Gujarat

લીલીયા મોટા રેલ્વે સ્ટેશન પર કોચ ઇન્ડિકેટર બોર્ડ લગાવાતા સાંસદનો મનાયો આભાર 

લીલીયા મોટા ના
રેલવે સ્ટેશન પરથી મહુવા બાંદ્રા અને મહુવા સુરત સુપરફાસ્ટ ટ્રેન દોડી રહી છે પરંતુ અહીં કોચ ઇન્ડિકેટર બોર્ડ ન હોવાના કારણે મુસાફરોને કોચ શોધવામાં મુશ્કેલી પડી રહી હતી જે બાબતની જાણ લિલિયા તાલુકા ભાજપ અગ્રણી અને એડવોકેટ એસ પી ભડકોલીયા ને થતા એડવોકેટ દ્વારા મૌખિક સાંસદ નારણભાઈ કાછડિયા ને રજુઆત કરવામાં આવતા તારીખ 10-10 22 ના રોજ પ્લેટફોર્મ પર ઇન્ડિકેટર બોર્ડ લગાવવામાં આવેલ જેથી મુસાફરો ને કોચ ગોતવા માટે ની અગવડતા નો અંત આવતા સાંસદ નો  લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી મહામંત્રી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા સહિત તાલુકા પંચાયત સદસ્યો તાલુકા ભાજપ ટીમના હોદ્દેદારો કાર્યકરો દ્વારા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તેમજ રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ નો આભાર માનવામાં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20221011-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *