Gujarat

જમીન બચાવવા ગયા તો મળ્યા ધક્કા! તંત્ર મૌન, આવારા તત્વો બેફામ!”, તંત્ર પાસે ન્યાયની માગ

દાંતા તાલુકામાં એક ખેડૂત પોતાની કાયદેસર જમીન માટે ન્યાય મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે. અરજદારની માલિકીની જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર કબજો કરી લીધો છે. ખેડૂતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીથી માંડીને ગાંધીનગર સુધી અનેક અરજીઓ કરી છે. પરંતુ હજુ સુધી તેમને કોઈ ન્યાય મળ્યો નથી. અરજદાર સ્પષ્ટ કહે છે કે, તેઓ પોતાનો અધિકાર માગી રહ્યા […]

Gujarat

ઢુવા ગામ નજીક શોર્ટ સર્કિટથી કાર બળીને ખાખ, ચાલકનો બચાવ

ડીસા તાલુકાના ઢુવા ગામ પાસે આવેલા ઘેટા ઉછેર કેન્દ્ર નજીક એક અલ્ટો કારમાં અચાનક આગ લાગી. કાર ચાલકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો. સવારે કાર ઢુવા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમાં આગ લાગી. કાર ચાલકે તરત જ વાહનને રોડની સાઈડમાં ઉભું રાખીને નીચે ઉતરી ગયો. ગણતરીની […]

Gujarat

ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય માટે રજૂઆત કરી

વાવ તાલુકાના ધરાધરા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. આ દુર્ઘટના 6 જુલાઈ, 2025ના રોજ બની હતી. મૃતકોમાં જેઠાભાઈ ભાવાભાઈ મકવાણા, તેમના પત્ની રખુબેન જેઠાભાઈ મકવાણા અને તેમનો પુત્ર પથુભાઇ જેઠાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. આ ત્રણેય વ્યક્તિઓ પરિવારના મુખ્ય જવાબદાર સભ્યો હતા. […]

Gujarat

4 વર્ષથી ABCD લાઈનની દુકાનો આગળ પાણી ભરાવાની સમસ્યા, વેપારીઓની નિરાકરણની માગ

પાલનપુરના મુખ્ય વેપારી વિસ્તાર પંચરત્ન શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની છે. શોપિંગ સેન્ટરની ABC અને D લાઈનની દુકાનો આગળ વરસાદી પાણી ભરાવાથી વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર વર્ષથી આ સમસ્યા અંગે નગરપાલિકામાં અરજીઓ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો […]

Gujarat

ખેડા જિલ્લા સહકારી સંઘની વાર્ષિક સભા, સ્નેહમિલન અને 100 ટન ક્ષમતાના ખાતર ગોડાઉનનો પ્રારંભ

નડિયાદમાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 83મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. આ પ્રસંગે સહકારી મંડળીઓનું સ્નેહમિલન અને 100 ટન ક્ષમતાના રાસાયણિક ખાતર સ્ટોરેજ ગોડાઉનનો શુભારંભ કરવામાં આવ્યો. આ નવા ગોડાઉનથી ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોને મોટો લાભ મળશે. કાર્યક્રમમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ […]

Gujarat

અંજારના રાયમલ ધામમાં 35 સગર્ભા બહેનોએ ગૌ પૂજન કર્યું, ગર્ભાવસ્થામાં ગૌ સેવાનું મહત્વ સમજાવાયું

અંજારના રાયમલ ધામ આશ્રમ ખાતે ગૌરી ગૌશાળામાં ગૌ શક્તિ યોગ યજ્ઞ અનુષ્ઠાનના 27મા દિવસે વિશેષ કાર્યક્રમ યોજાયો. ગાંધીધામના ગર્ભ સંસ્કાર કેન્દ્રના ભારતીબેન ધોકાઈના સહયોગથી સંચાલિકા વિરલબેન ખારેચા સાથે 35 સગર્ભા બહેનોએ પરિવાર સાથે ગૌમાતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું. આશ્રમના અધ્યક્ષ અને ભાગવત કથા વાચક જોશી ધનેશ્વર શાસ્ત્રીજી મહારાજે મહેમાનોનું સ્વાગત કર્યું. માંડવીથી પધારેલા શાસ્ત્રી […]

Gujarat

ભુજમાં રાત્રે 5 ઇંચ વરસાદ, મૌસમનો સૌથી વધુ નખત્રાણામાં 354 મિમી નોંધાયો

કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેરબાનીથી સર્વત્ર આનંદનું વાતાવરણ છવાયું છે. ભુજ શહેરમાં ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી શરૂ થયેલી મેઘ મહેર પરોઢના 4 વાગ્યા સુધી ચાલુ રહી હતી. આ દરમિયાન 127 મિમી (5 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ભુજમાં મૌસમનો કુલ વરસાદ સવારના 8 વાગ્યા સુધીમાં 330 મિમી થયો છે. નખત્રાણામાં સૌથી વધુ 354 મિમી વરસાદ નોંધાયો છે. […]

Gujarat

ક્લિનિક, લેબોરેટરી તેમજ દુકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન, બે કલાકે કાબૂમાં

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં આજે સવારે 9.15 વાગ્યે શોર્ટ સર્કિટને કારણે એક ક્લિનિક, લેબોરેટરીમાં તેમજ એક દુકાનમાં આગ લાગી હતી. લીલાસા નગર પાણીની ટાંકી પાસે આવેલી અંજલિ ક્લિનિક, લોચના એન્ટરપ્રાઇઝ અને ડૉ. અમિત ક્લિનિકલ લેબોરેટરીમાં આગ ફાટી નીકળી હતી. લોચના દુકાનમાં રાખેલી પ્લાસ્ટિકની વસ્તુઓ સળગી જતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ […]

Gujarat

200થી વધુ ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપ્યું, સહાય ન મળે તો આંદોલનની ચીમકી

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોના પાકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. વડગામ તાલુકામાં 9 ઇંચ અને પાલનપુર તાલુકામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, ડીસા, કાંકરેજ અને દિયોદર સહિતના તાલુકાઓમાં પણ ભારે વરસાદ થયો છે. ખેડૂતોએ ચાર મહિનાની મહેનત બાદ તૈયાર કરેલા મગફળી અને બાજરીના પાક પાણીમાં ગરકાવ […]

Gujarat

દિયોદરમાં દોઢ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

દિયોદર પંથકમાં છેલ્લા અઠવાડિયાથી સમયાંતરે ઓછો વધતો વરસાદ ઝરમર વરસી રહ્યો હતો. ત્યારે રવિવારે બપોરે વરસાદ આવતા દિયોદર પંથકના પ્રગતિનગર, દેલવાડા રોડ, પૂજા પાર્ક, લક્ષ્મીપુરા, શિવનગર, રામદેવપીર પરા વિસ્તાર, કર્મચારી નગર, ગુરુદત્ત સોસાયટી, માધવ પાર્ક વગેરે હાઇવે પરની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. અનેક જગ્યાએ પાણી જવાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારના રહીશો […]