આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને લઇને છોટાઉદેપુરની છોટાઉદેપુર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીને લગતી કામગીરી આરંભી દીધી છે.
કલેકટર સ્તુતિ ચારણ, એસપી ધર્મેન્દ્ર શર્મા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચોધરી, અધિક નિવાસી કલેકટર આર.કે. ભગોરા, ટીપીઇઓ ધર્મેશભાઈ, ચૂંટણી મામલતદાર અમૃતભાઇ પ્રજાપતિ, સંબંધિત બીએલઓ, શાળાના આચાર્ય અને પોલીસ અધિકારીઓના કાફલા સાથે મંગળવારે છોટાઉદેપુર તાલુકાના સરહદી વિસ્તારોમાં આવેલા સવેદનશીલ અને અતિ સંવેદનશીલ એવા ૧૩ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. ખુબજ આંતરિયાળ અને ગાઢ જંગલ વિસ્તારમાં આવેલા પંચમહાલ જીલ્લાની તેમજ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા છેલ્લા મતદાન મથક સુધી કલેકટર સ્તુતિ ચારણે જાતે સ્થળ તપાસ અને પુછપરછ કરી હતી. જિલ્લા કલેકટરે મતદાન મથકો ખાતે જો કોઇ વધારાની સુવિધાની જરૂર હોય તો તે સુવિધા પુરી પાડવા માટે પણ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને તાકીદ કરી હતી.
તા.૧૧ ઓકટોબરના બુથ નિરીક્ષણમાં સીન્ગ્લજા, મીઠીબોર, ગદોલા, કાકડકુંડ, કોઠારા, દુણ, જામલી, ડોલરિયા જેવા મથદાન મથકોની મુલાકાત લીધી હતી. આ તમામ વિસ્તારો સુરક્ષાની દ્રષ્ટીએ ઝોઝ પોલીસ સ્ટેશનની હદમાં સમાવિષ્ટ છે. બીજા દિવસે તા. ૧૨ ઓકટો.ના રોજ જેતપુર-પવીના કેટલાક બુથોની મુલાકાત લીધી હતી. જેમાં ખંડિયા અમાદરા-૧-૨, બાર, કદવાલ હાઈસ્કુલ, કદવાલ પ્રાથમિક શાળામાં જઈ સલાહ સૂચનો કર્યા હતા. સ્તુતિ ચરણે જે તે શાળાના આચાર્ય, બીએલઓ અને ચુંટણી કામગીરીમાં સ્થાનિક લેવલે રોકાયેલા કર્મચારીઓને દરેક સ્થળે રેમ્પ, લાઈટ-પંખા, હવાઉજાસ, મહત્વના સાઈન બોર્ડ, બુથનું નામ, મતવિસ્તાર, બાથરૂમ- પાણીની વ્યવસ્થા, સુરક્ષા માટેની તેયારીઓ વગેરે નિરીક્ષણ કરી બે દિવસમાં જરૂરી કામગીરી કરવા આદેશ કર્યો હતો. અને બે દિવસ બાદ રીપોર્ટ તૈયાર કરવા સૂચનો કાર્ય હતા. આ ઉપરાંત મતદાન મથકમાં કોઇ પણ પ્રકારના આચાર સંહિતા ભંગ થાય એવા ચિહ્નો, વસ્તુઓ કે સાહિત્ય હોવું ન જોઇએ તેની વિશેષ કાળજી રાખવા તેમણે અનુરોધ કર્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


