Gujarat

11 બેઠકો માટે ચૂંટણી મેદાનમાં ઉભેલા 15 ઉમેદવારો માટે 700થી વધુ વકીલો મતદાન કરશે, મોડી સાંજે પરિણામ જાહેર થશે

નડિયાદ બાર એસોશીએશન આજે 20મી ડીસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં માત્ર ચાર બેઠકો બિનહરિફ બની છે. જ્યારે બાકીની 11 બેઠકો માટે ચૂંટણી મેદાનમાં ઉભેલા 15 ઉમેદવારોનું ભાવિ નડિયાદ બારના 750 કરતા વધુ મતદારો મત પેટીમાં સીલ કરવા લાઈનમાં લાગ્યા છે. નડિયાદ બાર એસોસિયેશનની ચૂંટણી આજે શુક્રવારના રોજ નડિયાદ કોર્ટ પરિસરમાં આવેલ બારના […]

Gujarat

અમીરગઢ ચેકપોસ્ટ પર ખાનગી બસમાંથી ચરસ લઈ જતો ઈસમ ઝડપાયો, 1.30 લાખનો મુદ્દામાલ કબ્જે

બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર પોલીસ ચેકપોસ્ટ પર એક ખાનગી બસમાંથી મુસાફર પાસેથી ચરસ પકડાતા પોલીસને સફળતા મળી છે. જેમાં અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર રૂટીન ચેકિંગ કરી રહી હતી તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી ખાનગી બસ આવતા તેને રોકાવી અંદર બેઠેલા એક ઇસમની તપાસ કરતા તેની બેગમાંથી ચરસ […]

Gujarat

રાપર નગરપાલિકા દ્વારા રૂ.11કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું, સંતોએ આશીર્વચન પાઠવ્યા

આજે રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ પ્રકારના વિકાસના કાર્યોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિરેંન્દ્સિંહ જાડેજા, પ્રાંત અધિકારી જેઆર ગોહિલ, વહિવટદાર અને ઇન્ચાર્જ મામલતદાર એમ કે રાજપૂતના વિકાસ કાર્યોની લોકાર્પણ વિધિ કરાઈ હતી. જેમાં રાપર શહેર ના વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોનુ તથા શહેર ની સુખાકારી માટે વિવિધ યોજનાઓ માટેના વાહનોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાપરમાં […]

Gujarat

નલિયામાં 6.4 અને ભુજમાં 10.2 ડિગ્રી તાપમાનથી લોકો ઠૂંઠવાયા

લાનિનોની અસર તળે દેશની ઉત્તરી દિશાએ પડેલી ભારે હિમ વર્ષાની અસર હેઠળ છેક કચ્છ સુધી પહોંચતા ડંખિલા ઠારથી જિલ્લાનું વાતાવરણ સતત ઠંડુંગાર બની રહ્યું છે. જિલ્લાની ટોચે આવેલા નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો 6.4 ડીગ્રી સાથે સતત એકલ આંકમાં નોંધાઈ રહેતા આજે વધુ એક વખત નલિયા રાજ્યનું શિત મથક તરીકે જાહેર થયું છે, તો જિલ્લા મથક […]

Gujarat

પોસ્ટર બોર્ડ સળગાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો, SPએ સ્પા મસાજ બંધ કરાવવા સૂચના આપી

અમરેલી શહેરમાં કેરિયા રોડ ઉપર આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમાં સ્પા મસાજ ચાલતા હોવાને કારણે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા રાતે ચીફ ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. રેસિડેન્ટ વિસ્તાર હોવાને કારણે લોકો વિરોધ નોંધાવ્યો હતો. આજે અમરેલીમાં ફરીવાર મહિલાઓ રણચંડી બની વિરોધ નોંધાવી સ્પા બંધ કરાવી સ્પા મસાજના પોસ્ટરો બોર્ડને મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. […]

