ઊનામાં રહેતો રધુ રવી બાંભણીયા નામના શખ્સે માનવદીપ સર્જીકલ ખાનગી હોસ્પીટલમાં આસીસ્ટન્ટ નર્સીગ તરીકે ફરજ બજાવતા શૈલેષભાઇ પુનાભાઇ બાંભણીયાને રાત્રીના સમયે દરમ્યાન આ શખ્સે કહેલ કે ડો. વઘાસીયા સાહેબ ક્યાં છે ત્યારે ફરજ પરના સ્ટાફે બહાર ગયેલ છે મોડા આવશે તેમ કહેતા શખ્સે અત્યારે કેમ ન આવે, હું કહુ એટલે આવવું પડે તેમ કહી હોસ્પીટલમાં ફરજ બજાવતા શૈલેષભાઇને ભુંડી ગાળો આપવા લાગેલ જેથી ગાળો આપવાની ના પાડતા રધુ ઉશ્કેરાઇ ગયેલ અને ગાલ પર ઝાપટ મારી અને ઝપાઝપી કરી શરીરે ઢીકાપાટુનો મુંઢ મારમારતો હોય એ દરમ્યાન હોસ્પીટલના અન્ય સ્ફાટ આવી જઇ છોડાવેલ હોય ત્યારે જતાં કહેલ તુ આજે બચી ગયો હવે તુ મને મળીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી નાશી છુટ્યો હોય આ બાબતે શૈલેષભાઇ પુનાભાઇ બાંભણીયાએ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે…
