Gujarat

ભાભરમાં હીટરમાંથી કરંટ લાગતાં યુવકનું મોત

ભાભરમાં પાણી ગરમ કરતી વખતે હીટરમાંથી વીજ કરંટ લાગતાં યુવકને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, ફરજ પરનો તબીબ 45 મિનિટ સુધી ન આવતાં સમયસર સારવારના અભાવે યુવકનું મોત થયું હતુ. ભાભરના મહાદેવપુરામાં રહેતા વિનોદ નટવરલાલ ઠક્કર (ઉ.વ.22) પાણી ગરમ કરવા જતાં અચાનક હીટર માંથી વીજ કરંટ લાગ્યો હતો. જ્યાં સોસાયટીઆ રહીશો દોડી આવ્યા […]

Gujarat

જમીનના તળ ઊંડા ગયાં તો પાલનપુરના કાણોદર ગામના લોકોએ 45 લાખના ખર્ચે પાંચ મોડલ કુવા બનાવી જમીનમાં પાણી ઉતાર્યું

પાછલા કેટલાક વર્ષોથી પાલનપુર તાલુકાના કાણોદર ગામના ખેડૂતો ખેતી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહીં 700 ફૂટ પણ જમીનમાં પાણી નથી. ગામમાં અગાઉ ટ્યુબવેલ માટે જમીનમાં 700 ફૂટ અંદર સુધી ગયા પણ પાણી નીકળ્યું નહી. અહીં અવારનવાર બોર ફેલ જતા ગામની ચિંતા કરતા 60 થી 70 લોકો ભેગા થયા. અને પાલનપુર ની આજુબાજુ જે ગામોમાં […]

Gujarat

નાગલા પુલ પાસે એક કલાકની જહેમત બાદ ફાયર ટીમે લોડરની મદદથી બચાવ્યો

થરાદ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં નાગલા પુલ પાસે એક નંદી પડી જતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. રાહદારીઓએ તાત્કાલિક થરાદ ફાયર વિભાગને જાણ કરી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા અનુસાર, થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી નંદીને બચાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. એક કલાકથી વધુ […]

Gujarat

200 હેક્ટર જમીન જળબંબાકાર, 3000 લોકોની અવરજવર પ્રભાવિત, પાણી નિકાલની વ્યવસ્થા માટે રજૂઆત

થરાદ તાલુકાના નાગલા ગામમાં નર્મદા કેનાલના સીપેજ અને વરસાદી પાણીએ ગંભીર સ્થિતિ સર્જી છે. 2015-17થી નર્મદા કેનાલમાંથી સતત થતા સીપેજને કારણે જમીનનું તળ નબળું પડ્યું છે. સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી છેલ્લા દસ વર્ષથી ગામતળ અને 200 હેક્ટર ખેતીલાયક જમીન છ-છ મહિના સુધી જળબંબાકાર રહે છે. ચાલુ વર્ષના […]

Gujarat

રેલવે મિલકત ચોરીના 5 કેસમાં ફરાર બે સગા ભાઈઓની ધરપકડ, 17 ગુનામાં સંડોવણી

ગોધરા રેલવે પોલીસે સિગ્નલ ફળિયા વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સલીમ શેખના પુત્રો હુસૈન અને હસન (બંને 25 વર્ષ) છે. બંને આરોપીઓ સામે કુલ 16 પકડ વોરંટ હતા. આરોપીઓ રેલવે મિલકતની ચોરીના 5 કેસમાં ફરાર હતા. તેમની વિરુદ્ધ ગોધરા રેલવે પોલીસ મથકમાં 15થી વધુ ગુના નોંધાયેલા છે. એક-એક ગુનો મેઘનગર અને આણંદ પોલીસ […]

Gujarat

હાલોલની વિનાયક એસ્ટેટની 3 પ્લાસ્ટિક કંપનીમાંથી 65 લાખનો મુદ્દામાલ જપ્ત

હાલોલની વિનાયક એસ્ટેટમાં આવેલ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી 3 કંપની ઓપર ટાસ્ક ફોર્સ ટીમે છાપો મારી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અને દાણા સહિત 65 લાખનો મુદામાલ જપ્ત કરી 3 યુનિટ સીલ કરી છે. હાલોલ જીઆઇડીસી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલા ઉત્પાદન કરવાનું એપી સેન્ટર સાબિત થયું છે. પ્લાસ્ટિક ઝભલાના ઉત્પાદન પર અંકુશ લાવવા ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે. તેમ […]

Gujarat

ચાંદીપુરમ વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી પકડી સંશોધન શરૂ

પંચમહાલ જિલ્લામાં ચોમાસા ઋતુમાં વરસાદી ભેજ વાળા વાતાવરણ થયા બાદ જિલ્લામાં હાલોલ, શહેરા તથા ગોધરા તાલુકામાં 4 બાળકોને તાવ સાથે ખેંચ આવતા વડોદરા હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ ખસેડ્યા હતાં. જેમાં 4 બાળકોમાંથી 3 બાળકોના ભેદી વાઇરસના કારણે મોત થયા હતા. બાળકોના કયાં વાઇરસના કારણે મોત થયા તેની તપાસ કરવા જિલ્લા આરોગ્ય વિભાગે બાળકોના પરિવારજનોના લોહીના […]

Gujarat

વિદ્યાર્થીઓ બેગ સાથે શાળામાં આવ્યા, શિક્ષકોએ વાલીઓને જાણ કરી કે નહીં તે પ્રશ્ન

ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે પાળવાનો પરિપત્ર જાહેર કર્યો છે. જોકે, ગોધરા શહેરની શાળાઓમાં આ નિયમનું પાલન થતું નથી. ભાસ્કરની ટીમે આજે રિયાલિટી ચેક કર્યું, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ બેગ સાથે શાળામાં આવેલા જોવા મળ્યા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની શાળાઓમાં બેગલેસ ડેના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ […]

Gujarat

50થી વધુ સરકારી વેબસાઇટ પર DDOS એટેક કરનાર 18 વર્ષીય યુવક અને સગીર સામે કાર્યવાહી

થોડા દિવસો પહેલા ઓપરેશન સિંદુર સમયે નડિયાદમાં મીલ રોડ પર કલ્યાણ કુંજની સામે રહેતા 18 વર્ષિય જસીમ શાહનવાઝ અંસારી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે ટેલીગ્રામ ગૃપ બનાવી ભારત દેશની અલગ અલગ વેબસાઇટોને DDOS એટેક દ્વારા ડાઉન કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરી હતી. આ સાથે તેનો સ્ક્રીનશોટ લઇ તેમાં નીચે ભારત […]

Gujarat

હાઇવે પર રૂા.280 ટોલ ટેકસ ચૂકવી ખાડા ખુંદવાનો વારો

અમદાવાદ ઇન્દોર હાઇવે પર આસપાસના ગ્રામજનો દ્વારા હાઈવે પર બ્લોક કરવામાં આવ્યો હતો. જેમાં હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે. જેમાં આ હાઈવે પર ખાડાઓ પડવા છતાં પણ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા પુરવાની તસ્દી દેવામાં આવી રહી નથી. જેને લઈ ગ્રામજનો દ્વારા હાઈવેને બ્લોક કરી હાઈવે ઓથોરીટી હાય હાયના નારા લગાવ્યા હતા. જે બાદ […]