કચ્છ જિલ્લામાં પવનના જોરે ઠારની તિવ્રતા વધતા ફરી ઠંડી સક્રિય બની ગઈ હોય તેમ માહોલમાં ટાઢડું છવાઈ ગયું છે. ભુજ શહેરમાં ન્યૂનતમ તાપમાનનો પારો સવારમાં મોડે સુધી 11 ડીગ્રી યથાવત્ રહેતા શહેરીજનોને શીત લહેરનો અનુભવ થઇ રહ્યો છે. જેને લઈ લોકો ગરમ વસ્ત્રો પહેરેલા જોવા મળી રહ્યા છે. પરોઢના સમયે શહેરના જાહેર માર્ગો ઉપર ઠંડીના […]
Author: Admin Admin
પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહને ભાજપ પર ભરોસો નથી, સ્ટ્રોંગરૂમ પર નજર રાખવા 8 માણસોનો પહેરો મૂક્યો
ખેડા જિલ્લાના સરકારી માળખામાં દબદબો ધરાવતી ખેડા જિલ્લા સહકારી સંઘની સંચાલક મંડળના સભ્યોની ચૂંટણી શનિવારે યોજાઇ હતી. જેમાં 5 બેઠક ઉપર 12 ઉમેદવારો માટે કુલ 254 મતદારોમાંથી 251 મતદારોએ મતદાન કરતા 98.81% મતદાન થયું છે. જોકે, સૌથી ચર્ચાસ્પદ માતર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપ પર ભરોસો ન હોવાનું કહીને […]
વાલીયાના દિવ્યાંગ યુવાને ઈન્ટરનેશનલ દિવ્યાંગ ટેલેન્ટ્સ કોમ્પિટિશનમાં ગણેશ વંદના ડાન્સ કરી પ્રથમ સ્થાન મેળવ્યું
ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામે રહેતા પ્રજ્ઞાચક્ષુ માસ્ટર પિન્ટુએ તાજેતરમાં દિવ્યાગો માટે યોજાયેલી ઇન્ટરનેશનલ દિવ્યાંગ ટેલેન્ટ્સ કોમ્પિટિશનમાં સતત બીજી વખત બાજી મારી છે. ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સતત બીજી વખત બાજી મારી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. સેવાલીયા ખાતે રહેતા પ્રજ્ઞાચક્ષુ પિન્ટુ માસ્ટરે ડિસેમ્બરના છેલ્લા વીકમા ઓરિસ્સા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ દિવ્યાંગ ટેલેન્ટ્સ કોમ્પિટિશનમાં […]
પત્નીએ મોબાઈલ ચેક કરતા વોટ્સએપમાં મેસેજ મળતા પતિના આડા સંબંધનો ભાંડો ફૂટ્યો, પરિણીતા પર સાસરિયાઓએ પણ ત્રાસ ગુજાર્યો
નડિયાદ શહેરની 27 વર્ષિય યુવતીના લગ્ન જીવન ખુબ જ ટૂંકાગાળામાં ડામાડોળ પર આવી ગયું છે. સાસુ, સસરા, નણંદનો ત્રાસ સહન કરી રહેતી પીડીતાને પતિએ પણ દગો આપ્યો છે. પતિના અન્ય યુવતી સાથે આડા સંબંધે ગૃહસ્થ જીવનમાં ખુશીઓ વેરવીખેર કરી છે. પત્નીએ પતિનો મોબાઇલ ફોન ચેક કરતા વોટ્સએપમાં મેસેજ મળતા પતિના આડા સંબંધનો ભાંડો ફૂટ્યો હતો. […]
નડિયાદના પરિવારને ચાર વર્ષીય દીકરી સાથે ઓન્ટારિયો જવું હતું, 30 લાખ ફીમાં 25 લાખ આપ્યા છતાં પ્રોસેસ નહીં, છેવટે ફરિયાદ
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પરદેશ જવા ઈચ્છુક દંપતીએ નાણાં ગુમાવ્યા છે. વિઝાનું કામ કરતા બે સગા ભાઈઓએ રૂપિયા 25 લાખ લીધા બાદ પણ વિઝાનું કામ નહીં કરી આપતાં આ સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો છે. જોકે, આ લીધેલા રૂપિયા પરત નહીં આપતા સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નડિયાદના દંપતીને ચાર વર્ષીય દીકરી […]
