તા.7 -આ શિખર વિશ્વનું સૌથી ઊંચા શિખરો પૈકી આઠમાં નંબરનું શિખર છે. ભૂત ભૂમિકા મોરબી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે ગિરનાર સાથે નાતો કેળવી હિમાલય સુધી સફર કરી ગિરનાર અને હિમાલયને એક મહિલાએ આરોહણથી પોતાની સિદ્ધિઓ સર કરવાની કામયાબ કોશિશ કરી છે ગુજરાત પોલીસના આ જાંબાજ મહિલા કર્મીએ મહિલા તરીકે અને સૌરાષ્ટ્રના એક ગામડાની દીકરી તરીકે ગુજરાતનું નામ ઉજાળ્યું છે.
ગુજરાત પોલીસ માંથી પ્રથમ વખત દુનિયા નો 8માં નંબર નો પહાડ માઉન્ટ મનાસ્લુ 7000 મીટર ચઢીને ગુજરાત પોલીસનો ફ્લેગ ફરકાવી પ્રથમ રેકોર્ડ મોરબી પોલીસ ના બે કર્મચારી (1) ભુમિકા દુર્લભજીભાઈ ભુત, પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ ક્વાર્ટર, ચાંચાપર ગામ મોરબી. (2) પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ, તાલુકા પોલીસ સ્ટેશન,કોયલી,મોરબી, એ પોતાના નામે કર્યો છે.
