Gujarat

જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી – જિલ્લા મધ્ય સહકારી બેંક દ્વારા આયોજન

ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે સહકારી સંસ્થાઓ તથા બજાર સમિતિ અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ધાર્મિક સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવી હતી. જેમાં ડાકોર રણછોડરાયજી મંદિર અને વડતાલ સ્વામિનારાયણ મંદિર સાથે જિલ્લાના અન્ય ધાર્મિક સ્થળો પર સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ અભિયાનમાં 200 કરતા પણ વધારે કર્મચારીઓ જોડાયા હતા. કોર્પોરેટિવ બિલ્ડ થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 […]

Gujarat

ચોમાસા પૂર્વે નલિયામાં તળાવ સહિતના વિસ્તારોમાં ઝાડી કટીંગ, સફાઇ કરો

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાની પ્રાંત કચેરીએ તાલુકા સંકલનની બેઠક મળી હતી, જેમાં તાલુકાના પ્રશ્નોનો ખડકલો થયો હતો. પ્રાંત અધિકારી કે.જે. વાઘેલાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં તાલુકામાં આંગણવાડી કેન્દ્ર મુદ્દે જમીન નક્કી કરવા, નલિયા ગામના તળાવ તથા અન્ય વિસ્તારોમાં ઝાડી કટિંગ કરવા, કોઠારા ગૌશાળાના વીજ જોડાણનો પ્રશ્ન, આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈને પાણી અંગે જરૂરી એક્શન […]

Gujarat

ઓવરસ્પીડમાં ટેન્કર કન્ટેનર સાથે અથડાયું, ફસાયેલા ચાલકનો લોકોએ જીવ બચાવ્યો

કચ્છના સામખિયાળી નજીક શનિવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. રાધનપુર બાજુથી આવી રહેલું ટેન્કર સામખિયાળી ટોલગેટ નજીક આગળ જતા કન્ટેનર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ટેન્કરની ચાલક કેબિન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકો, પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન […]

Gujarat

લખપતના સોતાવાંઢ ઝુમારાની સગર્ભા મહિલાની કોટડા જડોદર પાસે સફળ પ્રસૂતિ

લખપત તાલુકાના સોતાવાંઢ ઝુમારા ગામની હકીમા હુશેન સોતાને પ્રસૂતિની પીડા શરૂ થતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ટીમે તાત્કાલિક પ્રતિસાદ આપ્યો અને મહિલાને પ્રથમ દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. દયાપર કેન્દ્રમાં પ્રસૂતિ શક્ય ન હોવાથી મહિલાને ભુજ રીફર કરવામાં આવી હતી. માર્ગમાં કોટડા જડોદર પાસે મહિલાને વધુ પ્રસૂતિ પીડા શરૂ […]

Gujarat

કષ્ટભંજનદેવની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા

અબડાસા તાલુકાના લૈયારી ગામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો. સેવા સાધના પ્રેરિત અને સ્વામિનારાયણ મંદિર ભુજના આયોજન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો. મહોત્સવમાં વહેલી સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આમાં હોમ હવન, સંતોના આશીર્વચન, સન્માન સમારોહ, ધજા આરોહણ અને મહા આરતિનો સમાવેશ થયો. કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. સંત હરી ભરત […]

Gujarat

‘કચ્છમાં 1200થી વધુ વક્ફની મિલ્કતો, માત્ર 8 ટકા મિલ્કતોનો હિસાબ જાહેર કરાય છે’

ભુજ સ્થિત કચ્છ જિલ્લા ભાજપના કચ્છ કમલમ કાર્યાલયમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષ સ્થાને વક્ફ કાયદામાં સુધારણા હેઠળ જનજાગૃતિના હેતુથી લઘુમતી મોરચાની કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેમાં કાયદાના સુધારણા બાબતે સત્ય હકીકત જણાવવા ઉપરાંત ફાયદાની સમજ આપવામાં આવી હતી, જેમાં જિલ્લા લઘુમતી મોરચાના અધ્યક્ષ આમદભાઈ જતે જણાવ્યું હતું કે વક્ફ કાયદામાં સુધારો ગરીબોના કલ્યાણ […]

Gujarat

નડિયાદ સખી વન સ્ટોપ સેન્ટરે 848 પીડિત મહિલાઓને મદદ આપી, ઘરેલું હિંસાના કેસો વધ્યા

21મી સદીમાં સ્માર્ટ જનરેશન વચ્ચે મહિલાઓ અનેકવાર હિંસાનો ભોગ બને છે. દેશમાં ચકચાર નિર્ભયા કાંડ પછી સફાળી જાગેલી ભારત સરકારે મહિલાઓ માટે મહત્વની યોજના શરૂ કરી હતી. હિંસાથી પીડિત મહિલાઓને તમામ સમસ્યાઓનું સમાધાન એક સ્થળેથી મળે એ યોજના એટલે ‘સખી વન સ્ટોપ સેન્ટર’ જે દેશના દરેક રાજયમાં દરેક જિલ્લા દીઠ કાર્યરત છે. આ સેન્ટરની શરૂઆત […]

Gujarat

ભુજના ત્રણ પરબ એક દાયકાથી છુપાવી રહ્યા છે રાહદારીઓની તૃષ્ણા

ભુજના જનરલ હોસ્પિટલ બહાર આજથી 13 વર્ષ પહેલાં મિતેશ શાહ દ્વારા દાતા દેવરાજ કરસન વરસાણી તથા પ્રશાંત શાહના સહયોગથી હંગામી પરબ શરૂ કરાઈ હતી. જેનો અનેક લોકો લાભ લેતા ત્યાં પરિસ્થિતિ જોઈ ભદ્રેશ મહેતાએ કાયમી ધોરણે પાકી પરબ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે અંતર્ગત મિતેશ શાહે જરૂરી કાર્યવાહી કરી દાતા ભદ્રેશ મહેતાના કાનુબેન […]

Gujarat

તળાવમાં ચૂનો અને પોટેશિયમ પરમેગ્નેટનો છંટકાવ, ઓક્સિજન સ્તર જાળવવા નગરપાલિકાની પહેલ

માંડવી શહેરના ઐતિહાસિક ટોપણસર તળાવમાં જળચર જીવોની સુરક્ષા માટે નગરપાલિકાએ અનોખી પહેલ કરી છે. ગરમીના કારણે તળાવના પાણીમાં ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે તે માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. નગરપાલિકાની ટીમે બોટ મારફતે સમગ્ર તળાવમાં ચૂનાનો છંટકાવ કર્યો છે. વધુમાં, જળચર જીવોના રક્ષણ માટે પોટેશિયમ પરમેગ્નેટ અને જીઓટીન પાવડરનો પણ છંટકાવ કરવામાં આવ્યો છે આ […]

Gujarat

21 વાહન ચાલકોને દંડ ફટકારાયો, 6 વાહન ડિટેઈન કરાયા

રાપર શહેરમાં લગ્નસરાની સિઝનમાં ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. રાપર પીઆઈ જે.બી. બુબડીયાના નેતૃત્વમાં ટ્રાફિક શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. આ ટીમમાં ASI મુકેશસિંહ રાઠોડ, નીલમબેન, ગજુભા ચૌહાણ, નટુજી ઠાકોર અને જયેશભાઈ સહિત TRB […]