છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હીમો ડાયાલીસીસ સેન્ટરનું ઉદ્દધાટન છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યુ. જેમાં હાલ મશીન નંગ—૨, બેડ નંગ-૩ ઉપલબ્ધ રાખવામાં આવેલ છે. સાથે છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી હીમો ડાયાલીસીસ સેન્ટરનાં અભાવે કવાંટ તાલુકાનાં દર્દીઓને છોટાઉદેપુર જવુ પડતું હતી. તે આ સુવિધા ઉપલબ્ધ થવાથી કવાંટ તાલુકાનાં દર્દીઓને ધણી રાહત રહેશે તેમ જણાવ્યું હતું. સાથે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


