નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં સોમવારે સાંજે વંટોળ ફૂંકાયા બાદ થયેલા કમોસમી વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સૌથી વધુ વરસાદ નડિયાદ શહેરમાં નોંધાયો હતો, જ્યારે મહુધા અને ઠાસરામાં નોંધનીય વરસાદ થયો નહોતો. ખેડા જિલ્લામાં સોમવારે થયેલા કમોસમી વરસાદમાં સૌથી વધુ 22 મીમી વરસાદ નડિયાદ શહેરમાં નોંધાયો હતો, જેને કારણે શહેરના નિશાણવાળા વિસ્તારો તેમજ ગરનાળામાં […]
Author: Admin Admin
દિવાળીએ ભુજ નવા રેલવે સ્ટેશનની સાથે નલિયાની ટ્રેન પણ દોડતી કરવાનો તખ્તો
ભુજ-નલિયા વચ્ચે 1094 કરોડના ખર્ચે ટ્રેક પાથરી વિવિધ સ્થળોએ રેલવે સ્ટેશનો ઊભા કરવામાં આવ્યા છે. હાલમાં અહીં માલગાડી દોડી રહી છે. આ ઉપરાંત ભુજ-નલિયા વચ્ચે ઇલેક્ટ્રીકેશનનું કામ ચાલી રહ્યું છે. જે આગામી 6 મહિનામાં પૂર્ણ થાય તેમ રેલવેના સૂત્રો જણાવી રહ્યા છે. લાંબા સમયથી પ્રવાસોની માંગ છે કે, નલિયા સુધી ટ્રેક પથરાઈ ગયા છે.જેથી નલિયાથી […]
ગાજવીજ સાથે કરા પડ્યા, જાટાવાડા-બાલાસર-ધબડા-આણંદપર ગામોમાં જમીન ભીંજાઈ
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના અંતરિયાળ ગામોમાં આજે કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ-સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સાંજે 5.15થી 5.45 દરમિયાન રાપર તાલુકાના જાટાવાડા, બાલાસર, ધબડા અને આણંદપર સહિતના ગામોમાં ગાજવીજ સાથે કરાનો વરસાદ પડ્યો હતો. જાટાવાડાના રાજેન્દ્ર વાઘેલા અને હકુભા રાજુભા જાડેજાએ કરા પડ્યાની પુષ્ટિ કરી હતી. આણંદપર […]
નીચાણવાળા વિસ્તારોમાં ગટર સફાઈ, જોખમી હોર્ડિંગ્સ દૂર કરાયા
અંજાર નગરપાલિકાએ ચોમાસાની સીઝન પહેલાં શહેરમાં વ્યાપક સફાઈ અભિયાન શરૂ કર્યું છે. નગરપાલિકાની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરલાઇન અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરી રહી છે. નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણી અને ચીફ ઓફિસર પારસ મકવાણાના નેતૃત્વમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગટરમાંથી રેતી અને કાદવ દૂર કરવાનું કામ ચાલી રહ્યું […]
સ્ટેશન અને વિદ્યાનગર રોડ પરથી ગેરકાયદે લારી-ગલ્લા હટાવાયા, દંડની કાર્યવાહી થશે
આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે આજે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. સ્ટેશન રોડ અને વિદ્યાનગર રોડ પર ગેરકાયદે રીતે ઊભા રહેતા લારી-ગલ્લા સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. સ્ટેશન રોડ પર મોટી શાકમાર્કેટ પાસે ફળ વેચનારા લારીધારકો દ્વારા જાહેર રસ્તા પર અતિક્રમણ કરવામાં આવતું હતું. આ અતિક્રમણથી લોકોને મુશ્કેલી પડતી હતી અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. એસ્ટેટ […]
બાઈક પર આવેલા બે શખસ 2 લાખનો સોનાનો હાર લૂંટી ફરાર
આણંદ શહેરના નાની ખોડીયાર ગંદેવનગર વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. શાંતીબેન પ્રજાપતિ તેમના ભત્રીજા વિરજીભાઈની બાઈક પર બેસીને નહેરૂ બાગ ખાતે સબંધીના પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. બપોરે દોઢ વાગ્યે બળીયાદેવ મંદિર સામે રોડ પર બાઈકથી ઉતરતી વખતે બે અજાણ્યા શખસ બાઈક પર આવ્યા હતા. પાછળ બેઠેલા શખસે શાંતીબેનના ગળામાંથી 2 લાખની […]
જૂનાગઢમાં 6થી 8 મે દરમિયાન કમોસમી વરસાદ, ખેડૂતોને સાવચેત રહેવા સૂચના
જૂનાગઢ જિલ્લામાં આગામી 6થી 8 મે 2025 દરમિયાન પવન સાથે હળવા કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે વિશેષ સૂચનાઓ બહાર પાડી છે. ખેડૂતોને કાપણી કરેલા પાકને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તાડપત્રી-પ્લાસ્ટિકથી ઢાંકવા જણાવ્યું છે. પાકના ઢગલાની આજુબાજુ માટીનો પાળો બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. વરસાદી […]
સવારથી સાંજ સુધી ભક્તિમય માહોલ, હજારો ભક્તોની ઉપસ્થિતિ
જૂનાગઢના અક્ષરવાડી વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં ૧૯મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. સવારે ૬ વાગ્યે બ્રાહ્મમુહૂર્તે પાટોત્સવની મુખ્ય ધાર્મિક વિધિનો પ્રારંભ થયો. ગર્ભગૃહમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ, રાધારમણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓનો વેદમંત્રોચ્ચાર સાથે પંચામૃત અને શુદ્ધ જળથી અભિષેક કરાયો. ભક્તો માટે નિજ ખંડમાં રાખેલી ચલ મૂર્તિનો અભિષેક કરવાનો અવસર પણ આપવામાં આવ્યો. વિધિ બાદ ભવ્ય […]
જૂનાગઢ- વંથલી વચ્ચે પ્રાચીન એવી ” રા’ ખેંગાર વાવ, 13 મી સદીમાં બાંધકામ થયું’તું
જુનાગઢ અને વંથલી વચ્ચે પ્રાચીન એવી ‘ રા ‘ ખેંગાર વાવ આવેલ છે આ વાવ 13 મી સદીના પ્રથમ અર્ધ સમયમાં બાંધવામાં આવેલ હોવાનું કહેવાય છે વિક્રમ સંવત 1497 અથવા 1441 માં આધુનિક જૂનાગઢ અને વામનસ્થળી (વંથલી) ની વચ્ચે નિર્માણ કરાયાનો ઉલ્લેખ છે . વાવની દિશા ઉતર દક્ષિણની છે જેમાં ઉતરમાં પગથિયા અને દક્ષિણમાં કુવો […]
ગાંધીગ્રામના મકાનમાંથી 2,142 વિદેશી દારૂની બોટલ અને ઈકો કાર સાથે 6.95 લાખનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢના સી ડિવિઝન પોલીસે ગાંધીગ્રામ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. લીરબાઈ પરા ફાટક નજીક આવેલા રહેણાંક મકાનમાં ગુપ્ત બાતમીના આધારે રેડ કરવામાં આવી. પોલીસને મકાનમાંથી વિદેશી દારૂની 2,142 બોટલો મળી આવી. આ દારૂની કિંમત રૂ. 3,45,564 છે. સાથે એક મારુતિ ઈકો કાર પણ મળી આવી. કારની કિંમત રૂ. 3,50,000 છે. કુલ મળીને રૂ. 6,95,564નો મુદ્દામાલ […]










