Gujarat

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જામનગર ખાતેથી મુખ્યમંત્રી શ્ર સહિતના મહાનુભાવોએ ભાવભેર વિદાય આપી  

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે જામનગરવાસીઓને કરોડોના વિકાસકાર્યોની ભેંટ આપ્યા બાદ જામનગર સર્કિટહાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. બાદમાં આજે તેઓ સર્કિટ હાઉસ ખાતેથી એરફોર્સ જવા રવાના થયા ત્યારે ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી શ્રી પંકજ કુમાર, કલેકટર શ્રી ડૉ.સૌરભ પારઘી, જિલ્લા પોલીસવડા શ્રી પ્રેમસુખ ડેલુંએ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. 

જામનગર એરફોર્સ ખાતેથી વડાપ્રધાનશ્રી જામકંડોરણા જવા રવાના થયા ત્યારે મુખ્યમંત્રી શ્ર ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસદ શ્રી સી.આર.પાટીલ, સાશક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડયા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી,શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા, ખંભાળિયા વિધાનસભાના પ્રભારી શ્રી ધર્મરાજસિંહ જાડેજા, શ્રી વિમલભાઈ કગથરા, શ્રી મેરામણભાઈ ભાટુ, શ્રી પ્રકાશભાઈ બાંભણીયા, શ્રી વિજયસિંહજી, યુવા મોરચા પ્રભારી શ્રી હરેન્દ્રસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ ભાવભેર વિદાય આપી હતી.

Hon-PM-Sir-@-Air-Force-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *