Gujarat

સુસવાટા મારતા પવન વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો ધસારો, વહેલી સવારથી જ યાત્રિકોની ભીડ

જુનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આકરી ઠંડી અને તીવ્ર પવન વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. 12 ડિગ્રી તાપમાન અને તીવ્ર પવન વચ્ચે પણ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ભગવાન દત્તાત્રેય અને મા અંબાના દર્શન માટે પર્વત ચઢી રહ્યા છે. વહેલી સવારે 4 વાગ્યાથી જ પરિવાર અને નાના બાળકો સાથે શ્રદ્ધાળુઓ હાથમાં લાકડીનો ટેકો […]

Gujarat

કહ્યું-‘વિજય બાપુ અને ગીતાબેનની સુરક્ષા માટે સરકાર કમાન્ડો ફાળવે, પગાર ચૂકવવાની જવાબદારી મારી’

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સતાધાર મઠના વિવાદ મામલે હવે આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ આજે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જૂનાગઢ આઈજી, કલેક્ટર અને વિસાવદર પોલીસ પાસે સતાધારના મહંત વિજય બાપુ અને ગીતાબેનની સુરક્ષા માટે કમાન્ડો ફાળવવાની માંગ કરી છે. નરેન્દ્ર બાપુએ કમાન્ડોના પગારની જવાબદારી પણ પોતાના શિરે લેવાનું જણાવ્યું છે. આ વિવાદની શરૂઆત ત્યારે […]

Gujarat

110 બાઈક સાથે 200 લોકોની રેલી, પક્ષી સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવી

નડિયાદમાં ઉત્તરાયણ પર્વ પહેલા કરુણા અભિયાન-2025 અંતર્ગત પક્ષી સંરક્ષણ માટે વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. IFS અધિકારી શ્રી અભિષેક સામરિયા, જે નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ-નડિયાદના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. રેલીમાં સામાજિક વનીકરણ રેન્જ-નડિયાદના આર.એફ.ઓ. અને તેમની ટીમ, એસ.આર.પી. ગ્રુપ-7નો સ્ટાફ, નડિયાદ પોલીસ અને ટ્રાફિક સ્ટાફના જવાનો તેમજ નડિયાદ સોમિલ […]

Gujarat

લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી, નૂતન અક્ષર ભુવનનું શિલાપૂજન કર્યું, સંતોએ ભવ્ય સ્વાગત કર્યુ

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આજે શનિવારે પ્રખ્યાત ભાગવત કથાકાર રમેશ ઓઝાએ વિશેષ મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, રણછોડરાય, ધર્મભક્તિ વાસુદેવ અને હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવના દર્શન કર્યા હતા. વડતાલ ધામના મુખ્ય સંતો જેમાં SGVP-છારોડીના માધવપ્રિયદાસજી સ્વામી, મેમનગરના બાલકૃષ્ણદાસજી સ્વામી, વડતાલ ધામના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામી અને સત્સંગ મહાસભા પ્રમુખ નૌત્તમપ્રકાશદાસજી સ્વામી […]

Gujarat

500થી વધુ લોકોની હાજરીમાં વક્તૃત્વ સ્પર્ધા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 10 જાન્યુઆરી 2025ના રોજ વિશ્વ હિન્દી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં 500થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેન્ટરના કમ્યુનિકેશન મેનેજર ઉજ્જવલ કુમારે વિદ્યાર્થીઓને હિન્દી ભાષાનું વૈશ્વિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે હિન્દીને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી, સાંસ્કૃતિક અને સંદેશાવ્યવહારની ભાષા તરીકેના મહત્વ પર પ્રકાશ પાડ્યો […]

Gujarat

કટલરીની દુકાનમાંથી રૂ.19,800ની કિંમતના 165 ગ્લુ બોર્ડ જપ્ત, વેપારી સામે ગુનો દાખલ

પાટણ શહેરમાં એસ.ઓ.જી. પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં સિદ્ધપુર ચાર રસ્તા નજીક આવેલા તિરૂપતિ બજારની એક કટલરીની દુકાનમાંથી પ્રતિબંધિત ગ્લુ ટ્રેપ બોર્ડનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે દુકાનમાં તપાસ કરતાં “ARBUDA POWER LEAF MOUSE RAT Glue Board”ના બે બોક્સમાંથી કુલ 165 નંગ ગ્લુ ટ્રેપ બોર્ડ મળી આવ્યા હતા. એક ગ્લુ બોર્ડની […]

Gujarat

50 જૂના ટાયરમાંથી બનાવ્યા બાળકો માટે રમકડાં અને વૃદ્ધો માટે બેઠક વ્યવસ્થા, માત્ર 5000નો ખર્ચ

પાટણ શહેરમાં નગરપાલિકાના સિટી મેનેજર અભિષેક પટેલે એક અનોખી પહેલ કરી છે. તેમણે વેસ્ટ ટુ વન્ડર પ્રોજેક્ટ અંતર્ગત જૂના ટાયરોમાંથી બાળકો અને વૃદ્ધો માટે ઉપયોગી 16 જેટલી વસ્તુઓ બનાવી છે. આ પ્રોજેક્ટ અધારા દરવાજા બહારના બગીચા અને આનંદ સરોવર બગીચામાં અમલમાં મૂકવામાં આવ્યો છે. અભિષેક પટેલે પોતાની નિયમિત કામગીરી ઉપરાંત સાંજે અને મોડી રાત સુધી, […]

Gujarat

એક પતંગ બનાવવા માટે 7 કારીગરો અને 3 મિનિટનો સમય, નડિયાદની પતંગોની દેશભરમાં માંગ

નડિયાદ શહેરમાં પતંગ નિર્માણનો વ્યવસાય ધમધમી રહ્યો છે, જ્યાં લગભગ 500 પરિવારો આ પારંપરિક કળા સાથે જોડાયેલા છે. એક પતંગ બનાવવાની પ્રક્રિયામાં સાત અલગ-અલગ કારીગરોનો હાથ હોય છે અને આ સમગ્ર પ્રક્રિયા માત્ર 2-3 મિનિટમાં પૂર્ણ થાય છે. પતંગ બનાવવા માટે વિશેષ પ્રકારના હલકા વજનના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે, જે પતંગને આકાશમાં સરળતાથી ઉડવામાં […]

Gujarat

અયોધ્યા રામમંદિરમાં વર્ષ દરમિયાન થયેલા ઉત્સવોની ઝાંખી વિશેષ પાંચ પતંગો દ્વારા રજૂ કરાઈ

નડિયાદ શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે 141 વર્ષ જૂનું શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર આવેલું છે. જેમાં દર શનિવારે અલગ અલગ પ્રકારના અવલોકિક શણગાર કરવામાં આવે છે અને સવારથી જ ભક્તો આ શણગાર દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ પ્રાચીન શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં ઉતરાયણ પર્વ અને અયોધ્યા રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠની નિમિતે […]

Gujarat

કલેકટર સાથે સમાવિષ્ટ વિસ્તારોની મુલાકાત લઈ વરસાદી પાણીના નિકાલની ચર્ચા કરી

નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર જી.એચ. સોલંકીએ તેમના કાર્યભાર સંભાળ્યા બાદ પહેલા જ દિવસે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ સાથે મનપામાં સમાવિષ્ટ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ભરાવાના મુદ્દે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કમિશનર સોલંકીએ શહેરમાં વરસાદી પાણી […]