રાપર પોલીસે ગુનાખોરી પર અંકુશ મેળવવા મોટી કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન એક જ રાતમાં 23 ગુના નોંધાયા અને 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તાલુકાના 44 જેટલા સ્થળોએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં પ્રોહિબિશનના 17 કેસ, […]
Author: Admin Admin
ફોરચ્યુનર અને બ્રેઝા કાર સાથે ₹20.41 લાખનો વિદેશી દારૂ જપ્ત, ચાલકો ફરાર
બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે મોટો જથ્થો પકડાયો છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે પાલનપુર તાલુકા વિસ્તારમાં સફળ કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ચિત્રાસણીથી બાલારામ જતા રોડ પર બાલારામ રિસોર્ટની પાછળ નદીના રસ્તે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક ફોરચ્યુનર કાર અને તેનું પાયલોટિંગ કરતી […]
મહિલાને એક વર્ષની કેદ અને રૂ.9 લાખ વળતર ચૂકવવા આદેશ, નહીં ચૂકવે તો વધુ 3 માસની સજા
ડીસામાં એક નોંધપાત્ર ચેક રિટર્ન કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે આરોપી મહિલાને એક વર્ષની કેદની સજા ફટકારી છે. કેસની વિગતો મુજબ, ડીસાના શ્રીરામ ચોક વિસ્તારના રહેવાસી પરેશકુમાર ચોખાવાલા પાસેથી તેમના મિત્ર રસિકલાલ ચોખાવાલાએ રૂ.9 લાખ ચાર માસ માટે ઉછીના માંગ્યા હતા. પરેશભાઈએ સહકારી મંડળીમાંથી રૂ.20 લાખની લોન લઈને તેમાંથી […]
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સોફ્ટબોલમાં સતત બીજી વખત ચેમ્પિયન
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ સ્પર્ધામાં ડીસા કોલેજે ઇતિહાસ રચ્યો છે. ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસાએ સતત બીજી વખત ચેમ્પિયનશિપ જીતી લીધી છે. આ સ્પર્ધાનું આયોજન ડીસા કોલેજમાં કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો હતો. ડીસા કોલેજનું સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ વર્ષ દરમિયાન ખેલાડીઓને વ્યવસ્થિત તાલીમ આપે છે, […]
આંગણવાડી કેન્દ્રો દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ, બાળકો-માતાઓને પોષણ અંગે માર્ગદર્શન અપાયું
પાલનપુરમાં આઇ.સી.ડી.એસ ઘટક દ્વારા આયોજિત પોષણ ઉત્સવ-2024 અંતર્ગત એક મહત્વપૂર્ણ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. 18 જાન્યુઆરી, 2025ના રોજ યોજાયેલા ઘટક કક્ષાના કાર્યક્રમમાં વિજેતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ લાવવાનો હતો. આંગણવાડી કેન્દ્રો દ્વારા માતૃ શક્તિ, બાલ શક્તિ અને પુર્ણા શક્તિ જેવા […]
બિહારની ટીમ વતી રમતા તનીશે રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરમાં 5મો ક્રમ મેળવ્યો
સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલી ઓલ એજ ગ્રુપ નેશનલ જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપ 2024-25માં અંબાજીના યુવા જિમ્નાસ્ટ તનીશ જોષીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. 25 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી ચાલેલી આ સ્પર્ધામાં દેશભરની 30થી વધુ ટીમએ ભાગ લીધો હતો. અંબાજીના રાજેન્દ્રનગર વિસ્તારના રહેવાસી કમલેશ જોષીના પુત્ર તનીશે બિહારની ટીમ વતી 2 જાન્યુઆરીએ વોલ્ટિંગ ટેબલ ઇવેન્ટમાં ભાગ […]
રાપરમાં 8.29 લાખનો દારૂ પકડાયો, પણ વિડીયોગ્રાફી ન કરતાં આરોપીને જામીન મળ્યા
રાપર પોલીસે અંદાજીત એક મહિના પહેલા રૂ. 8.29 લાખનો વિદેશી દારૂ પકડ્યો હતો, પરંતુ કાર્યવાહી દરમિયાન વિડીયોગ્રાફી ન કરવાની ભૂલને કારણે આરોપીને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આ કેસમાં યશપાલસિંહ બળુભા ઉર્ફે બળવંતસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે લાકડિયાના આનંદ બાવાજી અને વનરાજસિંહ દીલુભા જાડેજાને માલ મોકલનાર અને મંગાવનાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આરોપીના […]
સવાર-સાંજ ઠંડી, બપોરે ગરમી, નલિયામાં 11 અને ભુજમાં 14.4 ડિગ્રી તાપમાન
કચ્છ જિલ્લામાં વિચિત્ર વાતાવરણની સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ સવાર અને સાંજના સમયે ઠંડીનો ચમકારો અનુભવાય છે, તો બીજી તરફ બપોરના સમયે સૂર્યનો તાપ લોકોને પરેશાન કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નલિયામાં લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે, જે સતત ત્રીજા દિવસે પણ ડબલ આંકડામાં રહ્યું છે. અહીં મહત્તમ તાપમાન 30 ડિગ્રી […]
અદાણી પોર્ટ દ્વારા વારંવાર સ્થળાંતર, માળખાકીય સુવિધાઓના અભાવે પરેશાન
મુન્દ્રા તાલુકાના કુતડી બંદર અને ટુન્ડાવાંઢ વિસ્તારમાં છેલ્લા 100 વર્ષથી પરંપરાગત માછીમારી કરતા 650 પરિવારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ દ્વારા આ માછીમારોને વારંવાર સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. પહેલા મુન્દ્રા તાલુકાના આઈસલેન્ડથી નવીનાલ કાંઈવાડી ડ્રીક અને ત્યાંથી શેખરણપીર કુતડી બંદર પર સ્થળાંતર કરાયા છે. કંપની દ્વારા 7 વર્ષ પહેલા પીવાનું […]
PGVCLએ પ્રોટેક્શન વૉલ બનાવવાનું કાર્ય શરૂ કર્યું, PWDની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ
જૂનાગઢના ઐતિહાસિક મજેવડી દરવાજા પાસે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. દરવાજાની પાછળની દીવાલમાં તિરાડો પડી છે અને તે નમી જવાના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા વચ્ચે પીજીવીસીએલે સ્વયં પહેલ કરી છે. પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર વી.કે. ચાંડપાએ જણાવ્યા મુજબ, હેરિટેજ બિલ્ડિંગને નુકસાન અને સંભવિત જાનહાનિ અટકાવવા માટે પ્રોટેક્શન વૉલ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક તંત્રને […]