Gujarat

અમરેલીના નાના લીલીયા ગામમાં દીપડાની અવર જવર વધી, ગ્રામપંચાયતે લેખિત રજૂઆત કરી

અમરેલી જિલ્લામા સિંહો દીપડાની સંખ્યા દિનપ્રતિદિન રીતે વધી રહી છે જેના કારણે ગ્રામજનોમાં ભયના માહોલ વચ્ચે પરેશાન થય રહ્યાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે, મોટા લીલીયા તાલુકાના નાના લીલીયા ગામ નજીક રેવન્યુ વિસ્તાર માંથી વાડી વિસ્તાર રહેણાંક મકાનો સુધી અવાર નવાર દીપડાઓ આવી જતા હોવાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે. અવાર નવાર ગ્રામજનોને […]

Gujarat

રાજયભરમાંથી ખેડૂતો પોતાની ઓર્ગનીક પ્રોડક્ટ વેચવા માટે લાવ્યાં, લોકોએ અલગ-અલગ સ્ટોલની મુલાકાતો કરી

રાજ્યના પ્રથમ એફ.પી.ઓ મેળો અમરેલી શહેરમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યો છે. ભારત સરકાર દ્વારા સહકારથી સમૃદ્ધિના સુત્રને સાર્થક કરવા માટે ઈફ્કોના માધ્યમથી ખેડૂતો દ્વારા બનાવેલા મૂલ્ય વર્ધક પ્રોડક્ટને એક જ પ્લેટફોર્મ પર લાવીને ઉત્પાદનના પુરેપુરા નાણા સીધા જ ખેડૂતોને મળે તેમજ આ મૂલ્યવર્ધક પ્રોડક્ટ ખરીદનારને પણ વચેટીયાઓ દ્વારા મળતો ફાયદો દૂર થાય તે હેતુથી […]

Gujarat

જૂનાગઢમાં ટેસ્ટ ડ્રાઈવના બહાને શો રૂમમાંથી ​​​​થાર લઈને ફરાર થયેલા બે આરોપી ઝડપાયા, પોલીસે તપાસ હાથ ધરી

આજકાલ મોંઘી ઘાટ ગાડીઓનો યુવાનોમાં જબરો ક્રેઝ ચડ્યો છે. જ્યારે જૂનાગઢના ભેસાણ રોડ પર આવેલા એક કંપનીના શોરૂમમાંથી ટ્રસ્ટ ડ્રાઇવના બહાને થાર ગાડી લઈ બે ઇસમો ફરાર ખજાનો કિસ્સો સામે આવ્યો છે. જે મામલે ગાડી શોરૂમના સેલ્સ મેનેજર દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભેસાણ રોડ પર આવેલા ફોર વ્હીલ કારના શોરૂમમાં મહેશ […]

Gujarat

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાંથી SOGએ પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને ઝડપી પાડ્યો, દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત

અંગત સ્વાર્થ માટે સામાન્ય મેડિકલ અનુભવ ધરાવતા ઈસમો લોકોના આરોગ્યની પણ પરવા કરતા નથી. પૂર્વ કચ્છમાં આજ પ્રકારના એક તબીબની પ્રેક્ટિસ પરથી પરદો ઊંચકાયો છે. ગાંધીધામના કાર્ગો ઝૂંપ્પડપટ્ટી વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તબીબને એસઓજી દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ એસઓજી ટીમને ખાનગી રાંહે મળેલી […]

Gujarat

કચ્છમાં કાતિલ ઠંડીના સમયમાં શરીરને ગરમ રાખતા અડદિયાની ખરીદીમાં વધારો, તેજાનાથી ભરપૂર અડદિયા સ્વાદમાં પણ શ્રેષ્ઠ

કચ્છમાં હાલ શિયાળાની હાડ થિજાવતી ઠંડીના કારણે લોકો શરીરને ગરમ રાખવા તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. વધુ પડતી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી રાખવા લોકો ગરમ વસ્ત્રો, યોગ કસરત સાથે ગરમ વસ્તુઓનું સેવન કરી રહ્યા છે. ખાસ કરીને કચ્છનાં પ્રખ્યાત ગરમ મસાલાથી ભરપૂર કચ્છી અડદિયાની માંગ વિશેષ બની છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારતા અડદીયા હાલ […]