Gujarat

થર્મલ ચોકડીથી ગાયત્રી નગર સુધીના માર્ગ પર બંને બાજુ કચરાના ઢગલા

સેવાલિયા થર્મલ પાવર સ્ટેશનના થર્મલ ચોકડી થી ગાયત્રી નગર સુધી વીટીપીએસના મુખ્ય માર્ગ પર બંને બાજુ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. પાવર સ્ટેશન દ્વારા રોડની બંને બાજુ દરરોજ સફાઈ કરવામાં આવતી હતી. જે બંધ કરી દેવાતાં રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. થર્મલ પાવર સ્ટેશનની ચોકડી મુખ્ય માર્ગ થી પ્રવેશ દ્વારા સુધી બંને […]

Gujarat

મહેમદાવાદની ઈન્ડસઈન્ડ બેંકના પૂર્વ મેનેજરે 9 ગ્રાહકોના ખાતામાંથી 21.24 લાખની ઉચાપત કરી

મહેમદાવાદના કાચ્છાઈ ગામે આવેલી ઈન્ડસઈન્ડ બેંકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બેંકના પૂર્વ મેનેજર દ્વારા જ મોટી રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. નડિયાદના વાણીયાવાડ રોડ પર રહેતા ધ્રુવ હરેકૃષ્ણ દરજી, જેઓ એપ્રિલ 2023થી ડિસેમ્બર 2024 સુધી આ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા, તેમણે 9 ગ્રાહકોના ખાતામાંથી કુલ રૂપિયા 21.24 લાખની ઉચાપત […]

Gujarat

નડિયાદમાં રાતોરાત વિશેષ મિટિંગ ગોઠવાતાં 200થી વધુ બ્રાંચ પોસ્ટ ઓફિસો બંધ રહી

ખેડા જિલ્લામાં આવેલી પોસ્ટ ઓફિસોમાં મોટી સંખ્યામાં ખાતાધારકો આવતાં હોય છે. જેમાં જિલ્લામાં આવેલી 200 થી વધુ બ્રાંચ પોસ્ટ ઓફિસ બુધવારે બંધ હાલતમાં જોવા મળી હતી. અધિકારી દ્વારા મિટીંગમાં કર્મચારીઓને હાજર રહેવાનું ફરમાન કરવામાં આવતાં બ્રાંચ ઓફિસો બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મીટીંગમાં ખેડા, કપડવંજ, નડિયાદ અને ખંભાતની ઓફિસના કર્મચારીઓને બોલાવવામાં […]

Gujarat

નડિયાદ ગ્રેવિટી મોલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, વીજ પુરવઠો ખોરવાતા લોકો અટવાયા

નડિયાદ શહેરના ઉત્તરસંડા રોડ ઉપર અંબા આશ્રમની સામે આવેલા ગ્રેવિટી મોલમાં બુધવારે સાંજે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નડિયાદ શહેરના ઉત્તરસંડા તરફ જતા માર્ગ ઉપર નહેર નજીક આંબા આશ્રમની સામે આવેલ ગ્રેવિટી મોલમાં બુધવારે સાંજે આગ લાગતા અફરાતફરી મચી હતી. દુકાનદારો દ્વારા ઘટનાની જાણ નડિયાદ ફાયર […]

Gujarat

લગ્ન સમારંભમાં 2000 મહેમાનોને પર્યાવરણ સંકલ્પપત્ર અને સંસ્કૃત પુસ્તક અપાયું

ખેડા જિલ્લામાં એક લગ્ન સમારંભે પર્યાવરણ જાગૃતિ અને સાંસ્કૃતિક વારસાના જતન માટે અનોખી પહેલ કરવામાં આવી છે. પુલકિતભાઈ ગજેન્દ્રભાઈ જોશીના પુત્ર સંસ્કાર અને શ્રેયાના લગ્ન સમારંભમાં પર્યાવરણ સંરક્ષક ટીમે નવતર અભિગમ અપનાવ્યો હતો. સમારંભમાં ઉપસ્થિત 2000 જેટલા મહેમાનોને પર્યાવરણ સંરક્ષણ માટેના સંકલ્પપત્ર આપવામાં આવ્યા હતા. આ સંકલ્પપત્રમાં પાણીનો બચાવ, વૃક્ષારોપણ અને તેની જાળવણી તેમજ પ્લાસ્ટિકના […]

