Maharashtra

ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને કહી વાતનો વાયરલ થયેલા વીડિયોની જાણો હકીકત

મુંબઈ
આજકાલ સોશિયલ મીડિયા પર ઉર્વશી રૌતેલાની કંઈક વધારે પડતી જ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઘૂમતા-ફરતા એક્ટ્રેસ વિશે કંઈકને કંઈક વાંચવા કે જાેવા મળી જ જાય છે. પાછલા થોડા દિવસથી તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં વારંવાર ૈં ન્ર્દૃી ર્રૂે કહી રહી છે. હવે ઉર્વશીએ આ વાયરલ વીડિયોના સત્ય વિશે જણાવ્યુ છે. ચાલો જાણીએ ઉર્વશીએ આઈ લવ યૂ પોસ્ટ પર ઉર્વશીનું શું કહી રહી છે. ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર પહેલાથી વધારે એક્ટિવ જાેવા મળી રહી છે. વાસ્તવમાં તે તેના ઈન્સ્ટાગ્રામ પર કંઈકને કંઈક પોસ્ટ કર્યા રાખે છે. હાલમાં જ તેણે એક પ્રેમભર્યો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે વારંવાર કોઈકને ‘એક વાર આઈ લવ યૂ કહી દો. એકવારન આઈ લવ યૂ કહી દો પ્લીઝ’ કહેતી જાેવા મળી રહી છે. ઉર્વશીએ જેવો વીડિયો પોસ્ટ કર્યો તુરંત જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. હવે વીડિયો વિશે સ્પષ્ટતા કરતાં ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ, ‘હાલ મારો આઈ લવ યૂ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે આ વીડિયો ફક્ત એક્ટિંગના હેતુસર બનાવવામાં આવ્યો હતો. આ એત ડાયલોગ સીન માટે ડિરેક્ટ કરવામાં આવ્યો હતો, ના તો આ કોઈ સ્પેશ્યલ વ્યક્તિ માટે હતો અને ના કોઈ વીડિયો કોલનો ભાગ છે. ઘણાં સમયથી ઋષભ પંત અને ઉર્વશી રૌતેલાના રિલેશનશીપની ચર્ચા થઈ રહી છે. તેથી ઉર્વશી ઈન્સ્ટાગ્રા પર જે પણ પોસ્ટ કરે છે, તેને ઋષભ પંત સાથે જાેડીને જાેવામાં આવે છે. આઈ લવ યૂ વીડિયોની સાથે પણ આવું જ કંઈક થયું. પણ હવે ઉર્વશીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ વીડિયો ફક્ત એક ડાયલોગ છે. એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલ ઓસ્ટ્રેલિયામાં છે. રિપોર્ટ્‌સ અનુસાર ઉર્વશી, ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયાને ચિયર કરવા ગઈ છે. ત્યારે ઘણા રિપોર્ટ્‌સમાં કહેવામાં આનીા રહ્યુ છે કે ઉર્વશી કોઈ પ્રોજેક્ટ માટે ઓસ્ટ્રેલિયા ગઈ છે. હવે ઉર્વશી ત્યાં કેમ અને કયા કામ માટે ગઈ છે તે જલ્દી જ જાણ થઈ જશે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *