કાંકણપુર પોલીસે મોટી કાંટડી ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી ₹16.91 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એલ. કામોળ અને તેમની ટીમે ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન પોલીસે ગ્લોબસ ગ્રીન પ્રિમિયમ વ્હીસ્કીના 432 કાચના ક્વાર્ટર, કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના 312 ટીન અને રોયલ સિલેક્ટ ડિલક્સ વ્હિસ્કીના 14,640 […]
Author: Admin Admin
પ્રોહિબિશન કેસનો નાસતો-ફરતો આરોપી હાલોલથી ઝડપાયો
પંચમહાલ ગોધરા એસ.ઓ.જી પોલીસે રાજગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી છે. એસ.ઓ.જી. ગોધરાના પોલીસ ઇન્સપેક્ટર આર.એ. પટેલની સૂચના હેઠળ ટીમે કામગીરી હાથ ધરી હતી. અ.હે.કો. કમલેશકુમાર પરષોતમભાઇની બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલ […]
ઘોઘંબાના ગોદલી ગામના આરોપીને પાસા હેઠળ કચ્છ-ભુજની પલારા જેલમાં મોકલાયો
ગોધરા એલસીબી પોલીસે ઘોઘંબા તાલુકાના ગોદલી ગામના દારૂ બુટલેગર ભોદુભાઇ લીમજીભાઈ રાઠવાની પાસા હેઠળ ધરપકડ કરી છે. આરોપીને પલારા ખાસ જેલ, કચ્છ-ભુજ ખાતે મોકલવામાં આવ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબી ગોધરાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.પટેલને પ્રોહી બુટલેગરો સામે કડક […]
કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પર મોટા ખાડા પડ્યા, નિર્માણ ગુણવત્તા સામે પ્રશ્નો
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે તાજેતરમાં બનાવવામાં આવેલો ભૂરાવાવ ઓવરબ્રિજ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો છે. બ્રિજને ખુલ્લો મૂકાયાને ટૂંકો સમય થયો છે. આ દરમિયાન જ રોડ પર મોટા ખાડા પડી ગયા છે. રોડનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા આ બ્રિજની હાલત જોતાં નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ […]
કોમર્સ કોલેજમાં યુવાનોની કારકિર્દી ઘડતર વિષય પર વિદ્યાર્થીઓએ રજૂ કર્યા વિચારો
પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ગોધરા દ્વારા 5 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે એનએસએસના સહયોગથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ત્રણ મુખ્ય વિષયો રાખવામાં આવ્યા હતા – સહકારી ક્ષેત્રે યુવાનોની કારકિર્દી ઘડતર, સહકારી ક્ષેત્રે ખુલતા રોજગારીના દ્વાર અને સહકારથી સમૃદ્ધિ અને શસક્તીકરણ. કાર્યક્રમનું ઉદ્ઘાટન ગોધરા […]
મહુધા કન્યા શાળામાં બે ચોટલા ન વાળતી વિદ્યાર્થિનીના શિક્ષિકાએ વાળ કાપતાં વિવાદ
મહુધાની પ્રાથમિક કન્યા શાળાની શિક્ષિકાએ નિયમાનુસાર બે ચોટલાં વાળીને શાળાએ ન આવનાર ધો.8ની વિદ્યાર્થીનીની ચોટલી કાપી નાખતાં ચકચાર મચી છે. ઘટનાના પગલે વાલીઓ દ્વારા શાળામાં ઉગ્ર વિરોધ કરી શિક્ષિકા વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ઘટના બાદ વિદ્યાર્થીની પણ હેબતાઇ ગઇ છે. મહુધા તાલુકા મથકે આવેલી પ્રાથમિક કન્યામાં ફરજ બજાવતા સંગીતાબેન નામના શિક્ષિકાએ શાળામાં પ્રાર્થના સમયે […]
મહેમદાવાદ ગરનાળામાં દુર્ગંધયુક્ત પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી
મહેમદાવાદ શહેરમાં આવેલ રેલવે ગરનાળામાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનો ભરમાર જોવા મળી રહ્યો છે. અત્યારે વરસાદ પડતા ની સાથે જ ગરનાળામાં ગટરના ગંદા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ગરનાળામાં વાહનો બંધ થવાને લઇ ધક્કા મારવાનો વારો આવ્યો છે. મહેમદાવાદ રેલવે ગરનાળામાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનો ભરમાં જોવા મળી […]
ઈકો કારમાં આવેલા ત્રણ તસ્કરોએ 1.62 લાખના સામાનની ચોરી કરી, ઘટના સીસીટીવીમાં કેદ
કપડવંજ શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આવેલી સોલાર દુકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. દુકાનની જાળી પહોળી કરી તસ્કરોએ રૂપિયા 1.62 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી છે. ઈન્દ્રપ્રસ્થ રેસિડન્સીના રહેવાસી મનિષભાઇ પટેલ અને તેમના ભાઈ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં ડી/8 ખાતે સોલારની દુકાન ચલાવે છે. 28 એપ્રિલ 2025ની રાત્રે દુકાન બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે […]
પૂર્વ પ્રમુખ, પૂર્વ મંત્રી અને ક્લાર્કે 31 સભ્યોની જાણ બહાર 2.12 કરોડની ઉચાપત કરી
ઠાસરા ખાતે કાર્યરત ધી ઠાસરા ટીચર્સ કો.ઓ. ક્રેડિટ સોસાયટી લી. માં મોટી નાણાંકીય ગેરરીતિનો મામલો ઉજાગર થયો છે. સોસાયટીના પૂર્વ પ્રમુખ, પૂર્વ મંત્રી અને કોમ્પ્યુટર ક્લાર્કે ભેગા મળીને સોસાયટીમાથી કુલ રૂપિયા 2.12 કરોડો રૂપિયાની ઉચાપત આચરી ક્રેડિટ સોસાયટીને આર્થિક રીતે નુકશાન પહોંચાડ્યું છે. ક્રેડિટ સોસાયટીના 31 સભાસદોની જાણ બહાર લોન ઉધારી કરી નાણાકીય કૌભાંડ આચરવામા […]
14 શિક્ષકોની જગ્યાએ માત્ર 6 શિક્ષક, એક શિક્ષક બે-બે વર્ગ સંભાળે છે
કચ્છના આડેસર ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગંભીર અછત સર્જાઈ છે. કુમાર શાળામાં 14 શિક્ષકોની જરૂરિયાત સામે માત્ર 6 શિક્ષકો જ ફરજ બજાવી રહ્યા છે. ધોરણ 6થી 8માં છ વર્ગો માટે માત્ર બે શિક્ષકો જ છે. કન્યા શાળાની સ્થિતি પણ કંઈ જુદી નથી. અહીં મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી છે અને આઠ શિક્ષકો છે. દરેક શિક્ષકને […]