Gujarat

અપહરણ કરી 5000 રૂપિયાની લૂંટ કરનાર બે શખ્સો ગણતરીના કલાકોમાં પકડાયા, એક સામે 22 ગુના નોંધાયેલા

ભુજ શહેરમાં બનેલી લૂંટની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ એક વ્યક્તિનું અપહરણ કરી તેની પાસેથી 5000 રૂપિયાની લૂંટ કરી હતી. ગત 2 તારીખે સરફરાજ ઈબ્રાહીમ ત્રાયા અને સલીમ ઉર્ફે ચલો જુસબ મમણે ગુનાહિત કાવતરું રચ્યું હતું. તેઓએ ફરિયાદીને તેના ઘરેથી બાઈક પર બેસાડી સંસ્કાર સ્કૂલની પાછળ લઈ ગયા હતા. ત્યાં તેઓએ ફરિયાદી […]

Gujarat

20 ગુનાઓનો ભેદ ઉકેલ્યો, 22.66 લાખના ચાંદીના દાગીના સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત

કચ્છ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે જૂન માસમાં નોંધપાત્ર કામગીરી કરી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ, પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર.જેઠી અને તેમની ટીમે વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌવંશ કતલખાનું ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી. માંડવીમાંથી ત્રણ શખ્સો પાસેથી 22.66 લાખની કિંમતના 25.900 ગ્રામ […]

Gujarat

ભુજ સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ, ખેડૂતોમાં આનંદની લાગણી

કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જિલ્લા મથક ભુજમાં બપોરે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. આ દરમિયાન રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. માનકુવા, સુખપર, મીરજાપર, વડજર અને માધાપર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. મુન્દ્રા તાલુકામાં દેશલપર કંઠી, ગુંદાલા, ભુજપુર અને […]

Gujarat

ચાર કલાકમાં છ ઈંચ વરસાદથી પાલનપુરમાં પુર જેવા દ્રશ્યો , 300 સોસાયટીઓમાં પાણી ઘૂસ્યાં

2022ની બીજી જુલાઈએ જે રીતે ભારે વરસાદ બનાસકાંઠામાં ત્રાટક્યો હતો તે જ રીતે 3 વર્ષે પાલનપુર શહેરમાં 3 જુલાઈ ચાર કલાકમાં 6 ઈંચ વરસાદમાં ઘમરોળાયું, બરાબર એજ સમયે બાજુના તાલુકાઓ દાંતીવાડા, ધાનેરા અને વડગામ તાલુકામાં વરસાદે રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું. બારે મેઘ ખાંગા થયા હોય તેમ પાલનપુર શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા. શહેરમાંથી […]

Gujarat

બે ઇંચથી વધુ વરસાદથી વાહનો બંધ પડ્યા, JCBથી ડિવાઈડર તોડી પાણીનો નિકાલ કરાયો

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં બે ઇંચથી વધુ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. થરાદ-વાવ હાઈવે પર પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાઈવે પર ભરાયેલા પાણીમાં એક એસટી બસ બંધ પડી ગઈ હતી. મુસાફરોએ બસને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવી પડી. રીક્ષા સહિતના અન્ય નાના-મોટા વાહનો પણ પાણીમાં […]

Gujarat

NHAI ઓફિસથી 100 મીટર દૂર ઢીંચણ સમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે વાહનો

પાલનપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની બેદરકારીથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બિહારી બાગ નજીક નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા છે. બે દિવસ વીતી ગયા છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. વાહન ચાલકોને ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ સમસ્યા NHAIની ઓફિસથી માત્ર 100 મીટરના અંતરે જોવા મળી […]

Gujarat

આદિપુરની ગુરુનાનક સ્કૂલના 340 વિદ્યાર્થીઓએ ગૌ પૂજન કર્યું, 10 જુલાઈએ પૂર્ણાહુતિ

કચ્છ જિલ્લાના અંજાર નજીક સિનાઈ રોડ પર આવેલા સદગુરુ રાયમલ ધામ આશ્રમ અને ગૌરી ગૌશાળામાં ગૌ શક્તિ યોગ યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 16 જૂનથી શરૂ થયો છે અને ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ તેની પૂર્ણાહુતિ થશે. આશ્રમના અધ્યક્ષ અને ભાગવત કથા વાચક શાસ્ત્રી ધનેશ્વર મહારાજ જોશી પંડિતના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું […]

Gujarat

દિલ્હીમાં નિષ્ઠા પ્રતિષ્ઠિત યુવા સિદ્ધિ પુરસ્કાર એનાયત, કેન્દ્રીય રાજ્યમંત્રીના હસ્તે સન્માન

દિલ્હીના લોટસ ટેમ્પલ સ્થિત ઓડિટોરિયમ-માહિતી કેન્દ્ર ખાતે નિષ્ઠા દ્વારા આયોજિત યુવા મહિલા સિદ્ધિ પુરસ્કાર સમારોહમાં નખત્રાણાની પૂજા સોનીને પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે. કાર્યક્રમમાં કોર્પોરેટ મંત્રાલય તથા માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી હર્ષ મલ્હોત્રા અને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર શ્રી મહિન્દ્રા આહુજા ઉપસ્થિત રહ્યા હતા. પૂજા સોની કૌટુંબિક પ્રસંગને કારણે […]

Gujarat

એક્લકડી હોડીઓને મંજૂરી છતાં મત્સ્ય વિભાગની મનમાની, 400 માછીમારો બેરોજગાર

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાનું જખૌ બંદર આજે ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. વાર્ષિક રૂ. 4 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતા આ મત્સ્ય કેન્દ્રમાં હાલ માછીમારોની સ્થિતિ દયનીય બની છે. એક જૂનથી ચોમાસા દરમિયાન યાંત્રિક અને એન્જિનવાળી બોટો પર પ્રતિબંધ છે. આ કારણે મોટી સંખ્યામાં બોટો જેટી અને કિનારા પર લાંગરેલી છે. જિલ્લા કલેક્ટર અને રાજ્ય […]

Gujarat

મુન્દ્રા હાઈવે પર 8 કિમી સુધી સર્પાકાર દોડ્યું વાહન, બાદમાં પલટી ખાધી

કચ્છના મુન્દ્રા તાલુકામાં સંભવિત દારૂના નશામાં ધૂત ટ્રેલર ચાલકે લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. છસરા અને મોખા ગામ વચ્ચે અંજાર-મુન્દ્રા હાઈવે પર આ ઘટના બની હતી. સ્થાનિકોના મતે ટ્રેલર ચાલકે દારૂના નશામાં લગભગ 8 કિલોમીટર સુધી વાહનને સર્પાકાર ગતિમાં દોડાવ્યું હતું. આ દરમિયાન રસ્તા પરના અન્ય વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા. અંતે ચાલકે વાહન […]