ઉના
મોરબી બ્રિજ (ઝુલતા પુલ) દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના આત્માને ઇશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે ઉના હોમગાર્ડ જવાનો દ્વારા શાહ એચ. ડી. હાઇસ્કુલ ખાતે તમામ સ્ટાફ તેમજ ધોકડવા ખાતે ગીતા ફાઉન્ડેશન દ્વારા હાથમાં મિણબત્તી પ્રગટાવી બે મીનીટ મૌન પાળી ભાવભીની શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. મોરબીની ગોજારી ઘટના જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાં હતાં તો, કેટલાયે તેમના વ્હાલસોયા ગુમાવ્યા હતાં. નવા વર્ષની રજાનો આનંદ ઓગળી માતમમાં ફેરવાઈ ગયો હતો. લોકો પર આવી પડેલા આ દુઃખને સાંત્વના આપવા તથા દિવ્યાત્માની શાંતિ માટે શોકસભાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ઉના હોમગાર્ડ કમાન્ડર કૈલેશ ભટ્ટ તથા તેમનો તમામ સ્ટાફ, જવાનો તેમજ ધોકડવા ગામે ગીતા ફાઉન્ડેશ તેમજ સમસ્ત ગામ લોકો દ્વારા કેન્ડલ માર્ચ યોજાઇ હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્ય ડાયા જાલૌધરા, તાલુકા પંચાયત સદસ્ય દુલા ગુજ્જર, ભીખા કિડેચા, જિલ્લા ભાજપ મંત્રી વિસાલ વોરા, કાળુ કલસરિયા. પુર્વ સરપંચ હરેશ બલદાણીયા સહિત ગામ લોકો જાેડાયા હતાં.


