નડિયાદમાં આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સામાજિક વનીકરણ વિભાગે પક્ષી સંરક્ષણ માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. વિભાગ દ્વારા શહેરમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, વન વિભાગના સ્થાનિક સ્ટાફે નડિયાદના પતંગ બજારમાં વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન વેપારીઓને ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં […]
Author: Admin Admin
થરાદ બજારમાંથી માર્કેટયાર્ડ જવાના રસ્તા પર વીજ કંપનીના વચ્ચે પડેલા વાયરોને આખરે હટાવવામાં આવ્યાં
થરાદ માર્કેટ યાર્ડ જવાના રસ્તા પર મોટા અંડર ગ્રાઉન્ડ વિજ લાઇનના વાયર રોડ વચ્ચે ત્રણ ચાર દિવસથી પડેલ હોવાથી જેનો એહવાલ પ્રકાશિત કરવામાં આવતાં કોન્ટ્રાકટર દોડતાં થયા હતાં. વિજ વાયરને હટાવવામાં આવ્યાં હતાં. વિજ વાયર હટાવતાં રાહદારીઓમા હાશકારો થયો હતો. થરાદ મુખ્ય બજારમાં માર્કેટ યાર્ડ જવાના રસ્તા પર વાહન વધુ પ્રમાણમાં હોય છે. ગામડાઓમાં આવતાં […]
થરાદ પોલીસે ટુ વ્હીલર વાહન ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ (તાર) લગાવ્યાં
થરાદ ટ્રાફિક પોલીસ દ્વારા આગામી દિવસોમાં આવી રહેલા ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર વાહનો પર સેફટી ગાર્ડ એટલે કે, તાર લગાડી વાહન ચાલકોની સુરક્ષા અને સલામતીની કાળજી લેવામાં આવી છે. થરાદ પોલીસ લોકો ને ચાઇનીઝ દોરી ન વાપરવા અપીલ કરી. ઉત્તરાયણના પર્વ સમયે પતંગના દોરાથી ઘણા લોકોના ગાળા કપાઈ જવાના બનાવો બનતા રહે છે જેના […]
ધાનેરા હિત રક્ષક સમિતિના લાલ ચોક ખાતે ધરણા, બનાસકાંઠામાં રહેવા માગણી
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા વાવ-થરાદ જિલ્લામાં સમાવિષ્ટ ધાનેરા તાલુકાના લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ધાનેરા હિત રક્ષક સમિતિએ શહેરના લાલ ચોક ખાતે ધરણા યોજ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો જોડાયા હતા. રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2025થી અમલી બનેલા નવા જિલ્લા વિભાજનમાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ […]
જૂનાગઢ કલેક્ટર કચેરીમાં દર ગુરુવારે પ્રાકૃતિક શાકભાજી હાટ યોજાશે, 21 હજાર ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી
જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કલેક્ટર કચેરી દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. કચેરીના પ્રાંગણમાં દર ગુરુવારે સાંજના સમયે પ્રાકૃતિક કૃષિ હાટનું આયોજન કરવામાં આવશે, જ્યાં ખેડૂતો સીધા જ ગ્રાહકોને પોતાની પ્રાકૃતિક ખેત પેદાશો વેચી શકશે. જિલ્લામાં અત્યાર સુધીમાં 1 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 21 હજાર […]
વસોમાં સરસ્વતી વિદ્યાલય નવીન શાળાનું શિક્ષણમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં ગળતેશ્વરના વસો ગામ ખાતે સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે વસો ગ્રામવાસીઓને સરસ્વતી વિદ્યાલય નવીન શાળા માટે શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે શરૂ કરાયેલ સર્વ શિક્ષા અભિયાન, નમો સરસ્વતી યોજના, પીએમ શાળા, […]
ખેડાના વિવિધ વિસ્તારોમાં 7 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે, નડિયાદ રેન્જમાં કુલ 8 કન્ટ્રોલ સેન્ટર તૈયાર કરાશે
ઉત્તરાયણ નિમિત્તે કરૂણા અભિયાનની ઉજવણી અંતર્ગત જન જાગૃતિ વધે તેમજ જન સતર્કતાના ભાગરૂપે વન વિભાગ દ્વારા જિલ્લામાં માતર, કઠલાલ, ઠાસરા અને નડિયાદ જેવા વિવિધ વિસ્તારોમાં 7મી જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન નુક્કડ નાટક તથા શાળા-કોલેજમાં વિવિધ નાટક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કરુણા અભિયાનની પુર્વ તૈયારીના ભાગ રૂપે પશુપાલન વિભાગ સાથે મળીને પશુ દવાખાનાઓમાં વિસ્તારોમાં 10મી […]
મહેળાવથી ચાણસદ સુધીની એસટી બસનો પ્રારંભ કરાયો
બી.એ.પી.એસ સંસ્થાના ગુરુ મહંતસ્વામી મહારાજના સંકલ્પ સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સહકારથી તાલુકાના હરિભક્તો – દર્શનાર્થીઓ સરળતાથી પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાન, ચાણસદ ખાતે દર્શનયાત્રાનો લાભ લઈ શકે તેવા આધ્યાત્મિક હેતુ સાથે 6 જાન્યુઆરી 2025 થી રોજ મહેળાવ બસ સ્ટોપ ખાતેથી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની બે સંત વિભુતીઓના જન્મસ્થળની મુલાકાત લઇ હરિભક્તો […]
કેવાયસી માટે ધસારો, સુવિધા ન હોવાથી કચેરી બહાર પગથિયા પર બેસવાનો વારો
નડિયાદ કલેક્ટર કચેરી ખાતે બનાવવામાં આવેલાં જનસુવિધા કેન્દ્રમાં મોટી સંખ્યામાં અરજદારો પોતાના આધાર કાર્ડમાં કેવાયસી અને મોબાઈલ નંબર બદલવા માટે આવતાં હોય છે. જોકે કચેરીમાં બેસવાની અપુરતી સુવિધા હોવાને કારણે અરજદારોને કચેરીની બહાર જમીન પર જ બેસી રહેવાની ફરજ પડે છે. નડિયાદમાં આવેલ કલેકટર કચેરી ખાતે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં અરજદારો સરકારી કામ લઇને આવતાં […]
નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં સૂસવાટા ભેર પવન સાથે ઠંડીનો ફરી ચમકારો જોવા મળ્યો
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે મંગળવારે સવારથી જ ઠંડીનો પુનઃ ચમકારો શરૂ થયો છે. તાપમાન ગગડતા સમગ્ર ખેડા જિલ્લો ઠંડીમાં ઠુઠવાયો છે. તો બીજી તરફ વાતાવરણ પણ વહેલી સવારે ધુમ્મસ ભર્યું છવાયું હતું. હાલ સમગ્ર જિલ્લામાં શિયાળાની ઋતુની બરાબર જમાવટ ચાલી રહી છે. નડિયાદ શહેર સહિત જિલ્લાભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજથી […]