લખપત તાલુકાના સોતાવાંઢ ઝુમારા ગામની હકીમા હુશેન સોતાને પ્રસૂતિની પીડા શરૂ થતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
ટીમે તાત્કાલિક પ્રતિસાદ આપ્યો અને મહિલાને પ્રથમ દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી.
દયાપર કેન્દ્રમાં પ્રસૂતિ શક્ય ન હોવાથી મહિલાને ભુજ રીફર કરવામાં આવી હતી. માર્ગમાં કોટડા જડોદર પાસે મહિલાને વધુ પ્રસૂતિ પીડા શરૂ થઈ હતી.
108ના EMT હિતેશ જોષીએ ERCP ડૉ. રુદ્રેશ, જિલ્લાના 108 મુખ્ય અધિકારી PM જયેશ કારેણા અને EME રાહુલ વસાવાની સલાહ મુજબ કાર્યવાહી કરી હતી.
એમ્બ્યુલન્સમાં જ હિતેશ જોષી અને પાયલોટ રમેશ ગરવાની મદદથી મહિલાની સફળ પ્રસૂતિ કરવામાં આવી હતી.
દર્દીના પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો. આ ઘટના 108 એમ્બ્યુલન્સ સેવાની તત્પરતા અને કાર્યક્ષમતાનું ઉદાહરણ બની રહી છે.