કાવઠ પાટીયા પાસે બાયડ પોલીસે ભારે વાહનોને અટકાવતા ત્રણ કિલોમીટરની સુધી લાઈનો લાગી
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી નડિયાદથી મોડાસાને જોડતો સ્ટેટ હાઇવે નંબર 59 પસાર થાય છે. આ માર્ગ પરથી રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ભારે વાહનો માલ સામાનની અવરજવર માટે નડિયાદ મોડાસાને જોડતા સ્ટેટ હાઇવે નંબર 59 પરથી પસાર થાય છે. રવિવારે વહેલી સવારથી જ કાવઠ પાટીયા પાસે બાયડ પોલીસ […]
નડિયાદની સી. બી. પટેલ આર્ટસ કોલેજ દ્વારા ઉતરાયણ સંદર્ભે બાઇક પર સેફ્ટી ગાર્ડનું વિતરણ કરાયું
ચરોતર પંથકની સુપ્રસિદ્ધ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા આચાર્યની પ્રેરણા અને માર્ગદર્શનથી ઉતરાયણ સંદર્ભે લોકો મુસાફરોના બાઈક પર તાર બાંધવામાં આવ્યાં હતાં. ઉતરાયણ પર્વમાં પતંગ રસિયા દ્વારા ચાઇના દોરીથી પતંગ ચગાવવામાં આવે છે. કેટલાય સંજોગોમાં ચાઇના દોરી જાહેર માર્ગ પર આવી જતા લોકોના ગળા પર નુકશાન પહોંચાડી મોતને ઘાટ ઉતારે છે. આવા સંજોગોમાં NSSના […]
વસોના રૂણ કન્યા છાત્રાલયમાં શૈક્ષણિક પૂતળી ખેલ યોજાયો, 225 દીકરીઓ તેમજ વૃદ્ધાશ્રમના વડીલોએ ખેલ નિહાળ્યો
વસો તાલુકાના રૂણ ગામે નડિયાદના વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા શૈક્ષણિક પૂતળી ખેલ યોજાયો હતો. બે વિષયોને આવરી આ શૈક્ષણિક પૂતળી ખેલ કરાયો હતો. સતત બે દાયકાઓથી નડિયાદ સહિત રાજ્યમાં આ શિક્ષક વિનામૂલ્યે શૈક્ષણિક પૂતળી ખેલ યોજી સમાજમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વ જ્યોત ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય રૂણ ખાતે દીકરીઓના લાભાર્થે શૈક્ષણિક […]
પાટણમાં 16 મહિલા પબ્લિક હેલ્થ વર્કરની જગ્યા ભરવા આરોગ્યમંત્રીને રજૂઆત કરાઈ
પાટણ શહેર અર્બન હેલ્થ સેન્ટરમાં મહેકમ મુજબ 16 મહિલા પબ્લિક હેલ્થ વર્કરની જગ્યાઓ ભરવામા આવે તેવી આરોગ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. આ અંગેની વિગતો એવી છે કે, પાટણ શહેરમાં વાહકજન્ય જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા તથા પાણી જન્ય જેવા કે ઝાડા-ઉલટી કોલેરા, ટાયફોઈડ જેવા રોગો સામે અટકાયતી પગલા લઈ શકાય, તેની લગતી કામગીરી માટે તેમજ અન્ય […]
પાટણનાં જૂના ગંજમાં પતંગ-દોરીના મંડપ ઉભા કરવા 13 સ્ટોલને પાલિકાએ મંજૂરી આપી, હંગામી મંડપ માટે 21 અરજીઓ આવી હતી
પાટણ શહેરમાં આગામી ઉત્તરાયણનાં પર્વને લઈને શહેરમાં એક્તરફ જ્યારે ઠેરઠેર પતંગ દોરીની દુકાનો અને તંબુ-મંડપો ખડકાઈ રહ્યા છે ત્યારે પતંગ દોરીનાં સિઝનલ વ્યવસાય માટે શહેરનાં હાર્દસમા જૂનાગંજ બજારમાં હંગામી મંડપો ઉભા કરવા માટે 21 જેટલા વેપારીઓએ પાટણ નગરપાલિકાને બંધ કવરમાં ભાવો આપ્યા હતાં. જે ભાવો પૈકી સૌથી ઊંચા રૂ 3000નો ભાવ આવતાં પાલિકાનાં પ્રમુખ હિરલબેન […]