Gujarat

ડાકોરના ઓવર બ્રિજનો જોઈન્ટ નવો નખાશે, બીજા દિવસે અવર જવર બંધ

ડાકોર શહેરમાં આવેલા ઓવર બ્રિજ માં મંગળવારે વરસાદ પડ્યા બાદ બ્રિજમાં જોઈન્ટ તૂટવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે, બ્રિજમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે બુધવારે આર એન બી દ્વારા બ્રિજના જોઈન્ટને સરખો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ એક દિવસમાં કામ પૂર્ણ ન થતા બીજા દિવસે પણ […]

Gujarat

ચરોતરમાં 10 વર્ષમાં સારસ 500થી વધી 1,477 થયા

ખેડા આણંદ 18 તાલુકાના 199 ગામોમાં 147 પેટા-પુખ્ત વયના લોકો સહિત કુલ 1,477 સારસ ક્રેનનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું. માતરના લીંબાસી અને વસ્તાણા ખાતે કૃષિ ક્ષેત્રોમાં 153 ક્રેન સાથે સૌથી મોટો સમૂહ નોંધાયો હતો. મુખ્ય વેટલેન્ડ સમૂહોમાં ઓઝરાલ્લા-86 ક્રેન, પેરીએજ-69 ક્રેન અને ત્રાજ-65 ક્રેનનો સમાવેશ થાય છે. ખેડા, આણંદ જિલ્લામાં તાજેતરમાં સારસ ક્રેન પક્ષી ની […]

Gujarat

ડાકોરમાં રથયાત્રાના 8 કિમીના રૂટ પર 55 ખાડા, કાદવમાંથી રથ કાઢવો કસોટી સમાન

ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડજી મહારાજ શનિવારના રોજ ભક્તોને ઘરે આંગણે પહોંચીને તેમને દર્શન કરી કૃતજ્ઞ કરશે. ત્યારે આઠ કિલોમીટરની રથયાત્રામાં નક્કી કરવામાં આવેલાં રૂટ પર સફાઈ, ખાડા પુરવા તેમજ કાદવ કિચ્ચડનો નિકાલ પણ કરવામાં ન આવતાં વૈષ્ણવોમાં હાલમાં તંત્ર પરત્વે ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રથયાત્રાના 8 કિમીના રૂટમાં 55 કરતાં […]

Gujarat

નડિયાદ-મહેમદાવાદમાં રથયાત્રા નીકળી, વડતાલમાં સાંજે યોજાશે

ખેડા જિલ્લામાં અષાઢી બીજ નિમિત્તે વિવિધ સ્થળોએ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નડિયાદના સંતરામ મંદિરમાં સવારે રામદાસજી મહારાજ અને સંતોએ ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કર્યું. રથયાત્રા મંદિર પટાંગણથી નીકળી રામજી મંદિર, ગીતામંદિર, છાંગેશ્વર મહાદેવ થઈને પરત ફરી હતી. મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં અનોખી રથયાત્રાનું આયોજન થયું. સૈન્યના 100 નિવૃત્ત જવાનોએ રથયાત્રાનું સંચાલન કર્યું. 23 કિલોમીટર લાંબી […]

Gujarat

ગાંધીધામની પી.એન. અમરસી સ્કૂલના 110 વિદ્યાર્થીઓએ રાયમલધામમાં કર્યું ગૌપૂજન

અંજાર નજીક સિનાઈ રોડ પર આવેલા સદગુરુ રાયમલ ધામ આશ્રમ અને ગૌરી ગૌશાળામાં ગૌ શક્તિ યોગ યજ્ઞ મહોત્સવ 2025નો પ્રારંભ તા.12થી થયો છે. છેલ્લા 6 વર્ષથી યોજાતા આ કાર્યક્રમમાં આ વર્ષે ગાંધીધામની પી.એન. અમરસી સ્કૂલના 110 વિદ્યાર્થીઓએ અષાઢી બીજ પહેલાં ભાગ લીધો હતો. સ્કૂલના ટ્રસ્ટી અને સીઇઓ ગુલશન કુમાર ભટ્ટનાગર, પ્રિન્સિપાલ શૈલેન્દ્ર શર્મા, કો-ઓર્ડિનેટર લય […]

Gujarat

લખપત તાલુકામાં 1 ઇંચ વરસાદ, અબડાસા-નખત્રાણામાં પણ મેઘમહેર

કચ્છી નવા વર્ષ અષાઢી બીજના શુભ દિવસે લખપત તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી કચ્છીમાણુઓમાં આનંદનું વાતાવરણ છવાયું છે. જિલ્લાના આકાશમાં વાદળોની આવક થઈ છે. લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં મોડી રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. દયાપરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે પવનને કારણે બસ સ્ટેશન વિસ્તારમાં […]

Gujarat

ત્રિકમ સાહેબની રથયાત્રા દરિયાસ્થાન મંદિરથી વિરડા સુધી નીકળી, મેળાનું આયોજન

રાપર ખાતે કચ્છી નવા વર્ષ અને અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા દરિયાસ્થાન મંદિરથી શરૂ થઈ માલી ચોક, એસટી ડેપો રોડ, દેના બેંક ચોક અને નગાસર તળાવ થઈને ત્રિકમ સાહેબ વિરડા ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મેઘવાળ પંચ સમાજના ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું […]

Gujarat

વરસાદ અટક્યાને 5 દિવસ છતાં સુરેન્દ્રનગર પીએનટી કોલોનીમાં હજુ પાણી ઓસર્યા નથી

સુરેન્દ્રનગર શહેરના પીએનટી કોલોનીના રહીશોએ 5 દિવસથી પાણી નિકાલના પ્રશ્ને પરેશાની ભોગવી રહ્યા છે. જેની મૌખિક રજૂઆતો છતાં પગલાં ન લેવાતા લોકોમાં રોષ ફેલાયો હતો અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. સુરેન્દ્રનગર શહેરના પીએનટી કોલોનીના રહીશોએ વરસાદ અટક્યાને 5 દિવસ થયા છતાં પાણી નિકાલ નહીં થવાથી હાલાકી થતી હોવાની ફરિયાદો કરી હતી. વરસાદી પાણીના […]

Gujarat

વઢવાણ સુડવેલ સોસાયટીમાં વરસાદી પાણી નહીં ઓસરતા લોકોમાં રોષ

વઢવાણ સુડવેલ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે પાણીના કારણે રહીશોને પડતી મુશ્કેલીઓને લઇને રોષ સાથે લોકો મનપાએ ધસી ગયા હતા. આ પ્રશ્નનો નિકાલ કરવા તેમજ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા રજૂઆતો કરી હતી. સુરેન્દ્રનગર–વઢવાણ શહેરી વિસ્તારોમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની ફરિયાદો ઊઠી રહી છે. તો બીજી તરફ છેવાડાના […]

Gujarat

કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ્પ, બાળકોને ટ્રેક્ટર દ્વારા ઘરે પહોંચાડાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીના પાણી કોઝવે પર ફરી વળતા સમગ્ર વિસ્તારનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. કલ્યાણપુર અને આસપાસના ગામોને જોડતો એકમાત્ર કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં શાળાએ ગયેલા બાળકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા […]