મેષ આજે તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મુકી દેશે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. આજે તમે અને તમારૂં પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો. તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો – તો તમે કશુંક નક્કર પગલું […]
Author: Admin Admin
ભાઇના ઘરમાંથી 40 લાખ લઇ પ્રેમી સહિત ત્રણ લોકોને આપ્યા, ભાઈએ પોલીસમાં કરી ફરિયાદ
કઠલાલ તાલુકાના ડાભીની મુવાડી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નલીનભાઈ ડાભીની નાની બહેન નિત્તલબેને ભાઈના વિશ્વાસનો ભંગ કર્યો છે. નલીનભાઈએ જમીન વેચાણના મળેલા રૂપિયા 40 લાખ ઘરના પીપમાં મૂક્યા હતા. તેની ચાવી નાની બહેન નિત્તલબેનને સોંપી હતી. નિત્તલબેને આ રકમમાંથી પોતાના પ્રેમી રમેશ રાઠોડને રૂપિયા 30 લાખ આપ્યા હતા. આ ઉપરાંત ગામના ભરતભાઈ […]
134 વિદ્યાર્થીઓ CET પરીક્ષામાં સફળ, વાલી સંમેલનમાં શિષ્યવૃત્તિ અને પ્રવેશ અંગે માર્ગદર્શન
મહેમદાવાદ તાલુકામાં શૈક્ષણિક ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. તાલુકાના ધોરણ 5ના વિદ્યાર્થીઓએ જ્ઞાનસેતુ CETની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. 134 વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ સફળ વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકો માટે મોદજ કુમાર શાળા અને બીઆરસી ભવન વાંઠવાળી ખાતે એક વિશેષ બેઠક યોજવામાં આવી. બેઠકમાં સીઆરસી કો-ઓર્ડિનેટર્સે વિદ્યાર્થીઓને મળનારી સરકારી સહાય અને […]
પૂજ્ય રવિશંકર મહારાજ હોલમાં 1200 લોકોનો બેન્કવેટ હોલ, 200 વિદ્યાર્થીઓની લાયબ્રેરી, 12 એપ્રિલે CM કરશે લોકાર્પણ
મહેમદાવાદ નગરના સ્ટેશન રોડ પર અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા નવનિર્મિત ‘પૂજ્ય રવિશંકર મહારાજ’ હોલ તૈયાર થઈ ગયો છે. આ અત્યાધુનિક હોલનું નિર્માણ રૂ. 20 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. ત્રણ માળના આ બહુઉદ્દેશીય ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 1200 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો બેન્કવેટ હોલ અને રસોડું છે. બીજા માળે સેન્ટ્રલ એસી સાથેની લાયબ્રેરી છે. […]
દૈનિક 350 મુસાફરોને વિનામૂલ્યે ઠંડી છાશનું વિતરણ, મહાવીર જયંતિએ જૈન સંસ્થા પણ જોડાઈ
કચ્છમાં આકરી ગરમી વચ્ચે રાપર એસટી ડેપોએ માનવતાની મિસાલ પેશ કરી છે. અત્યારે 40-45 ડિગ્રીની ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણમાં લોકોને રાહત આપવા માટે એસટી ડેપો દ્વારા છાશ વિતરણની સેવા શરૂ કરવામાં આવી છે. જિલ્લા વિભાગીય નિયામક યોગેશ પટેલની સૂચના મુજબ, રાપર ડેપો મેનેજર જયદીપ જોશીના નેતૃત્વમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. વેરશીભાઈ, શરીફભાઈ ચૌહાણ, […]
માતા-પિતા ત્રણ વર્ષની નૈનાને વળગી ગયા જેથી ઝાળ લાગે નહીં, બન્નેનું મૃત્યું થયું પણ દીકરીને જરાય ઈજા થઈ નહીં
ડીસા બ્લાસ્ટની ઘટનામાં હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. પહેલી એપ્રિલના રોજ થયેલા ભયાવહ ઘટનામાં સવારે 9:15 વાગે ઢુવા રોડ પરની દિપક ટ્રેડિંગ કંપનીમાં શટર બંધ રાખીને શ્રમિકો જ્યારે માર્શલ બોમ્બ બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બ્લાસ્ટ વખતે ઓરડીમાં માતા પિતાની નજીક ત્રણ વર્ષની નૈના પણ ત્યાં જ તેમની આગળ રમી રહી હતી. […]
થરાદમાં ભંગારના પાંચ ગોડાઉન સીલ કરાયા,હોસ્પિટલને નોટિસ
થરાદ થરાદમાં બુધવારે નગરપાલિકા દ્વારા પાંચ ભંગારના વાડા સીલ કરાયા હતા. હોસ્પિટલને નોટિસ અપાઇ હતી. જ્યારે ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાની ટીમે પોલીસ લાઈન પાછળ ખત્રી વાસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી 41 બોક્સ ફટાકડાનો બિન અધિકૃત જથ્થો મળી આવ્યો હતો. મકાન માલિક ઘટનાસ્થળે હાજર ન હતા, માત્ર ભાડૂઆત હાજર […]
થરાદ પંથકની નર્મદા કેનાલમાં તાત્કાલિક પાણી નહીં અપાય તો આંદોલન કરીશું
થરાદ થરાદપંથકમાં પસાર થતી નર્મદા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માટે ખેડૂતોએ બુધવારે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ.જો પાણી નહીં છોડવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી. થરાદ તાલુકાના ખેડૂતોએ જણાવ્યું હતુ કે, નર્મદા યોજનાની વિવિધ બ્રાંચ કેનાલો જેવી કે માડકા, માલસણ, ઢીમા, ગઢસીસર અને વેજપુર બ્રાંચ કેનાલમાં પિયત માટે પાણી ઉપલબ્ધ નથી. આના કારણે […]
છેલ્લા 4 દિવસથી 42 ડિગ્રીથી ઉપર તાપમાન, આજે વધુ વધવાની શક્યતા
બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું મોજું યથાવત છે. ગઈકાલે બપોરે એક વાગ્યે મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જિલ્લામાં લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આજે વહેલી સવારે તાપમાન 23.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વધુ રહી શકે છે. બપોરે 12 વાગ્યે 42 ડિગ્રી અને 1 વાગ્યે 42.2 […]
જેટકો ઓફિસ પાસે ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગ ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી, મોટી દુર્ઘટના ટળી
અમરેલી શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. તાપમાન 40થી 42 ડિગ્રી સુધી પહોંચતા આગની ઘટનાઓ સતત વધી રહી છે. કેરિયા રોડ પર આવેલી જેટકો ઓફિસની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી હતી. ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં જ અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે પાણીનો […]