Gujarat

પતિએ દીકરી સંભાળવાની ના પાડી, પરિણિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં FIR

નડિયાદ તાલુકાના કંજોડા ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં દીકરીના જન્મ બાદ સાસરિયાઓએ પરિણિતા પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજાર્યો છે. ઠાસરા તાલુકાના વિઝોલ ગામની 22 વર્ષીય યુવતીના લગ્ન બે વર્ષ પહેલા કંજોડા ગામના યુવક સાથે થયા હતા. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ દિકરીના જન્મ બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. સાસુ-સસરા નાની-નાની વાતે પરિણિતાને […]

Gujarat

13 દુકાનો તોડ્યા બાદ વાણિયાવાડ જંકશન-કોલેજ રોડના દબાણકર્તાઓએ સ્વયંમ હટાવ્યા લારી-ગલ્લા

નડિયાદ મહાનગરપાલિકાએ રેલવે સ્ટેશન નજીક 13 દુકાનો તોડી પાડ્યા બાદ શહેરના અન્ય વિસ્તારોમાં દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. આ અસર હેઠળ વાણિયાવાડ જંકશન અને કોલેજ રોડ પરના લારી-ગલ્લા ધારકોએ મહાનગરપાલિકાની માત્ર મૌખિક સૂચનાથી જ પોતાના દબાણો દૂર કર્યા છે. નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર જી.એચ.સોલંકી અને ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરને સ્વચ્છ રાખવાની મુહિમ શરૂ કરવામાં આવી છે. […]

Gujarat

32 હેક્ટરનો વિસ્તાર બન્યો ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલા ગુનેરી ગામને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના પ્રયાસોથી ગુનેરીના 32.78 હેક્ટર વિસ્તારને ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં અરબી સમુદ્રથી 45 […]

Gujarat

મધ્યરાત્રે સામાન્ય બોલાચાલી બાદ ત્રણ શખ્સોએ 22 વર્ષીય યુવકને ધારદાર હથિયારથી રહેંસી નાખ્યો

ગાંધીધામ શહેરમાં એક ચકચારી હત્યાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જૂની સુંદરપુરી વિસ્તારમાં આવેલી સમાજવાડી પાસે મધ્યરાત્રીના 2 વાગ્યે સામાન્ય બોલાચાલી બાદ ત્રણ શખ્સોએ એક યુવકની હત્યા કરી નાખી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ, રવિ નારણ માતંગ, કરણ નારણ માતંગ અને સુનિલ અભુ સંજોટ નામના ત્રણેય આરોપીઓએ 22 વર્ષીય ગોપાલ વેલજી પિંગોલ નામના […]

Gujarat

નગરામાં ડમ્પિંગ સાઈટ ચાલુ થશે તો કંપની બહાર ધરણા કરવાની ગ્રામજનોની ચીમકી

માતર તાલુકાના નગરામાં ગામની સીમમાં સોલિડ કેમિકલ વેસ્ટ કચરાની ડમ્પિંગ સાઈટ જો ફરીવાર ચાલુ કરવામાં આવશે તો ગ્રામ લોકો કંપનીની બહાર ગેટ ઉપર બેસીને ધરણા કરશે. સાથે આજુબાજુના દસ ગામોના લોકો પણ આ કંપની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે તૈયાર છે. જીપીસીબી ડિવિઝન ગાંધીનગર ખાતેથી ભલે મંજૂરી મેળવી હોય તો પણ અમે આ ડમ્પીંગ સાઈટ […]