Gujarat

 લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા ઘરફોડ ચોરીના ગુનાના કામના આરોપીને પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યો.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે, આગામી સમયમાં ગુજરાત રાજય વિધાનસભાની ચૂંટણી આવતી હોય જેથી મિલ્કત સંબધી તથા અન્ય ગુનાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવી તેમજ છોટાઉદેપુર જીલ્લામાં ઝઘડો તકરાર કરી જાહેર સુલેહશાન્તિનો ભંગ કરતા હોય અને સમાજમાં અશાન્તી ઉભી કરે અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ .
             જે અનુસંધાને આ કામના સામાવાળા અનિલ ઉર્ફે વાડી વિક્રમભાઇ વણકર રહે.છોટાઉદેપુર ટાઉન, ગુરુકૃપા સોસાયટી તા.જી છોટાઉદેપુર નાની વિરૂદ્ધમાં (૧) બોડેલી પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૧૨૧૦૧૬૫/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ (૨) બોડેલી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૧૨૦૦૬૦૦/૨૦૨૦ ઇ.પી.કો ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ (૩) બોડેલી પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં. ૫૭/૨૦૧૯ ઇ.પી.કો ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાઓ નોંધાયેલ હતા જે સબંધે સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુર નાઓને મોકલી આપેલ જે સામાવાળાની પાસા દરખાસ્ત મંજુર કરતા જે.પી મેવાડા ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ દ્રારા સામાવાળાને આજરોજ પાસા હેઠળ અટકાયત કરી “ ભાવનગર ” જેલ ખાતે મોકલી આપેલ છે…..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221010-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *