજરાતની ગણદેવી બેઠકના પૂર્વ ધારાસભ્ય અને હાલ મધ્ય પ્રદેશ રાજ્યના મહા મહિમ રાજયપાલ મંગુભાઈ પટેલ અલીરાજપુર જીલ્લાની મુલાકાતે આવ્યા હતા. કાર્યક્રમ પતાવીને મહા મહિમ રાજયપાલ મંગુભાઈ પટેલ છોટા ઉદેપુરના સાંસદ અને પોતાની માનેલી દીકરી ગીતાબેન રાઠવાના ઘરે મુલાકાતે ગયા હતા જ્યાં તેઓએ ભોજન લીધું હતું.
કાર્યક્રમમાં ભાજપનો કોઈ પણ નેતા નહિં મંગુભાઈ પટેલે કેટલાક ગણતરીના સ્થાનિક સામાજિક આગેવાનો તેમજ સાધુ સંતોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે ખાનગી રાખવામાં આવ્યો હતો, અને મહા મહિમ રાજ્યપાલ મંગુભાઈ પટેલના આ કાર્યક્રમમાં ભાજપના કોઈ પણ નેતાને બોલાવવામાં આવ્યા ન હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
