Gujarat

છોટાઉદેપુરમાં ૧૭ ટીમો દ્વારા ૩૯૫ સ્થળે વીજ ચેકીંગ કરાયું

છોટાઉદેપુર નગરમાં ૩૭ સ્થળેથી નવ લાખની વીજ ચોરી ઝડપી પાડતી ચેકીંગ ટુકડીઓ
છોટાઉદેપુર નગરમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની ૧૭ ચેકિંગ ટીમ દ્વારા ઓચિંતી વીજ ચેકિંગ હાથ ધરાતા રૂપિયા નવ લાખથી વધુની વીજ ચોરી ઝડપાય આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. છોટાઉદેપુર નગરમાં ૩૯૫ જેટલા સ્થળે એમ. ઇ.વી.સી.એલ કંપની દ્વારા ઓચિંતી વીજ ચેકિંગ કરનાર ટુકડી દ્વારા વિશ્વ ચેકિંગ ની કામગીરી હાથ ધરવામાં આવેલ જે વીજ ચેકિંગ દરમિયાન રૂપિયા નવ લાખથી વધુની ૩૭ સ્થળેથી વીજ ચોરી ઝડપાઈ આવી હતી. છોટાઉદેપુર નગરના વિવિધ વિસ્તારો જેવા કે રેલવે સ્ટેશન વિસ્તાર રાણી બંગલા રાજપૂત ફળિયા નજરબાગ વાટ રોડ વિગેરે
વિસ્તારોમાં આજરોજ મધ્ય ગુજરાત વીજ કંપની તરફ્ટી આવેલ ૧૭ ટુકડી દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ હાય કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ કામગીરી સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત તથા બોર્ડ સિક્યુરિટી ગાર્ડ સાથે રાખીને કરવામાં આવેલ હતું. એકાએક એમજીવીસીએલ ની ટુકડીઓ આવી પહોંચતા વીજ ચોરો પણ માં ફફડાટ ફેલાયો હતો. અને દોડધામ પણ એક તબક્કે મચી જવા પામી હતી. એમજીવીસીએલ ટુકડી દ્વારા ૩૯૫ સ્થળે ચેકિંગ હાંધ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ૩૭ સ્થળો ઉપર વીજ ચોરી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું, અને રૂપિયા ૯ લાખથી વધુની ચોરી થઈ હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. વીજ
ચોરી કરનાર વ્યક્તિઓ સામે એમજીવીસીએલ કંપની દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૩૭ સ્થળોએ વીજ ચોરી હોવાનું ધ્યાને આવતા રૂપિયા ૯ લાખથી વધુની ચોરી થઈ હોવાનું અંદાજ છે. આ સાથે વધુમાં જણાવેલ કે આવનારા દિવસોમાં પણ આવી આકસ્મિક વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવશે. આ તમામ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈપણ જાતનું અચ્છનીય બનાવ ન બને તે માટે એમજીવીસીએલ કંપની દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ બોર્ડર સિક્યુરિટી ગાર્ડના જવાનોને સાથે રાખવામાં આવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *