Gujarat

નડિયાદના વાલ્લા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્ય સુખાકારીનો નવતર પ્રયોગ, 183 વિદ્યાર્થીઓએ 8 દિવસ જીવનામૃત રસનુ સેવન કર્યું

નિરોગી બાળ-નિરોગી સમાજનું સૂત્ર સાચા અર્થમાં સાર્થક કરવા નડિયાદના વાલ્લા પ્રાથમિક શાળાએ આગેકૂચ કરી છે. વિદ્યાર્થીઓની આરોગ્ય સુખાકારીનો નવતર પ્રયોગ આ શાળા દ્વારા કરવામાં આવ્યું છે. ‘જો ફીટ – વો હીટ’ અંતગર્ત શાળાના તમામ 183 વિદ્યાર્થીઓને 8 દિવસ સુધી જીવનામૃત રસનુ સેવન કરવામાં આવ્યું છે. જીવનામૃત રસ, પંચામૃત રસ, તુલસી રસ ,આથેલાં આમળાં અને ચ્યવનપ્રાશનું […]

Gujarat

પાલનપુર સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તુલસી પૂજનની હર્ષભેર ઉજવણી કરાઇ

દુનિયાભરમાં 25 ડિસેમ્બરે ક્રિસમસનું પર્વ ઉજવવામાં આવે છે, જ્યારે ભારતમાં મોટાભાગના લોકો આ દિવસને તુલસી પૂજન દિવસ તરીકે ઉજવતા જોવા મળતા હોઈ છે. ત્યારે પાલનપુરમાં આવેલ સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તુલસી પૂજનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના શાળાના બાળકોએ ઉત્સાહભેર તુલસી પૂજન કાર્યક્રમમાં […]

Gujarat

બનાસકાંઠા જિલ્લાના ભાજપે 21 પ્રમુખોની યાદી કરી જાહેર, પાલનપુર તાલુકાના પ્રમુખનું નામ હજી બાકી

ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણી દરમિયાન મંડલ પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભાજપે 13 તાલુકા સહિત 21 પ્રમુખ નવા નિમવામાં આવ્યા છે. જેમાં 6 શહેર અને 2 ગ્રામ્ય પ્રમુખ નિમ્યા છેય જોકે, જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના પ્રમુખનું નામ હજી બાકી છે. બીજી તરફ અમીરગઢ તાલુકા પ્રમુખ તરીકે યુવા ગણેશભાઈ રબારીને […]

Gujarat

વિવિધ યોજનાઓની સમીક્ષા કરી, સાંસદે કહ્યું- લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાનો લાભ મળે તે જરૂરી

પાલનપુર કલેક્ટર કચેરી સભાખંડ, ખાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ દિશા સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં દિશા બેઠકના અધ્યક્ષ અને સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ […]

Gujarat

સબસિડીના યુરિયામાંથી વાહનમાં વપરાતું લિક્વિડ બનાવાતું, LCBએ ચારને ઝડપી પાડ્યા, છ સામે ગુનો નોંધાયો

દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે, જેમાં સબસિડીયુક્ત યુરિયા ખાતરમાંથી ડુપ્લીકેટ યુરિયા લિક્વિડ બનાવવામાં આવતું હતું. જેમાં બાતમીના આધારે એલસીબી ટીમે રેડ કરી મોટા પ્રમાણમાં સબસિડી યુક્ત યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં એલસીબી પોલીસે કુલ છ ઈસમો વિરુદ્ધ ગુનો […]

Gujarat

જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી સેલના પ્રમુખ સહિતના લોકોએ હોદ્દા સહિત કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી સેલના પ્રમુખ સહિતના લોકોએ હોદ્દા સહિત કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના બે મોટા નેતાઓ મુસ્લિમ સમાજને નજર અંદાજ કરી પરેશાન કરતા હોવાના આક્ષેપો સાથે માઈનોરિટી સેલના પ્રમુખ સહિતના લોકોએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દેતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. એક […]

Gujarat

જાહેર રસ્તાઓ પર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું; લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી

યાત્રાધામ અંબાજીમાં ભર બજારે ગઈકાલે સાંજે સર્કલ ઉપર લૂંટનો બનાવ બન્યો હતો. અંબાજીના વ્યક્તિ પાસેથી 9,700 લૂંટીને લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. આ પ્રકારના કિસ્સાઓ અંબાજીમાં ઘણા દિવસોથી બની રહ્યા છે. જેને લઈને અંબાજીના સ્થાનિક લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ છવાયો હતો. ત્યારે વધુ એક ગઈકાલે લૂંટના કિસ્સાને લઈને અંબાજી ના લોકોમાં ભય જોવા મળી […]

Gujarat

વાદળછાયા વાતાવરણ વચ્ચે 14 ડિગ્રી તાપમાન, લોકોએ ઠંડીથી બચવા તાપણાનો સહારો લીધો

પાટણમાં છેલ્લા કેટલાક દિવસૌથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોને દિવસ દરમિયાન પરા સ્વેટર, જાહીટ, ગરમ ટોપી, મફલર, દુપણ સહિતના ગરમ વસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડી રહી છે તો બીજી તરફ ગરમ કપડાંની ખરીદી પણ જામી છે તો પાટણમાં ઠંડી વધતા તાપમાન 14 ડીગ્રી જેટલું નીચું નોંધાયું છે તો દિવસના […]

Gujarat

નડિયાદના અરેરા નજીક એક્સપ્રેસ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કર પાછળ ટ્રક અથડાતાં ટ્રક ચાલકનું મોત

ખેડા જિલ્લામાં અકસ્માતના બનાવો અટકવાના નામ નથી લઈ રહ્યા, ગતરોજ રાત્રે નડિયાદના અરેરા. નજીકથી પસાર થતા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં કેમિકલ ભરેલ ટેન્કર પાછળ ટ્રક અથડાતાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે ક્લિનરને ઈજાઓ પહોંચી છે. કેમિકલ ભરેલ ટેન્કર લીક થતાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. જોકે ફાયર બ્રિગેડે પાણીનો છંટકાવ કરી સ્થિતિને […]

Gujarat

ઠાસરાના રાણીયા કેનાલ પાસે ઘરમાંથી રૂપિયા 14.30 લાખના દારૂ સાથે બુટલેગર ઝડપાયો

ખેડા જિલ્લામાં થર્ટી ફસ્ટ પહેલા જંગી માત્રામાં વિદેશી દારૂ પોલીસના હાથે લાગ્યો છે. ડાકોર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અમદાવાદની સાયબર ક્રાઇમ પોલીસ અને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સંયુક્ત દરોડો પાડી રૂપિયા 14.30 લાખનો દારૂ સાથે બુટલેગરને પકડી લેવામાં આવ્યો છે. આ બનાવ મામલે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસના માણસો […]