બ્રિસ્બેન 2032 ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવા અંગે ICC પ્રમુખ જય શાહે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના પ્રમુખ થોમસ બાક સાથે મુલાકાત કરી છે. IOC સત્ર 30 જાન્યુઆરીએ સ્વિટ્ઝર્લૅન્ડના લૌઝેનમાં ઓલિમ્પિક હાઉસ ખાતે મળવાનું છે. મંગળવારે, ICC એ સોશિયલ મીડિયા પર જય શાહનો ફોટો પોસ્ટ કર્યો. જેમાં ICC એ લખ્યું, ‘ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાના પ્રયાસો ચાલુ છે. […]
Author: Admin Admin
ક્વોલિફાયર્સમાં સિડની સિક્સર્સને 12 રનથી હરાવ્યું, રિલે મેરેડિથ પ્લેયર ઓફ ધ મેચ
હોબાર્ટ હરિકેન્સ બિગ બેશ લીગ (BBL)ની 14મી સિઝનની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટીમે 7 વર્ષ બાદ ટાઈટલ મેચમાં જગ્યા બનાવી છે. મંગળવારે હોબાર્ટે ક્વોલિફાયરમાં ત્રણ વખતની ચેમ્પિયન સિડની સિક્સર્સને 12 રનથી હરાવ્યું હતું. પાવરપ્લેમાં 2 વિકેટ લેનાર ફાસ્ટ બોલર રિલે મેરેડિથ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. હોબાર્ટમાં પ્રથમ બેટિંગ કરતા ટેબલ […]
ભુજના માધાપરની ‘પપી કડલ્સ’માં શ્વાનની નાજૂક સ્થિતિ, ખડકો તોડવા વપરાતો વિસ્ફોટક હોવાની શક્યતા
ભુજ શહેરના કોટ વિસ્તારમાં એક ગંભીર ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. સુમરા ડેલી નજીક જૂના સ્વામિનારાયણ મંદિર પાસે એક શેરી કૂતરાએ વિસ્ફોટક પદાર્થને ખોરાક સમજી મોઢામાં લેતા તેમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કૂતરાના જડબાના ચીંથરા ઉડી ગયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા શ્વાનને માધાપર સ્થિત ‘પપી કડલ્સ’ સંસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. […]
412 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને ફાયર બ્રિગેડે આપી વ્યવહારિક માર્ગદર્શિકા
બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલી ચુડમેર પ્રાથમિક શાળામાં ‘ગુજરાત શાળા સલામતી 2025’ અંતર્ગત એક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થરાદ ફાયર બ્રિગેડની ટીમે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓથી બચવા માટેની વ્યવહારિક તાલીમ આપી હતી. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આગ, પૂર અને ભૂકંપ જેવી […]
હનુમાન ચાલીસા, પૂજા-અર્ચના અને સંતોના પ્રવચન સાથે ભવ્ય ઉજવણી
થરાદના નર્મદાનગર સોસાયટીમાં આવેલા રામાનંદી સાધુ સમાજ ભવનમાં જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની 725મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં હનુમાનજી મહારાજના સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં હનુમાનજી મહારાજની આરતી બાદ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની વિશેષ પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાધુ વિધિ દશરથદાસ અને સાધુ યશસ્વી […]
હાટકેશ્વર બ્રિજથી કુખ્યાત અજય ઇન્ફ્રાના વધુ એક તકલાદી પુલથી રેલવેને 100 કરોડ નુકસાન
અમદાવાદમાં બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રાએ બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી ઉપર બનાવેલો રેલવે બ્રિજ પણ તકલાદી હોવાનો રેલવેના વિજિલન્સ રિપોર્ટમાં ખૂલાસો થતાં ખળભળાટ મચી ગયો છે. એજન્સીએ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરી સ્ટીલ, સિમેન્ટ કોંક્રિટ સહિતનું મટિરિયલ યોગ્ય માત્રામાં નહીં વાપર્યું હોવાનું અને બીમ પણ ઓછી ઊંડાઇના હોવાનું બહાર આવ્યું છે. આ મામલે શિહોરી પોલીસ […]
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઈન્ટર કોલેજ સ્પર્ધામાં સતત ત્રીજી વખત ચેમ્પિયન
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઈન્ટર કોલેજ સોફ્ટબોલ સ્પર્ધામાં ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ડીસાની મહિલા ટીમે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કોલેજની મહિલા ટીમે સતત ત્રીજી વખત ચેમ્પિયનશીપ જીતીને હેટ્રિક નોંધાવી છે. ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના યજમાનપદે યોજાયેલી આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોલેજોની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડીસા કોલેજની ટીમની સફળતા […]
વેસ્ટેજ માલની આડમાં 12.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે બુટલેગર ઝબ્બે
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે રૂટિન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકને રોકી તપાસ કરતાં વેસ્ટેજ માલની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 160 પેટી જપ્ત કરી છે, જેની કિંમત રૂ. 12,23,760 થવા જાય છે. પોલીસે ટ્રક […]
ગાંધીધામ ચેમ્બર દ્વારા DGFT-FIEO સાથે નિર્યાત જાગૃતિ કાર્યક્રમનું આયોજન
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નિર્યાત બંધુ અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. DGFT અને FIEO ના સહયોગથી આયોજિત “જિલ્લા આઉટરીચ પ્રોગ્રામ અને નિર્યાત જાગૃતિ કાર્યક્રમ”માં નિર્યાતકારોને વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, કચ્છની ભૌગોલિક સ્થિતિ, ઉદ્યોગસાહસિકોની કાર્યક્ષમતા અને સરકારની પ્રગતિશીલ નીતિઓના […]
સુમરા ડેલી પાસે ખોરાક સમજીને શ્વાન વિસ્ફોટક પદાર્થ ખાઈ લેતા જડબું ફાટી ગયું, કરુણ મોત
શહેરના કોટ વિસ્તારમાં બનેલી ગંભીર ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. સુમરા ડેલી નજીક જૂના સ્વામિનારાયણ મંદિર પાસે એક શેરી કૂતરાએ વિસ્ફોટક પદાર્થને ખોરાક સમજી આરોગતા તેના મોંમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કૂતરાના જડબાના ચીંથરા ઉડી ગયા હતા જેનું કરુણ મોત થયું છે જેથી લોકોમાં નારાજગી સાથે ભારે આક્રોશ ફેલાઇ ગયો છે. મંગળવારે બપોરના […]










