Gujarat

વડતાલમાં બિરાજમાન દેવોને 200 પવિત્ર નદીના જળ અને 7 કિલો કેસરથી આજે સ્નાન કરાવાશે

ખેડા જિલ્લામાં આવેલા વડતાલ ધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ઉજવાઈ રહ્યો છે. જેમાં ભગવાનને રોજ કેસર સ્નાન કરાવવામાં આવે છે. આ કેસર સ્નાન માટે દેશની અલગ અલગ નદીઓમાંથી પાણી એકત્ર કરી અને વડતાલ ધામ ખાતે લાવવામાં આવ્યું છે. જેમાં 200 કરતા પણ વધારે નદીઓના જળથી ભગવાનને સ્નના કરવામાં […]

Gujarat

સ્પોર્ટસ કોમ્પલેક્ષથી મરીડા ગામ તરફનો માર્ગ અત્યંત બિસ્માર

ચોમાસાની ઋતુ પહેલાં પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરીને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો પાસે ખાડા પુરાવવાની જગ્યાએ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરોને છાવરી રાખવામાં આવતાં હાલમાં શહેરના બિસ્માર માર્ગોને કારણે પ્રજા પરેશાન થઇ ગઇ છે. નગરજનોની રજૂઆત તો પાલિકા ધ્યાને નથી લેતી પણ પાલિકામાં ચૂંટાયેલા સભ્યોની રજૂઆતોને પણ દાદ આપવામાં આવતી ન હોવાની રાવ ઉઠી રહી છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષ થી […]

Gujarat

5 એન્જિનિયર, 3 સ્નાતક, 2 પ્રિન્સિપાલ અને 1 કિશોર સહિત 47 પાર્ષદોએ દીક્ષા ગ્રહણ કરી

વડતાલમાં ચાલી રહેલ કાર્તકી મૈયા દરમિયાન દિક્ષા સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ના હસ્તે 47 પાર્ષદોએ દીક્ષા ગ્રહણ કરીને સંપૂર્ણ જીવન સેવા, સાધના માટે શ્રી હરિકૃષ્ણ મહારાજ ને સમર્પિત કર્યું છે. 47 પાર્ષદોએ દીક્ષા સાથે જ આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજના 21 વર્ષના કાર્યકાળ દરમિયાન 913 સાધકોએ સંત દિક્ષા લીધી […]

Gujarat

જામનગરના મસિતીયા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું, 12 શખ્સોને 6.84 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચી લીધા

જામનગરની ભગોડે આવેલા દરેડ નજીક મસીતીયા ગામના સીમ વિસ્તારમાં ધમધમતું જુગારધામ પોલીસે ઝડપી પાડ્યું હતું. જુગાર રમી રહેલા 12 શખ્સોને રોકડ રકમ, મોબાઇલ ફોન અને કાર સહિત રૂા.7.84 લાખના મુદ્દામાલ સાથે પંચ બી પોલીસે દબોચી લીધા હતા. જામનગર તાલુકાના મસીતીયા ગામની સીમ વિસ્તારમાં આવેલી હાજીભાઇ ઓસમાણભાઇ ખફીની વાડીમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીના આધારે પંચકોશી […]

Gujarat

550 જોડાણ ચેક કરાયા, 76માં ગેરરીતિ ખૂલતા દંડનીય બીલ

જામનગર વીજતંત્ર દ્વારા વીજ ચોરીના દૂષણને ડામવા માટે કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વીજતંત્રની ટીમ દ્વારા સતત ત્રીજા દિવસે જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ ભાણવડ 515 વીજ જોડાણનું ચેકીંગ કર્યુ હતું. જે પૈકી 76 જોડાણમાં ગેરરીતિ મળી આવતા વીજ ચોરી કરનાર આસામીઓને રૂ.40.25 લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા. હાલારમાં વીજ […]

Gujarat

જામનગરમાં હોમગાર્ડઝના સભ્યોએ રસ્સા ખેંચ્યા, દોડ્યા, ગોળા ફેંક્યા, ઉંચી કૂદ લગાવી

જામનગરમાં જિલ્લા હોમગાર્ડઝ દ્વારા શનિવારે ધન્વંતરિ મેદાનમાં હોમગાડૅઝ સભ્યોનો રમતોત્સવ યોજાયો હતો. જેમાં રસ્સા ખેંચ, દોડ, ગોળા ફેંક, ઉંચી કૂદ, કબડ્ડી સહિત જુદી-જુદી રમતમાં 150 સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતોત્સવમાં 100, 200, 400 મીટરની દોડ, ગોળા ફેંક, રસ્સા ખેંચ, ઉંચી કૂદ, કબ્બડ્ડીમાં જિલ્લાના વિવિધ હોમગાડૅઝ યુનિટના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતોત્સવનો પ્રારંભ જિલ્લા […]

Gujarat

જિલ્લામાં સર્વે બાદ 49,867 માંથી 41,000 ખેડૂતો સહાયની અરજી કરી ચૂક્યા છે

જામનગર જિલ્લામાં પાક નુકસાનના બે મહિના બાદ પણ ખેડૂતોને સહાયનું ફદિયું પણ ન મળતા ભારે રોષની લાગણી ફેલાઇ છે. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે બાદ અસરગ્રસ્ત 49867 ખેડૂતમાંથી 41000 ખેડૂતે અરજી કરી છે. રવિવારે અરજીનો છેલ્લો દિવસ છે. ખેડૂતોની અરજીના વેરીફીકેશન બાદ સહાયનું ચૂકવણું થશે પણ કયારે તે સળગતો સવાલ બન્યો છે. જામગનર જિલ્લામાં ઓગષ્ટ મહિનાના […]

Gujarat

આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા લેવાયો નિર્ણય, જાહેરનામાંનો ભંગ કરનાર પર શિક્ષાત્મક પગલા લેવાશે

જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલ છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે […]

Gujarat

2 શખ્સ 4 દિવસના રિમાન્ડ પર, કિટ ગેંગ પોલીસ પકડથી દૂર

શહેરના હસનવાડી વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી મહેન્દ્રભાઇ અંદરજીભાઇ મહેતા (ઉ.વ.73)ને ચાર મહિના પૂર્વે ડિજિટલ એરેસ્ટ કરી તેમના ખાતામાંથી રૂ.56 લાખ ટ્રાન્સફર કરી લેવાયા હતા. આ મામલામાં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે સાત શખ્સની ધરપકડ કરી હતી. જે પૈકી જૂનાગઢના હિરેન મુકેશ સુબા અને પાટણના વિપુલ લાભુ દેસાઇને પોલીસે ચાર દિવસના રિમાન્ડ પર લીધા છે જ્યારે […]

Gujarat

ગરાસિયા ગેંગ હાઇટેક બની, ગુગલ મેપથી માહિતી મેળવીને દેરાસર-મંદિરોમાં ત્રાટકતી

અંતરીયાળ વિસ્તાર અને હાઈવે નજીક આવેલા જૈન દેરાસરો અને મંદિરોની ગુગલ મેપ દ્વારા માહિતી મેળવીને રાજસ્થાન ખાતેથી ઈક્કો કારમાં આવી ચોરીને અંજામ આપતી રાજસ્થાનની ગરાસીયા ગેંગના બે સાગરીતોની લોકલ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરીને કુલ 8 ગુનાઓને ડિટેક્ટ કર્યાં છે. એલસીબીના પીઆઈ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, જૈન દેરાસરોમાં ચોરી કરનારી રાજસ્થાનના સિરોહી જીલ્લાના પીંડવાડા તાલુકાની […]