Gujarat

મીઠું ભરેલું ડમ્પર ડિવાઈડર પર ચડ્યું, વાહન વ્યવહાર ખોરવાયો

ભચાઉના કસ્ટમ ચાર રસ્તા પર ગઈકાલે મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો. દુધઈ તરફથી આવી રહેલું મીઠું ભરેલું ડમ્પર અચાનક બેકાબૂ બની રોડ વચ્ચેના ડિવાઈડર પર ચડી ગયું હતું. અકસ્માતના કારણે આજે સવાર સુધી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. સવારે વાહન માલિકે ક્રેન દ્વારા ડમ્પર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા ન મળતાં અન્ય […]

Gujarat

ખાવડા સ્થિત સોલાર પાર્કમાં પરપ્રાંતિય કામદારોના આધાર પુરાવાનું વેરિફિકેશન

કચ્છના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક તૈયાર થઈ રહ્યો છે.સરહદને જોડતા અફાટ રણમાં હાલે 13 હજારથી વધુ શ્રમિકો સોલાર પાર્ક બનાવવાની કામગીરીમાં જોડાયા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને શોધવામાં આવી રહ્યા છે.ખાસ કરીને બાંગ્લાદેશ અને તેને અડીને આવેલા રાજ્યોના નાગરિકોના આધાર પુરાવા તપાસવામાં આવી […]

Gujarat

28 પેઢીમાં ચેકીંગ, સીઝનલ મસાલા, ગોળ, નમૂના લેવાયા

જામ્યુકોની ફુડશાખાએ ગ્રેઈન માર્કેટમાં મિલા૫ ટ્રેડલિંક પ્રા.લિ.માંથી દેશી ગોળ, વિશ્વાસ ટ્રેડીંગ કાું.માંથી કોલ્હાપુરી ગોળ, અને દેશી ગોળ પાવરર (કેશર બ્રાન્ડ), ફિરોઝ ટ્રેડર્સમાંથી શુદ્ધ ગોળ (કાવેરી બ્રાન્ડ) અને નેચરલ ગોળ (ટીજી બ્રાન્ડ), મહેન્દ્ર કુમાર ગોપાલદાસમાંથી દેશી ગોળ, લીતેષ એન્ડ કંપનીમાંથી ગોળ (રાજમણી), હિન્દુસ્તાન ટ્રેડર્સમાંથી ગોળ (રાજભોગ), ભાવિન ટ્રેડર્સમાંથી ગોળ (કિશાન), જસવંત એન્ડ કંપની અને ભગવતિ ટ્રેડીંગમાંથી […]

Gujarat Sports

કાલાવડના લખન વારોતરીયાએ સિલ્વર મેડલ જીતી દેવભૂમિ દ્વારકાનું નામ રોશન કર્યું

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાયેલી 23મી એશિયન યોગાસન ચેમ્પિયનશિપ-2025માં ભારતે કુલ 87 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સ્પર્ધામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા કાલાવડ ગામના વતની લખન વારોતરીયાએ સિલ્વર મેડલ જીતીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સફળતાથી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો અને આહિર સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે. લખન વારોતરીયાની આ સિદ્ધિ […]

Gujarat

રાજ્યકક્ષાની તલવારબાજી સ્પર્ધામાં અન્ડર-14 બહેનોમાં ગાંધીનગર, સાબરકાંઠા, જૂનાગઢના ખેલાડી ચેમ્પિયન

જામનગરના આંગણે ખેલમહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની તલવારબાજી સ્પર્ધા મનપાના સ્પોર્ટસ કોમ્પલેકસમાં ચાલી રહી છે. આ સ્પર્ધા અંતર્ગત અંડર-14 વય જૂથની બહેનો માટે યોજાયેલી ત્રણ ઇવેન્ટ ઇપી, ફોઈલ અને સેબરની ફાઈનલ મેચો યોજાઈ હતી. અંડર-14 ઇપી ઇવેન્ટની ફાઈનલમાં ગાંધીનગરની ખાતન પારૂલે પ્રથમ સ્થાન મેળવી સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે સાબરકાંઠાની પટેલ જેન્સીએ દ્વિતીય સ્થાન મેળવી રજત ચંદ્રક […]

