Gujarat

ડી.ઈ.આઇ.સી. સેન્ટર દ્વારા જી.જી. હોસ્પિટલ ખાતે બાળકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું  

 જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ડી.ઈ.આઇ.સી. સેન્ટર દ્વારા બાળકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં આવતા ખાસ બાળકો જેમ કે એમ.આર., સી.પી., ઓટીઝમ, સાંભળી-બોલી ન શકતા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવાના ભાગ સ્વરૂપે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સંસ્થાના કર્મચારીઓના સ્વ ભંડોળમાંથી ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નોડલ ઓફિસર ડી.ઈ.આઇ.સી. શ્રી ડો. સોનલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

G-G-hospital-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *