Gujarat

વડોદરાના અગ્રણી ઉદ્યોગપતિ પરિવાર પિયરથી તેલ, ઘઉં, દહેજ લાવવા પુત્રવધૂ પર ત્રાસ આપતા

રાજકોટ
શ્રીમંત હોય કે ગરીબ, સાસરિયાઓ દ્વારા પુત્રવધૂને દહેજ સહિતના મુદ્દે ત્રાસ આપવાના બનાવો સમાજ માટે ચિંતાજનક બની રહ્યાં છે ત્યારે રાજકોટના કાલાવડ રોડ, સૂર્યોદય સોસાયટીમાં છેલ્લા અઢી વર્ષથી પુત્ર સાથે રહેતા પરશીશબેન નામની પરિણીતાએ વડોદરા રહેતા પતિ ભાવિન, સસરા કિશોરભાઇ અમૃતભાઇ શાહ, સાસુ મીનાબેન, નણંદ ધ્રુતિબેન નીલભાઇ પટેલ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એમબીએ સુધીનો અભ્યાસ કરનાર પરશીશબેનની ફરિયાદ મુજબ તેના લગ્ન વડોદરાના અગ્રણી ઉદ્યોગપતિ કિશોરભાઇ શાહના પુત્ર ભાવિન સાથે તા.૧૩-૩-૨૦૦૯ના રોજ થયા છે. સંતાનમાં એક પુત્ર છે જે હાલ ૧૧ વર્ષનો છે. પતિ પણ શહેરના જાણીતા ઉદ્યોગપતિની હરોળમાં હોય તમામ કુટેવો તેમને હતી. પતિ ભાવિનને અન્ય મહિલાઓ સાથે આડાસબંધ છે તેમજ દારૂ પીવાની પણ ટેવ ધરાવે છે. પતિની કુટેવોને સાસુ-સસરા પણ સાથ આપતા હતા. સંયુક્ત પરિવારમાં રહેતા હોવાને કારણે સાસુ-નણંદે ઘરકામ કરતા તેમજ રસોઇ બનાવતા લોકોને છૂટા કરી દીધા હતા અને કહેતા ‘હવે ઘરની રસોઇ તેમજ ઘરનું તમામ કામ તારે એકલાએ જ કરવાનું છે’ કહી ત્રાસ આપતા હતા. એટલું જ નહીં, તારા માવતરે તને કાંઇ શીખવાડ્યું નથી, મારી દીકરીઓને જાેઇને કંઇક શીખ તેમ કહી મેણાં મારતા રહેતા હતા. ઘર સંસાર ચલાવવું હોવાથી પોતે બધો ત્રાસ સહન કરતી હતી. જેને કારણે પતિ સહિતના સાસરિયાંઓ પોતાને નીચી દેખાડવા પ્રયાસ કરતા હતા. પોતે જ્યારે ગર્ભવતી થઇ ત્યારે આરામ પણ કરવા દેતા નહીં અને કામવાળાની જેમ સતત કામ કરાવ્યે રાખતા હતા. માતા-પિતાની પોતે એક માત્ર દીકરી હોય તેઓ જ્યારે જ્યારે સાસરે આવતા તે પહેલા સાસરિયાંઓ કંઇકને કંઇક મંગાવતા રહેતા હતા અને દહેજની માંગણી કરી તારા બાપને તેલની મિલ છે તો આખું વર્ષ ચાલે તેટલા તેલના ડબ્બા મગાવવા દબાણ કરતા હતા. એટલું જ નહીં, પિતાને એગ્રો પ્રોડક્ટનું પણ કારખાનું હોય આખા વર્ષના ઘઉં પણ મગાવવાની માંગણી કરતા હતા. એકની એક દીકરી હોવાને કારણે પિતા પણ સાસરિયાઓની માંગણીઓ પૂરી કરતા રહેતા હતા. સાસરિયાંઓની માંગણી પિતા પૂરી કરી દેતા હોવાને કારણે સાસુ-સસરા, નણંદ પતિને પોતાના વિરૂધ્ધ ચઢામણી કરી બંને વચ્ચે ઝઘડા કરાવી ઘરનું વાતાવરણ ડહોળતા હતા. પરસ્ત્રી સાથેના આડાસબંધનો વિરોધ કરતા પતિ દારૂ પીને પોતાની સાથે ઝઘડો કરતા હતા. આમ સુખી સંપન્ન હોવા છતાં પિયરથી દહેજ સહિતની વસ્તુઓ લઇ આવવાની માંગણી કરી ત્રાસ આપતા હોય પોતે માવતર આવી ગઇ હતી. આ સમયે પતિએ પોતાની સાથે છુટાછેડા લેવા અને પુત્રની કસ્ટડી લેવા કોર્ટમાં કેસ કર્યો છે. જ્યારે પોતે પણ અહીંની અદાલતમાં ખાધાખોરાકીનો કેસ કર્યો છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *