Gujarat

કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાના ૨ લાભાર્થીઓને રૂ. ૫ લાખના ચેક અર્પણ કરાયા  

જામનગર, તા. ૦૭ ઓકટોબર, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ૨ લાભાર્થીઓને ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત રૂ. ૫ લાખની રકમના ચેક ફાળવવામાં આવ્યા હતા.  

જામનગર તાલુકાના નાઘુના ગામના ખાતેદાર ખેડૂત સ્વ. અશોકસિંહ બચુભા કેસરનું અકસ્માતે અવસાન થતાં તેમના વારસદાર પૂજાબા અશોકસિંહ કેસરને રૂ. ૨.૫૦ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. તેમજ પસાયા બેરાજા ગામના ખાતેદાર ખેડૂત સ્વ. જયસુખભાઇ કરમણભાઈ સાવલિયાના વારસદાર કાંતાબેન જયસુખભાઇ સાવલીયાને રૂ. ૨.૫૦ લાખની સહાય મળીને કુલ રૂ. ૫ લાખના સહાય ચેક કૃષિમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી પ્રવિણસિંહ ઝાલા, જામનગર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી જમનભાઈ ભંડેરી, અન્ય સદસ્યશ્રીઓ તેમજ લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Raghavjibhai-patel-7.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *