Gujarat

બોટાદમાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો

બોટાદ
બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. બોટાદ જિલ્લામાં માર્કેટિંગ યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. છેવાડાના માનવી સુધી લાભ પહોંચે અને આત્મ ર્નિભર બને તેવા હેતુ સાથે સરકાર દ્રાર અલગ અલગ જગ્યા પર ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન થતા હોય છે. ત્યારે બોટાદ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ૧૬૧૩૮ લાભાર્થીઓને કુલ ૧૦૮૦૭૬૧૯૩૭ રૂપિયાની રકમનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો.લાભાર્થીઓને આર્થિક રકમના લાભ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અનેક લાભો લાભાર્થીઓને મળતા લાભાર્થીઓમાં પણ ખુશી અને આનંદ સાથે સરકારની યોજનાનો આભાર માન્યો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળો જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ વિરાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેકટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા સહિત તાલુકા તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ તેમજ પદાધિકારી હાજર રહ્યા હતા.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *