Sports

BCCIએ લેખિતમાં કંઈ નથી આપ્યું, ભારતીય બોર્ડે કહ્યું હતું- પાકિસ્તાનમાં નહીં રમે

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં આ દાવો સામે આવ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ કહ્યું છે કે તેમને લેખિતમાં કંઈ મળ્યું નથી. હજુ સુધી અમારી સાથે હાઇબ્રિડ મોડલ વિશે કોઈએ ચર્ચા કરી નથી. 8 નવેમ્બરે ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં BCCIના સૂત્રોને ટાંકીને દાવો કરવામાં […]

Gujarat

ગુજરાત કેડરના નવ પ્રોબેશનર આઈપીએસ અધિકારીઓએ રાજભવન ખાતે રાજ્યપાલની સૌજન્ય મુલાકાત લીધી

ગુજરાત કેડરના નવ પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાતે પહોંચ્યા હતા. આ અવસરે રાજ્યપાલે અધિકારીઓની અભિનંદન પાઠવી જરૂરિયાતમંદ દુઃખી વ્યક્તિનું દુઃખ દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહેવાની શીખ આપી હતી. ગુજરાત કેડરના નવ પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ અવસરે રાજ્યપાલે કહ્યું કે, પોલીસ પ્રશાસનમાં લોકોની જે […]

Gujarat

લગ્નના ત્રીજા દિવસે જ સાસરિયાએ પોત પ્રકાશયુ, સાસુએ ગંગાજળથી દાગીના શુદ્ધ કર્યાને પતિએ ઘરમાંથી ધક્કામુક્કી કરી તગેડી મૂકી

ગાંધીનગરનાં ઉમિયા માતાના મંદીરમાં લગ્ન કરીને સાસરીએ ગયેલ પરિણીતાને પતિ સહિતના સાસરિયાએ નીચી જાતિની હોવાનું કહી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન સમયે પુત્રવધૂને પહેરવા આપેલા દાગીના સાસુએ ત્રીજા દિવસે ગંગાજળથી શુદ્ધ કરી જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા. તો પતિએ પણ મારઝૂડ કરીને ઘરમાંથી તગેડી મૂકતા પરિણીતાને પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની […]

Gujarat

BAMS અને BHMSમાં ત્રણ રાઉન્ડ બાદ 499 બેઠક ખાલી, પેરામેડિકલનું ત્રીજા રાઉન્ડનું મેરીટ જાહેર

શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આયુર્વેદ અને હોમિયોપેથી કોર્સમાં પ્રવેશ માટે ચોથી ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 11 નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકશે. 11 નવેમ્બરે બપોર 2 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓએ પોતે ભરેલી ચોઇસ જોઈ શકશે. ત્યારબાદ વિદ્યાર્થીઓનું મેરીટ જાહેર કરવામાં આવશે. BAMSમાં 239 અને BHMSમાં 260 બેઠક ખાલી છે. ત્રણ રાઉન્ડ બાદ […]

Gujarat

જલારામ બાપાની 225મી જયંતી નિમિત્તે રઘુવંશી સમાજ દ્વારા મહાઆરતી સાથે જમણવારનું આયોજન કરાયું

જામનગર શહેરના હાપા આવેલ જલારામ મંદિરમાં પુજય જલારામ બાપાની 225 મી જન્મજયંતી નિમિત્તે મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રસાદમાં વિશ્વનો સૌથી મોટો રોટલો બનાવીને તેનો પ્રસાદ ભકતોને પીરસવામાં આવે છે. તેમજ રઘુવંશી સમાજના સમૂહ ભોજનના આયોજન બાદ સાંજે સૌ ભકતો પુરી આસ્થાથી શ્રધ્ધાથી હાપા મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદમાં જોડાય છે. ત્યારે હાપા […]

Gujarat

ટોબેકો ફ્રી યુથ કમ્પેઇન અંતર્ગત મનપાનું વોર્ડ નં.1 થી 8 માં ચેકીંગ

જામનગરમાં ટોબેકો ફ્રી યુથ કમ્પેઇન અંતર્ગત મહાપાલિકા દ્વારા વોર્ડ નં.1 થી 8 માં ચેકીંગ કરી 59 તમાકુ વિક્રેતાને રૂ.10800નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા તંત્ર દ્રારા કવાયત હાથ ધરાઇ છે. ગુજરાત સરકાર દ્વારા ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા માટે રાજ્ય તમાકુ નિયંત્રણ […]

Gujarat

હાલારમાં સતત બીજા દિ’એ ચેકીંગ 38.70 લાખની વીજચોરી પકડાઈ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વિજ તંત્ર દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં સવારથી શહેર ઉપરાંત દેવભૂમિ દ્વારકાના જુદા જુદા ગામોમાં વિજતંત્રની 31 ટીમો દ્વારા વીજ ચેકીંગ કરાયુ હતુ. વીજ ટીમો દ્વારા 404 જોડાણોની તપાસણી કરાતા 69 વીજ જોડાણમાં ગેરરિતિ માલુમ પડતા સંબંધિતોને રૂા. 38.70 લાખના દંડનીય બીલ […]

Gujarat

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી 27 હજારની રોકડવાળું બેગ પરત મળ્યું

શહેરમાં તીર્થથી પરત આવેલા યુવાનની બેગ રિક્ષામાં ભુલાઈ જતાં કમાન્ડ કંટ્રોલે તેને શોધી રોકડ રૂા.27 હજાર સહિતની બેગ યુવાનને પરત અપાવી હતી. જામનગરના સ્મિત કિશોરભાઈ મેહતા જેઓ જામનગરથી કુલ 50 માણસો સાથે રાજસ્થાન વિગેરે જૈન મંદિરોના તીર્થ માટે ગયેલ હોય અને ત્યાથી પરત જામનગર આવ્યા ત્યારે 11:30 વાગ્યે બસમાંથી વિકાસ રોડ ઉતરી રીક્ષામાં બેસી કલ્યાનજી […]

Gujarat

દ્વારકાધીશજી મંદિર| 12 વિખુટા પડેલા યાત્રાળુઓને શોધી પરિવાર સાથે મિલન

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા સાથે બેટ દ્વારકામાં પણ દિવાળી પર્વ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડયા હતા. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે કાયદો-વ્યવસ્થાની જાળવણી કરાઇ હતી. જેમાં બેટ દ્વારકા પોલીસ મથકના પીઆઇ કે.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ દિવાળી પર્વને પગલે તમામ મહત્વના સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે સાથે દિવાળી પર્વને પગલે બહારથી […]

Gujarat

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં BAPSના કાર્યક્રમમાં લાખો લોકો ભેગા થશે; નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ હાજર રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતમાં આવવાના છે. આ વખતે તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપવાના છે. 7મી ડિસેમ્બરના રોજ બીએપીએસના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં લાખો લોકોની ભીડ ભેગી થવાની હોવાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ […]