Gujarat

20 સોસાયટીઓમાં સતત ત્રીજા દિવસે પાણીના લો પ્રેશરની મોંકાણ

નડિયાદ શહેરમાં મહાગુજરાત નજીક પાણીની લાઇનમાં ભંગાણ થયા બાદ આસપાસની 20 જેટલી સોસાયટીઓમાં ધીમી ધારે પાણી આવી રહ્યું છે. જોકે, હજી પણ તંત્ર દ્વારા મરામતની કામગીરી કરવામાં આવી રહી છે. નડિયાદમાં મહાગુજરાત નજીક પાણીની લાઇનમાં ભંગાણ થયા બાદ છેલ્લા બે દિવસથી આસપાસની 20 જેટલી સોસાયટીમાં ધીમી ધારે પાણી આવતું હતું. જોકે, પાઇપ લાઇનમાં ભંગાણની જાણ […]

Gujarat

દેસાઈ વગામાં 10 મીમી વરસાદમાં ઘુંટણસમા પાણી

નડિયાદ શહેરના દેસાઈવગામાં સામાન્ય વરસાદે પણ પાણી ભરાઈ જતા હોવાને કારણે આ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં આવતાં દર્દી અને તેમના સગા અને રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. શહેરની મહત્તમ હોસ્પિટલ આ વિસ્તારમાં આવેલી હોવા છતાં વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ ગયું છે. નડિયાદ શહેરમાં શુક્રવારે બપોરના સમયે 2.00 થી 4.00ના સમયગાળામાં […]

Gujarat

800થી વધુ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મોડેલ, IP અને હસ્તપ્રયોગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો

ડૉ. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ખેડા દ્વારા નોલેજ હાઈસ્કૂલ, મહેમદાવાદમાં વિજ્ઞાન આધારિત શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં ચાર મુખ્ય વિભાગો રાખવામાં આવ્યા હતા. આમાં વિજ્ઞાન મોડેલ ડેમોન્સ્ટ્રેશન, ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી વિષયક માહિતી, નવા વિચારો અને શોધ વિષયક પ્રેઝન્ટેશન તેમજ […]

Gujarat

એવરગ્રીન ચેરીટેબલ ટ્રસ્ટે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક નોટબુક અને કંપાસ આપ્યા

મુંબઈની સામાજિક સંસ્થા એવરગ્રીન ચેરીટેબલ ટ્રસ્ટે ખેડા તાલુકામાં શૈક્ષણિક સહાય કાર્યક્રમ યોજ્યો છે. ટ્રસ્ટે વાસણા મારગિયા, લાલી, બીડજ, મહીજ, સાખેજ અને સમાદરા ગામની માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક અને કંપાસનું નિ:શુલ્ક વિતરણ કર્યું છે. ટ્રસ્ટના ચેરમેન અશ્વિનભાઈ શાંતિલાલ શાહે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારના બાળકોને શિક્ષણ તરફ આકર્ષિત કરવા અને તેમના અભ્યાસમાં મદદરૂપ થવા આ […]

Gujarat

પરિવારને ઉપરના માળે બંધ કરી તસ્કરો 1.15 લાખની મત્તા લઈને ફરાર

ખેડા નજીકના નવાગામમાં એક સાહસિક ચોરીની ઘટના સામે આવી છે. આંબેડકર નગર વિસ્તારમાં રહેતા રાજેન્દ્રભાઈ વાઘેલાના ઘરમાં તસ્કરોએ રાત્રિ દરમિયાન પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ નીચેના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો. તેમણે પહેલા ઉપરના માળે રેકી કરી, જ્યાં પરિવારના સભ્યો ઊંઘી રહ્યા હતા. તસ્કરોએ પરિવારને અંદર કેદ કરવા માટે ઉપરના માળનો દરવાજો બહારથી બંધ કરી […]

Gujarat

7 લાખ લીટર પાણીનો મારો છતાં 24 કલાક સુધી કૂલિંગ કામગીરી ચાલુ, આઈસર ટ્રક બળ્યો

ખેડા શહેરના બસ સ્ટેશન નજીક આવેલા પ્લાસ્ટિક ગોડાઉન અને રાઈસ મિલમાં ગઈકાલે બપોરે 1:30 વાગ્યે આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગનું મોટું સ્વરૂપ જોતાં અમદાવાદ, બારેજા, અસલાલી, મહેમદાવાદ અને આણંદથી ફાયર ટીમોની મદદ લેવામાં આવી હતી. 500 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી આગને કાબૂમાં લેવા […]

Gujarat

પાણી લાઈનના ખોદકામ બાદ મરામત ન થતાં સત્તાધારી નગરસેવકે જાતે કામ કરાવ્યું

માંડવી શહેરમાં નગરપાલિકાના કર્મચારીઓની બેદરકારીનો મુદ્દો સામે આવ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારમાં પાણી લાઈનના સમારકામ માટે ખોદવામાં આવેલા ખાડાઓ લાંબા સમય સુધી પુરવામાં ન આવતા વિવાદ સર્જાયો છે. નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન પારસ માલમે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, પાણી લાઈનના સમારકામ બાદ એક સપ્તાહમાં લીકેજ ન જણાય તો બાંધકામ […]

Gujarat

રૂ.27 કરોડના સોનાના સિંહાસનનું અનાવરણ, આજથી નવ દિવસીય ઉત્સવનો પ્રારંભ

લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં નવ દિવસીય ભવ્ય મહોત્સવનો શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રસંગે રૂ.27 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સોનાના સિંહાસનનું અનાવરણ કરવામાં આવશે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી અને અન્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. યુરોપના પ્રથમ શિખરબંધ મંદિર તરીકે પ્રસિદ્ધ આ મંદિરમાં છેલ્લા એક […]

Gujarat

ભુજમાં 7000થી વધુ સાપનું રેસ્ક્યૂ કરનાર રિઝવાનને કોબ્રાએ ડંખ માર્યો, હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભુજના આશાપુરા નગરના 34 વર્ષીય રિઝવાન મેમણને સાપ રેસ્ક્યૂ દરમિયાન કોબ્રાએ ડંખ માર્યો છે. રિઝવાન છેલ્લા 11 વર્ષથી વિનામૂલ્યે સાપ રેસ્ક્યૂની સેવા આપે છે. તેમણે અત્યાર સુધીમાં 7000થી 8000 જેટલા સાપનું રેસ્ક્યુ કર્યું છે. ગઈકાલે ભુજની ડોલર હોટલ પાછળ એક ફોરવ્હીલ ગાડીની ચેસિસમાં ફસાયેલા કોબ્રાને બચાવવા માટે રિઝવાનને બોલાવવામાં આવ્યા હતા. સાપને સફળતાપૂર્વક બહાર કાઢ્યા […]

Gujarat

શહેરા પોલીસ સ્ટેશનના રાયોટીંગ કેસના ત્રણ આરોપીઓ ઝડપાયા

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગ અને આપઘાત દુષ્પ્રેરણના કેસમાં મોટી સફળતા મળી છે. પેરોલ-ફર્લો સ્કવોર્ડે નાસતા ફરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પંચમહાલ-ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ હતી. પેરોલ ફર્લો સ્કવોર્ડના પો.સ.ઈ. બી.એમ.રાઠોડની ટીમે […]