Gujarat

મધરાત્રે તોફાની પવન સાથે કરા પડ્યા, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ઉનાળાની ઋતુમાં મધરાત્રે અસામાન્ય ઘટના બની છે. વિસ્તારમાં તોફાની પવન સાથે કરા પડ્યા છે. થરાદ વિસ્તારમાં મોડી સાંજથી વાતાવરણમાં પરિવર્તન શરૂ થયું હતું. આકાશમાં ગાજવીજ થઈ હતી. ત્યાર બાદ તોફાની પવન ફૂંકાયો હતો. મોરથલ સહિતના વિસ્તારોમાં કરા પડવાની ઘટના નોંધાઈ હતી. ઉનાળાની ઋતુમાં આવું અસામાન્ય વાતાવરણ […]

Gujarat

અમીરગઢ, ઈકબાલગઢ અને પાલનપુરમાં ભારે પવન સાથે વરસાદ, બાજરીના પાકને નુકસાનની આશંકા

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. જિલ્લાના અમીરગઢ, ઈકબાલગઢ અને પાલનપુર સહિતના વિસ્તારોમાં મધરાતે ભારે પવન સાથે વરસાદના ઝાપટાં પડ્યા છે. વરસાદ દરમિયાન મેઘગર્જના સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ કારણે બાજરી જેવા પાકોને નુકસાન થવાની સંભાવના છે. જોકે, વરસાદના કારણે ગરમીથી ત્રસ્ત લોકોને આંશિક રાહત મળી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી […]

Gujarat

અમીરગઢના ખેડૂતે 18 વીઘા જમીનમાં વાવેલી સક્કરટેટીના પાકને નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામમાં મધરાત્રે કરા સાથે પડેલા વરસાદે સક્કરટેટીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. સ્થાનિક ખેડૂતે જણાવ્યું કે તેમણે 18 વીઘામાં સક્કરટેટીનું વાવેતર કર્યું હતું. આ પાકમાં પહેલેથી જ ઠંડીના કારણે માત્ર 25 ટકા જેટલો જ માલ લાગ્યો હતો. હવે કમોસમી વરસાદના કારણે […]

Gujarat

જામખંભાળિયાની ઘી નદીમાં ફરી ગાંડીવેલનું આક્રમણ શરૂ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ઘી નદી ખૂબ જ જાણીતી તથા રામનાથથી ખામનાથ વચ્ચે ફેલાયેલી તથા રામનાથ, મહાદેવ વાડો તથા પાજ પાસે ત્રણ સ્થળે નાહવા તથા તરવાનું શીખવા માટે આદર્શ ગણાતી આ નદીમાં હાલના 50/60 વર્ષના અનેક પ્રૌઢો તરતા શીખ્યા છે. તેલી નદીમાં કેટલાક સમયથી દરેક ઉનાળાના સમયે ગાંડીવેલનો ઉપદ્રવ થતા નદીનું પાણી બગડી જાય છે […]

Gujarat

ભાચા, કાંધી, વાંકીયા, મોટી મોલીનો માર્ગ નવો બનશે

ઊના ગીરગઢડા તાલુકા નાં ભાચા, કાંધી,વાકીયા,મોટી મૌલી ટીંબી વાયા કાકડીમૌલી,નાળીયેલી,ચ રાલીમૌલી ને જોડતાં રૂ 3 કરોડ 28લાખ નાં ખર્ચે રિસફેસિગ ડામર માર્ગે નવી કરણ નાં કામનું ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ઉના અને ગીરગઢડા તાલુકાના ગામડાઓના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વિકાસ નાં ખાતમૂહુર્ત ચાલી રહ્યા છે જેમાં વધું એક જાહેર માર્ગ નું કામ મંજૂર […]

Gujarat

ઉનામાં 29 વર્ષીય યુવક 7 ઇંચની સ્ટીલની છરી સાથે ઝડપાયો; હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ

ઉના પોલીસે સોશિયલ મીડિયા પર છરી સાથે વીડિયો વાઇરલ કરનાર યુવકની ધરપકડ કરી છે. આરોપી મહેશ રાજશીભાઇ બારૈયા વરસિંગપુરના ચૌહાણ શેરીમાં રહે છે. તેની ઉંમર 29 વર્ષ છે. જુનાગઢ રેન્જના IGP નિલેશ જાજડીયા અને SP મનોહરસિંહ જાડેજાની સૂચનાથી સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી હતી. ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડની ટીમે […]

Gujarat

સ્પા સેન્ટરમાં કામ કરતી મહિલા પાસે ભારતીય દસ્તાવેજો મળ્યા, વિઝા વગર રહેતી હોવાનું ખુલ્યું

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ગેરકાયદે પ્રવેશ કરનારા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ગીર સોમનાથ પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. એલસીબી અને એસઓજી ટીમે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યુ પર્પલ ઓર્ચિડ સ્પા એન્ડ સલૂનમાંથી એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે. રહીમા નામની આ 36 વર્ષીય મહિલા સ્પામાં નોકરી […]

Gujarat

યુવકે પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસીને અડપલા કર્યા, આરોપીની ધરપકડ; અગાઉ પણ આવા ગુનામાં પકડાયો હતો

વેરાવળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.23 વર્ષના નરાધામે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. યુવક પાણી પીવાના બહાને બાળકીના ઘરમાં ઘૂસીને શારીરિક અડપલા કર્યા હતા. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. અગાઉ પણ આવા ગુનામાં આરોપી પકડાયો હતો. વાલીઓને સાવચેત કરતી ઘટના વાલીઓને સાવચેત કરતી સામે આવેલ ચકચારી ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર, ચારેક […]

Gujarat

અમદાવાદ ઇન્દોર હાઇવેથી છિકારિયા ગામનો 2 કિલોમીટરનો માર્ગ ખખડધજ

અમદાવાદ ઈન્દોર હાઈવે પર આવેલું ગળતેશ્વર તાલુકાનું છિકારિયા ગામનો મુખ્ય માર્ગ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ ગામમાં રહેતા 2 હજાર ગ્રામજનો રોજ આ માર્ગ પરથી અવરજવર કરતા હોવા છતાં પણ તંત્ર દ્વારા આ માર્ગ બનાવવામાં આવી રહ્યો નથી. તંત્ર દ્વારા માર્ગ બનાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. અમદાવાદ […]

Gujarat

આચાર્ય રાકેશપ્રસાદ સહિત 100થી વધુ સંતો ઉપસ્થિત રહેશે

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા આવતીકાલે 4 મેના રોજ 100મી રવિસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાનારી આ વિશેષ સભામાં આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને 100થી વધુ સંતો-મહંતો આશીર્વાદ આપવા પધારશે. નડિયાદના ગાદલાવાળા પરિવારે સ્વ. નારણભા વાલજી પટેલની સ્મૃતિમાં આ સભાનું યજમાનપદ સ્વીકાર્યું છે. રતિલાલ અને સ્વ. કાંતાબેન ગાદલાવાળા […]