Gujarat

સંત રામપાલના વિવાદિત પુસ્તકનું જામનગર શહેરમાં વેંચાણ

જામનગર શહેરમાં હિન્દુ દેવી-દેવતાઓ અંગે વેદ પુરાણથી વિરૂદ્ધનું લખાથ થયેલા પુસ્તકોનું વેચાણ થતું હોવાની માહિતી પરથી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ ત્યાં પહોંચી જઈ વેચાણ કરી રહેલા બહેનોને પોલીસ સ્ટેશન લઈ જઈ તેમની સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. જામનગર માં રહેતા અને વિહિપ માં વિભાગ અધક્ષ તરીકે સેવા આપતા ભરતભાઇ ડાંગરીયા રવિવારે સવારે પોતાના […]

Gujarat

ઓશવાળ હોસ્પિટલ સામેથી દબાણ દૂર કરવામાં આવ્યા

જામનગરમાં ઓશવાળ હોસ્પિટલ સામે માર્ગ પરના રેંકડી, ટેબલ સહીતના દબાણો દૂર કરાયા હતાં. શહેરમાં એસ્ટેટ વિભાગની દબાણ હટાવ ઝુંબેશ સતત યથાવત રહી છે. જામ્યુકોની એસ્ટેટ શાખામાં કર્મીઓની બદલી બાદથી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ વેગવાન બની છે. છેલ્લાં થોડા દિવસોથી શહેરના જુદા-જુદા વિસ્તારમાં રજાના દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોમવારે ઓશવાળ હોસ્પિટલ સામે […]

Gujarat

ભુજના 27 કલાકારોએ નાટક રજૂ કર્યા, 13 લોકોને પરશુરામ એવોર્ડથી સન્માનિત કરાયા

જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમમાં સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ભગવાન પરશુરામજી જન્મોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરમાં પ્રથમવાર પરશુરામ નાટ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગનિષ્ઠા કલાવૃંદ ભુજના 27 ભૂદેવ કલાકારોએ નાટ્યોત્સવમાં પોતાની પ્રસ્તુતિ આપી હતી. દર્શકોએ જય જય પરશુરામ અને હર હર મહાદેવના નારા સાથે કલાકારોની પ્રસ્તુતિને વધાવી લીધી હતી. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં […]

Gujarat

પોલીસે બે બાંગ્લાદેશી મહિલાઓને વિઝા વગર ઝડપી, ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ

બનાસકાંઠા પોલીસની એલસીબી અને એસઓજી ટીમે પાલનપુર શહેરમાંથી વિઝા વગર ભારતમાં પ્રવેશેલી બે બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પાલનપુર ન્યુ બસ પોર્ટ પાસેથી એક શંકાસ્પદ મહિલા ઝડપાઈ હતી. પકડાયેલી મહિલાની ઓળખ ઝુલેખાખાતુન અરબઅલી માંડલ (ઉંમર 33) તરીકે થઈ છે. તે પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લાના રુદ્રપુર કુમરા કાશીપુર વિસ્તારની રહેવાસી છે. […]

Gujarat

એરોમા સર્કલ નજીક પુલ ઉપર કેળા ભરેલા ટેમ્પાનું ટાયર ફાટતાં પલટી મારી ગયો

અમદાવાદ થી કાચા કેળા ભરી રાજસ્થાન તરફ જઈ રહેલ એક ટેમ્પો પાલનપુર એરોમા સર્કલ નજીક બ્રિજ ઉપરથી પ્રસાર થઈ રહ્યો હતો. દરમિયાન ટાયર ફાટતા ટેમ્પો પલટી ગયો હતો. જેના ચાલક વાઘારામ આસુરામ રબારી ( ઉં.વ.65) ને ઇજાઓ થઈ હતી. જેને 108 ના પાયલટ સાદિકભાઈ શેખ અને એએમટી ગંગારામ ચૌધરીએ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.