Gujarat

માણાવદરમાં કરોડોના ખર્ચે બનેલા રિવરફ્રન્ટની જાળવણી કરવા માંગણી

માણાવદર પ્રવાસન વિભાગદ્વારા બાંટવા રોડ ઉપર ખારો નદીના કાંઠે રીવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રીવરફ્રન્ટ પ્રોજેક્ટનું સંચાલન અને જાળવણી કરવા માટે માણાવદર નગરપાલિકાના પ્રમુખ જીતુભાઈ પનારાએ ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઇ બેરાને રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે નગરપાલિકા પાસે રીવરફ્રન્ટ જેવા મોટા પાયાના ટુરીઝમ પ્રોજેક્ટના સંચાલન અનુભવ ન હોવાથી આપની […]

Gujarat

માણાવદરની માઠી દશા: વેપાર અને ઉદ્યોગ ન હોવાને‎કારણે પંથક વેરાન બની જશે, લોકો હિજરત તરફ વળ્યાં !‎

માણાવદર તાલુકાના ગામડાથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ધારાસભ્ય, સાસંદ સભ્ય ભાજપના હોવા છતાં માણાવદર પંથકની માઠી દશા બેઠી છે ત્યારે દિવસેને દિવસે માણાવદર તાલુકાનો વિકાસને બદલે ધીમે ધીમે વિનાશ થઈ રહ્યો છે. માણાવદર તાલુકામાં એક જમાનામાં જીનીંગ ,પ્રેસિંગ ઓઇલ મિલો, વેજીટેબલ ઘી પ્લાન્ટ જેવા ઉદ્યોગથી માણાવદર પંથક ધમધમતો હતો. રેલ્વે લાઈન, માલગાડી, ટ્રક ટ્રાન્સપોર્ટેશન થી […]

Sports

સાત વર્ષ પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કરુણે 30નો સ્કોર પાર કર્યો:પછી તરત જ આઉટ થયો; જયસ્વાલે સતત ત્રણ ચોગ્ગા ફટકારીને વધુ એક ફિફ્ટી ફટકારી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની બીજી ટેસ્ટ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. બુધવારે મેચનો પહેલો દિવસ છે. ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા સેશનમાં, ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં બે વિકેટે 95 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન શુભમન ગિલ ક્રિઝ પર છે. જયસ્વાલે જોશ ટંગની ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા […]

Gujarat

કાલોલના અલવા ફતેપુરીમાં ત્રણ લોકો પર હથિયારો સાથે હુમલો, ચાર સામે ફરિયાદ

કાલોલ તાલુકાના અલવા ફતેપુરી ગામમાં બાઈકના હોર્ન વગાડવાના મુદ્દે થયેલો વિવાદ હિંસક બન્યો છે. ગઈકાલે સાંજે 6:30 વાગ્યે ચાર શખ્સોએ મારક હથિયારો સાથે ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. સીએટ કંપનીમાં કામ કરતા રોહિતકુમાર પરમારની ફરિયાદ મુજબ, તેમના પિતા ગણપતસિંહ તેમના કાકા અર્જુનસિંહના ઘરે બેઠા હતા. તે સમયે અજયકુમાર રાઠોડ, ધર્મેન્દ્રકુમાર રાઠોડ અને ભરતકુમાર રાઠોડ […]

Gujarat

વરસતા વરસાદમાં ભવ્ય શોભાયાત્રા, ગરબા અને ધાર્મિક વિધિઓ સાથે ઉજવણી

ગોધરા લાલબાગ મંદિર ખાતે સોની સમાજના કુળદેવી શ્રી મહાલક્ષ્મીજી માતાજીના મંદિરના 24માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી શરૂ થયેલા કાર્યક્રમમાં કળશ પૂજન, ધજાજી પૂજન, અભિષેક પૂજન, મહાલક્ષ્મી હોમ અને શણગાર આરતી જેવી વિધિઓ યોજાઈ. શોભાયાત્રા સોનીવાડ ચોકથી શરૂ થઈ ગોધરાના વિવિધ માર્ગો પરથી પસાર થઈ. […]

Gujarat

નડિયાદ એસઆરપી કેમ્પ વિસ્તારમાં ઉભરાતી ગટરથી પરેશાન રહીશોનો પાલિકામાં મોરચો

નડિયાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ વિસ્તારોમાં ઉભરાતી ગટરની સમસ્યાને લઈને રહીશો પરેશાન થઈ ગયા છે ત્યારે શહેરના એસ.આર.પી પાસે આવેલી સોસાયટીના રહીશોના ઘર આંગણે ગટરના પાણી ફરી વળતાં રોગચાળો ફેલાવવાની ભિતી સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. નડિયાદ શહેરના કપડવંજ રોડ ઉપર આવેલ એસઆરપી નજીક વીજ વિભાગ દ્વારા ખોદકામ કરવામાં આવ્યા બાદ ગટર […]

Gujarat

ઠાસરા કેનાલમાંથી બહાર ધસી આવી 7 ફૂટ લાંબા મગરના ખેતરમાં આંટાફેરા

ઠાસરામાં 29 જૂનના રોજ રાત્રી દરમિયાન અચાનક એક 7 ફૂટનો મગર ખેતરમાં આવી જતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સ્થાનિક ખેડૂત દ્વારા ડાકોર સ્થિત નેચર ચેરીટેબલ ટ્રસ્ટ ને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે મહાકાય મગરને રેસ્ક્યુ કરતા 20 મિનિટનો સમય લાગ્યો હતો. જે બાદ મગરને કુદરતી આવાસમાં પુનઃવસવાટ માટે મુક્ત કરવામાં આવ્યો […]

Gujarat

160 કરદાતાઓએ CA મુંજાલ મોદી પાસેથી આવકવેરા અને GST કાયદાની માહિતી મેળવી

નડિયાદ ખાતે ટેક્ષ પ્રેક્ટિશનરસ એસોસિએશન અને વિવિધ વેપારી મંડળના સંયુક્ત ઉપક્રમે કરવેરામાં આવેલા નવા સુધારા અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં CA મુંજાલભાઈ મોદીએ આવકવેરા કાયદામાં આવેલા સુધારા વિશે માહિતી આપી હતી. એસોસિએશનના પ્રમુખ પ્રેમલભાઈ શાહે GST કાયદામાં થયેલા ફેરફારો અંગે સરળ ભાષામાં સમજ આપી હતી. કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી દિવ્યેશભાઈ જોટાણીયા, ભૂતપૂર્વ પ્રમુખો અને […]

Gujarat

પુત્રની બાળાવાળની બાધા માટે સાસરે આવેલી પત્નીને પતિના બીજા લગ્નની જાણ થઈ

મહેમદાવાદ તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પતિએ પોતાની પત્નીની જાણ બહાર બીજા લગ્ન કરી લીધા છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પત્ની પોતાના પુત્રની બાળાવાળની બાધા માટે સાસરે આવી હતી. 27 વર્ષીય પીડિતાના લગ્ન 2011માં થયા હતા. નર્સિંગની નોકરી કરતી આ મહિલા સાથે શરૂઆતમાં તેના પતિનું વર્તન સારું હતું. પરંતુ પછીથી […]

Gujarat

રઢુ ગામમાં શ્રદ્ધાંજલિ સભા, દાદાજીના વસ્ત્રોનું અનાવરણ અને યુવા યાત્રાનું આયોજન

ગુજરાતના બીજા ગાંધી તરીકે જાણીતા સ્વાતંત્ર સેનાની રવિશંકર મહારાજનો 41મો નિર્વાણ દિન 1 જુલાઈએ ઉજવાયો. ખેડા જિલ્લાના રઢુ ગામમાં સમર્પણ સેવા ટ્રસ્ટ સંચાલિત રવિશંકર મહારાજ સેવા સમિતિએ વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું. મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી રવિશંકર દાદાની પ્રતિમાનું પૂજન-અર્ચન કર્યું. કાર્યક્રમમાં દાદાજીના સ્વયં ધારણ કરેલા વસ્ત્રોનું અનાવરણ કરાયું. આ સાથે ધ્વજ આરોહણ વિધિ પણ યોજાઈ. […]