Gujarat

TNPL મેચ પર સટ્ટો રમતા એક શખ્સ પકડાયો, ₹26,300નો મુદ્દામાલ જપ્ત

માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના કેસમાં એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી કુલ ₹26,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.આર.જેઠી અને પીએસઆઈ જે.બી.જાદવની સૂચના મુજબ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી. બાતમી મુજબ માંડવી નગરપાલિકા સામે આશિફ ઈકબાલ બકાલી નામનો શખ્સ ક્રિકેટ સટ્ટો […]

Gujarat

કોંગ્રેસનો આરોપ – પાલિકાની નબળી કામગીરી, પાલિકાનો દાવો – તમામ વ્યવસ્થા સંપૂર્ણ

માંડવી શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા મુદ્દે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ અને પાલિકા વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. માંડવી તાલુકા કોંગ્રેસ અધ્યક્ષ અને ધારાશાસ્ત્રી ખેરાજ ગઢવીએ પાલિકાની પ્રી-મોનસૂન કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ઠાકર વાડીમાં નવનિર્મિત કેનાલ ઘસી પડી છે. બાબા વાડી વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સંભાવના […]

Gujarat

ડી.એલ.એડ.માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિનીઓનું તિલક-પુષ્પથી સ્વાગત

નડિયાદની વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સંચાલિત સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. અધ્યાપન મંદિરના સ્ટાફ અને દ્વિતીય વર્ષની વિદ્યાર્થિનીઓએ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિનીઓનું સ્વાગત કર્યું હતું. સંસ્થાના આચાર્ય ડૉ. પ્રીતિ રાઠોડના જણાવ્યા મુજબ, નવી વિદ્યાર્થિનીઓનું કુંકુ તિલક, પુષ્પ અને મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે તેમને પ્રવેશોત્સવની માહિતી […]

Gujarat

ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત, એક વ્યક્તિને ઈજા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ટીટોડા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. ધાંધલપુર રોડ પર આવેલા ટીટોડા પુલ પાસે પવનચક્કીના પાંખિયા લઈ જતી ટ્રક નદીમાં ખાબકી છે. ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન પુલની રેલિંગ તોડીને ભોગાવો નદીમાં પડ્યું છે. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદભાગ્યે કોઈ જાનહાની […]

Gujarat

પીપળીથી કાલીયાણા પરત ફરતા ત્રણ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં હેમરેજ

માલવણ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. પીપળી રામદેવપીર મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા ત્રણ યુવકોને ટ્રકે પાછળથી ટક્કર મારી છે. કાલીયાણા ગામના કૃણાલભાઈ રાવળ અને જીગ્નેશભાઈ ભરવાડ બાઈક પર પીપળી દર્શન કરવા ગયા હતા. પરત ફરતી વખતે તેમને પુનાભાઈ ઠાકોર મળ્યા હતા. ત્રણેય જણા બાઈક પર કાલીયાણા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન […]

Gujarat

રાજ્ય સરકારની સ્કીમના નાણા એડવાન્સ પેમેન્ટ કરાવે છે જ્યારે કમિશન અનિયમિત

સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ વિવિધ પ્રશ્નોને લઇ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી. જેમાં કમિશન વળતરના પ્રશ્નનો નિકાલ નહીં કરાય તો જુલાઇ માસના વિતરણનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોને વળતર અને કમિશનના પ્રશ્ને મુશ્કેલીને લઇ પ્રમુખ નારાયણભાઇ ચાવડા સહિત દુકાનદારો અને આગેવાનોએ મંગળવારે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. જે મુજબ સસ્તા […]

Gujarat

સુડવેલ સોસાયટીના 450 ઘરના 2000થી વધુ રહીશોને પ્રાથમિક સુવિધાનો અભાવ

સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટીના 450 ઘરના 2000થી વધુ રહીશોને પ્રાથમિક સુવિધા ક્યારે આપશો તેવા પ્રશ્નો સાથે પાણી, રસ્તા અને ગટર ઓવરફ્લોની સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવા સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના કમિશનરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. ઉપરાંત જો ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી અપાઈ હતી. સુરેન્દ્રનગરના વઢવાણની સુડવેલ સોસાયટી જે કોઠારીયા રોડ પર આવેલી […]

Gujarat

16 લાખના ખર્ચે બનેલા મકાનનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઓળક ગામમાં નવનિર્મિત ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મકાન 16 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. લખતર-દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે મકાનનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય પરમારનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. નવા મકાનથી ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળશે તેવી આશા સાથે ગામલોકો ઉત્સાહિત જોવા […]

Gujarat

ડેમ ઓવરફ્લો થતાં કોઝવે ધોવાયો, 8 હજારની વસ્તીને 50 કિમીનો ફેરો ફરવો પડે છે

લીંબડી તાલુકાના પરનાળા ગામમાં ઉપરવાસમાં ધોળીધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થવાના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આશરે 8 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં પરનાળા અને ગેડી વચ્ચેના કોઝવેનું ધોવાણ થયું છે. ગામના 350 જેટલા યુવક-યુવતીઓ બાવળા નોકરીએ જાય છે. સામાન્ય રીતે 6 કિલોમીટરનો રસ્તો હવે કોઝવે ધોવાણને કારણે 50 કિલોમીટર ફરીને કાપવો પડે છે. વળી, […]

Gujarat

કેશોદમાં અશાંત ધારો લાગુ કરવા હિન્દુ સમાજની બેઠક

કેશોદ બરસાના સોસાયટી ઓમકારેશ્વર મંદિર ખાતે ચોક્કસ સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવા માટે સમગ્ર શહેરના હિન્દુ સમાજની એક બેઠક યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજના લોકો જોડાયા હતાં. આ બેઠકમાં ચોક્કસ સોસાયટીઓમાં વર્ષોથી હિન્દુ સમાજના લોકો બાપદાદાની જમીન, પ્લોટ અને રહેણાંક મકાનમાં પરિવાર સાથે રહેતાં હોય ત્યારે બિન હિન્દુ સમાજના લોકો […]