મહુધાના સિંઘાલી ગામમાં આવેલા સરદાર પોળમાં બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું હતું. જેમાં પરિવારનુ મકાનનુ રીનોવેશન કામ ચાલતું હોવાના કારણે પરિવાર નવા મકાનમાં સૂવા જતા અજાણ્યા ઇસમો મુખ્ય બારણાં નો નકુચા તોડી ઘરમાં પ્રવેશી સોના- ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ 6.55 લાખની મત્તા ચોરી ગયા હતા. મહુધાના સિંઘાલી ગામમાં સરદાર પોળમાં રહેતા મહેન્દ્રભાઇ […]
Author: Admin Admin
205 યુવાનોમાંથી 71.07% યુવાનો ઈલેક્ટ્રોનિક્સ આઈટમની ખરીદી પહેલા કેટલી વીજળી વપરાશે તેની ચકાસણી કર્યા બાદ વસ્તુઓ ખરીદતા હોવાનું તારણ
આવનારી પેઢી પર્યાવરણને લઈને ખુબજ સભાન છે, પર્યાવરણની કાળજી રાખવી એ આપણો નાગરિક ધર્મ છે. નડિયાદની સી.બી.પટેલ આટર્સ કોલેજના મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરતો ધ્રુવ ભોઈ નામના વિદ્યાર્થીએ સપ્ટેમ્બરથી ડિસેમ્બર એમ 4 મહિના સુધી પર્યાવરણ પર ખાસ સર્વે કર્યો છે. જેમાં ખેડા-આણંદના શિક્ષિત-અશિક્ષિત 205 યુવાનોને આવરી લેવામાં આવ્યાં હતા. સર્વેના તારણોમાં પર્યાવરણીય સમસ્યાએ વૈશ્વિક સમસ્યા હોવાનું બહાર […]
ખેડા જિલ્લામાં આવેલી કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં રૂપિયા 28 કરોડથી વધુ વળતરનાં કુલ 9281 કેસોનો નિકાલ થયો
નડિયાદમાં આવેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઉપરાંત ખેડા જિલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતુ્ં. જેમાં રૂપિયા 28 કરોડથી વધુ સમાધાન-વળતરનાં કુલ-9281 કેસોનો નિકાલ કરવામાં આવ્યા છે. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ. અંજારીઆના માર્ગદર્શન હેઠળ શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય નડિયાદ […]
ખેડાના મહેસુલી અધિકારી, કર્મચારીઓની રિફ્રેશર તાલીમ યોજાઈ, કાયદા અને નિયમોની અધ્યતન જોગવાઈઓથી માહિતગાર કરાયા
ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપાઇજીના જન્મદિવસ તારીખ 25 ડિસેમ્બરને દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે સુશાસન અઠવાડિયાની જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે મહેસુલી રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસુલી કર્મચારીઓ અધિકારીઓમાં કાર્યક્ષમતામાં વધારો થાય, કાયદા અને નિયમોની અધ્યતન જોગવાઈઓથી માહિતગાર થાય અને પરિણામે જાહેર જનતા તેમજ નાગરિકોની મહેસુલ વિભાગની વિવિધ સેવાઓ સરળતાથી પારદર્શક […]
મહેમદાવાદના કનીજથી અને નડિયાદના ભુમેલથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા 4 ઈસમોને પોલીસે ઝડપી લીધા
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેંચાણને લઈને જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી છે. ઠેકઠેકાણે વોચ ગોઠવી અને ખાનગી બાતમી દારોથી પોલીસ છાપા મારી આવી દોરીઓને જપ્ત કરવાની કામગીરીમાં લાગી છે. ત્યારે મહેમદાવાદ અને વડતાલ પોલીસે બે જુદીજુદી જગ્યાએથી આવી ચાઈનીઝ દોરીઓના જથ્થાને જપ્ત કર્યો છે. મહેમદાવાદ પોલીસે કનીજ ગામેથી અને વડતાલ પોલીસે ભુમેલ ગામેથી ચાઈનીઝ દોરીનું વેચાણ […]
મુખ્ય સૂત્રધાર AAPનો સક્રિય કાર્યકર, ટ્વીટ કરી આરોપીઓની પીઠ થપાવનાર ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓની પૂછપરછ થઈ શકે
રાજ્ય અને દેશમાં ચકચાર જગાવનાર કચ્છના નકલી ઇડી કેસ મામલે એક બાદ એક ચોકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ગત તા. 2ના ગાંધીધામની જવેલર્સ પેઢીના ઘરે બોગસ અધિકારીઓએ ઇડીના નામે દરોડો પાડીને રૂ.25.25 લાખની તફડંચીને અંજામ આપ્યો હતો. જે અંગે પોલીસે તા.4ના ફરિયાદ નોંધી આ મામલે એક મહિલા સહિત 12 આરોપીને ઝડપી પાડ્યા હતા. બરાબર એજ […]
લખપતના દયાપર-દોલતપર વચ્ચેના હાઈવે માર્ગ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરથી દોલતપર તરફ જતા હાઇવે માર્ગ પર શનિવારે વહેલી સવારે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં બાઈક ચાલકને ઈજા થતા વધુ સારવાર માટે ભુજ ખસેડાયો હતો. દયાપરથી અંદાજે ત્રણેક કિમીના અંતરે બનેલા અકસ્માતના બનાવવામાં તાલુકાના દોલતપર ગામનો રહેવાસી મોહન ભાણજી કોલી ઉ.વ.22 શનિવારે વહેલી સવારે પોતાની બાઈક દ્વારા દયાપર તરફ […]
લખપતના દયાપર પાનેલી હાઇવે માર્ગ પર વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સયુક્તપણે 3 હજાર વૃક્ષોનું વાવેતર કરાયું
રાજ્ય સરકાર તેમજ વન વિભાગ દ્વારા એક તરફ પર્યાવરણ બચાવવા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા તેમજ લોકજાગૃતિ માટે સતત પ્રચાર પ્રસાર કરવામાં આવે છે તો બીજી તરફ છેવાડાના તાલુકામાં લાંબા સમયથી ખાનગી કંપનીઓ દ્વારા આડેધડ ઉભી કરવામાં આવતી પવનચક્કીઓને લઈને મોટી સંખ્યામાં અનેક વૃક્ષોનું નિકંદન કરાતું હોવાની ફરિયાદ છે, ત્યારે હરીયાળી જળવાઈ રહે તે […]
મુન્દ્રાના બારોઇ માર્ગે ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠી, ફાયરની ટીમે કાબૂ મેળવ્યો, ભંગારનો સામાન બળીને ખાક
ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીંના બારોઇ માર્ગે આજે રવિવાર સવારે ભંગારના વાડામાં આગ ભડકી ઉઠી હતી. જાહેર માર્ગે લાગેલી આગના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને ગભરાટમાં આવી હાથ લાગ્યા સાધન વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે મુન્દ્રા પોલીસે જાનહાની ના સર્જાય તે માટે લોકોને રોકી ફાયર વિભાગને […]
થરાદના અભેપુરા ગામે ખુલ્લા વાડામાં બાવળોની ઝાડીમાં આગ ભભૂકી, ફાયર ટીમે આગ કાબૂમાં લીધી
થરાદ શહેર પાસે આવેલ અભેપુરા ગામે આવેલ શ્રીહરિ સોસાયટી ખાતે આવેલ ખુલ્લા વિસ્તારમાં બાવળોની ઝાડીમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. થરાદ ફાયર ટીમને જાણ કરતાં ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના અભેપુરા ગામે આવેલ શ્રીહરિ સોસાયટી ખાતે ખુલ્લા વિસ્તારમાં બાવળોની ઝાડીમાં અગમ્ય કારણોસર આગ […]