પાલનપુર નગરપાલિકાએ શહેરના વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની મરામત કામગીરી શરૂ કરી છે. નગરપાલિકાએ વાહન ચાલકોની સુવિધા માટે તાત્કાલિક પગલાં લીધા છે. મરામત કામગીરી હેઠળના મુખ્ય માર્ગોમાં વોર્ડ નંબર 8માં દેવપુરા ગામ તરફનો મુખ્ય માર્ગ અને લક્ષ્મીપુરા માર્ગ સામેલ છે. વોર્ડ નંબર 11માં ગણેશપુરા રોડ, વોર્ડ નંબર 7માં હાઈ-વે હનુમાન ટેકરીથી સુખબાગ રોડ સુધીનો માર્ગ છે. […]
Author: Admin Admin
નાર્કોટિક્સ કેસમાં ફરાર આરોપીને SOGએ બાડમેરથી સ્કોર્પિયો સાથે ઉઠાવી લીધો
બનાસકાંઠા એસઓજી પોલીસે આંતર રાજ્ય નાર્કોટિક્સ કેસમાં ફરાર આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં NDPS અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં આરોપી ફરાર હતો. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ, એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ધાંધલ્યા અને એ.જી. રબારીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી રાજસ્થાનના ઉદેપુર, […]
ઈકબાલગઢ પાસે 40 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત, લોકોની રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઈકબાલગઢ પાસે આવેલો બનાસ નદી પરનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે. આ બ્રિજ 45થી વધુ ગામો અને રાજસ્થાન રાજ્યને જોડે છે. 40 વર્ષથી વધુ જૂનો આ બ્રિજ જર્જરિત હાલતમાં છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મોટા વાહનો પસાર થતાં બ્રિજમાં વાઇબ્રેશન થાય છે. બ્રિજનો નીચેનો ભાગ પણ જર્જરિત થઈ ગયો છે. સ્થાનિકોએ અનેકવાર […]
વડોદરા પુલ દુર્ઘટના બાદ તપાસની માંગ, રોજ હજારો વાહનોની અવરજવર
વડોદરા ગંભીરા પુલ દુર્ઘટના બાદ ગુજરાતના વિવિધ પુલોની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા છે. આ શ્રેણીમાં હવે ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા ગબ્બરવાળી પુલની સ્થિતિ પણ ચિંતાજનક બની છે. આ પુલ નીચેથી છાપરી નદી વહે છે, જેમાં ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ વધી જાય છે. પુલ પરથી દરરોજ લક્ઝરી બસ, માર્બલ ભરેલા ટ્રક, ગુજરાત-રાજસ્થાન એસટી બસ સહિત હજારો […]
વરસાદી પાણીથી ડાયવર્ઝન ધોવાયો, લોકો જીવના જોખમે બાઈક લઈને પસાર થાય છે
કચ્છના અબડાસા તાલુકામાં તેરાથી નેત્રા તરફ જવાનો માર્ગ બંધ થવાથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પર પૂલનું કામ ચાલી રહ્યું છે. વરસાદના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયો છે. લાખણીયા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે. આ કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. દર ચોમાસામાં આ મહત્વનો ધોરીમાર્ગ બંધ […]
બ્રેકડાઉન ટેન્કર સાથે ટકરાયું, ટોલ પ્લાઝા ટીમની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
ભચાઉ નજીક સામખિયાળી તરફના છ માર્ગીય ધોરીમાર્ગ પર વોન્ધ ગામ પાસે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ગઈકાલે એક ટેન્કર બ્રેક ડાઉન થઈને રસ્તામાં અટકી ગયું હતું. સામખિયાળી ટોલ પ્લાઝાની ટીમે સલામતી માટે ટેન્કર ફરતે દિશા સૂચક પિલર મૂક્યા હતા. આજે વહેલી સવારે ચાર વાગ્યે એક એસિડ ભરેલું ટેન્કર બંધ પડેલા ટેન્કર સાથે અથડાયું. ગુરુકૃપા […]
બે ટ્રક વચ્ચે ટક્કર થઈ, કોઈ જાનહાની નહીં, બાલારામ બ્રિજ પર ટ્રાફિક જામ
પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર બાલારામ બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે. આબુ રોડ તરફથી પાલનપુર તરફ જઈ રહેલા બે ટ્રક વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ હતી. અકસ્માતને પગલે બાલારામ બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ અને પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં પાછળના ટ્રકને મોટું નુકસાન થયું […]
ડીસા પાલિકા દરબાર વેસ્ટને દર મહિને સફાઈ માટે 50 લાખ ચૂકવે છે છતાં એજન્સીનો ખુલાસો પણ ન પુછ્યો
ડીસા નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન અને સફાઈ કામ માટે કરાર ધરાવતી દરબાર વેસ્ટ કોર્પોરેશન નામની એજન્સી ટેન્ડરની શરતોનો ભંગ કરી રહી છે. છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં નથી. દર મહિને નગરપાલિકા દ્વારા સફાઈ માટે રૂ. 50 લાખ ચૂકવવામાં આવે છે . છતાં એજન્સી પોતાના સાધનોના બદલે નગરપાલિકાના સાધનોનો ઉપયોગ કરે છે. […]
માર્ગ અને મકાન વિભાગે 20 ક્ષતિગ્રસ્ત માર્ગોને કર્યા કાર્યરત
બનાસકાંઠા જિલ્લામાં વરસાદને કારણે નુકસાન પામેલા 20 રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય પાલનપુર હેઠળ જિલ્લામાં કુલ 229 રસ્તાઓ આવેલા છે. આંબા ઘાટા-દાંતા માર્ગ પર લેન્ડ સ્લાઇડને કારણે બંધ થયેલો […]
ગઢ કર્મચારી નિવૃત મંડળે 70 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોનું સન્માન કર્યું
પાલનપુર તાલુકાના સરિપડા ગામે આવેલા નારસુંગા વીર મહારાજના મંદિરમાં ગઢ કર્મચારી નિવૃત્ત મંડળ દ્વારા પેન્શન ડેની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ એસોસિયેશનના પ્રમુખ એસ.એસ. વાઘેલા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગઢ નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ હરિ મગરવાડિયાએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોનું સ્વાગત કર્યું. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ […]