Gujarat

તબિયત નાદુરસ્ત હોવાના કારણે તબીબે આરામ કરવાની સલાહ આપી

જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાની તબિયત નાદુરસ્ત હોવાથી શુભેચ્છકોને રૂબરૂ કે ફોન પર જવાબ આપી શકશે નહીં. જામસાહેબે પોતાના શુભેચ્છકોને અપીલ કરતા કહ્યું છે કે, તેઓની તબિયત સારી થતા તેઓ ફરી મળતા રહેશે. જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા પત્ર લખી શુભેચ્છકોને અપીલ કરવામાં આવી છે કે, હાલ તેઓની તબિયત નાદુરસ્ત હોય તબીબ દ્વારા તેઓને આરામ કરવાની સલાહ આપવામાં […]

Gujarat

નાના ચીલોડાથી દેશી દારૂ ભરેલી કારનો પીછો કરી ઝડપી પાડી; બે લોકોની ધરપકડ

દારૂનો પીછો કરી રહેલા SMCના પીએસઆઇનું અકસ્માતમાં મોત થવાની ઘટના બાદ બુટલેગરને સબક શીખવાડવા ફરી પોલીસ સક્રિય બની છે. એસએમસીએ બુટલેગરોનો જડમુળથી ખાતમો કરવાના દ્રઢ સંકલ્પ સાથે ફરીથી મેદાનમાં ઉતરી ગઇ છે. એસએમસીએ નાના ચીલોડા પાસેથી દેશી દારૂ ભરેલી ગાડી સાથે બે લોકોની ધરપકડ કરી છે. એસએમસીએ કારનો પીછો કરીને દારૂ ભરેલી ગાડીને ઝડપી લીધી […]

International

સાઉદી અરેબિયાના ઈતિહાસમાં પહેલીવાર ભારે હિમવર્ષા, જુઓ મનને ખુશ કરે એવો આહ્લાદક નજારો

અલ-જૌફમાં હિમવર્ષા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ-જૌફ વિસ્તારમાં ગયા બુધવારથી ભારે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. આ હિમવર્ષાને કારણે રણમાં સફેદ બરફની ચાદર છવાઈ ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રકારની હિમવર્ષા પહેલા ક્યારેય જોવા મળી નથી. આ હિમવર્ષા અને ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થયો છે. આ ઘટનાને લઈને […]

International

ટ્રમ્પે કહ્યું- ‘હું ભારતને સાચો મિત્ર માનું છું’, કમલાએ કહ્યું- નિરાશ નહીં થઈએ, લડતા રહીશું; 2 રાજ્યોમાં મતગણતરી ચાલુ

ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમને 50 રાજ્યોની 538માંથી 295 બેઠકો મળી છે, બહુમત માટે 270 બેઠકોની જરૂર છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ કાંટાની ટક્કર આપવા છતાં માત્ર 226 સીટો જીતી શકી હતી. અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પને બહુમતી મળી હોવા છતાં તમામ રાજ્યોનાં પરિણામો હજુ પણ સામે આવ્યાં નથી. એરિઝોના અને નેવાડામાં […]

Sports

રોહિત 26માં નંબરે પહોંચ્યો, ટોપ-10માં માત્ર બે બેટ્સમેન; જાડેજા ફરી ટોપ ઓલરાઉન્ડર

ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ભારતનો વિરાટ કોહલી ટોપ-20 અને રોહિત શર્મા ટોપ-25માંથી બહાર છે. બુધવારે જાહેર કરાયેલી તાજેતરની રેન્કિંગમાં રિષભ પંત અને શુભમન ગિલને ફાયદો થયો છે. જ્યારે બોલર રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિન પાંચમા સ્થાને પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમ રેન્કિંગમાં એક સ્થાનની છલાંગ લગાવીને 5માં નંબરે છે. ટીમે શ્રીલંકાને પાછળ ધકેલી દીધું. ઓસ્ટ્રેલિયા પ્રથમ […]

Gujarat

લાભ પાંચમના દિવસે બીલમોરામાં સોમનાથ મંદિરના પ્રાંગણમાં ઘેરૈયા સ્પર્ધા યોજાઈ, 9 સ્પર્ધકોએ ભાગ લીધો

નવસારી જિલ્લાના બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે દક્ષિણ ગુજરાતનું પારંપરિક નૃત્ય એવા ઘેરૈયા નૃત્યનો વારસો ટકાવવા માટે 29 વર્ષથી લાભપાંચમના દિવસે હરિફાઈ યોજવામા આવે છે. જેના ભાગરૂપે ઘેરૈયા સ્પર્ધા યોજાઇ હતી. ઘેરૈયાની લોકવાયકા ઘેરૈયા મંડળીઓ દૂર દૂર સુધી ઘેર લઇને જાય છે અને નવરાત્રિ દરમિયાન ઘેરૈયા નુત્યની રમઝટ બોલાવતા હોય છે. ઘેરૈયાની અનેક લોકવાયકા છે કે, […]

Gujarat

બિનવારસી મળેલા મોબાઈલમાં વૈમનસ્ય ઉભુ થાય તેવા મેસેજ-રેકોર્ડિંગ મળ્યા, મોબાઈલધારક વિરૂદ્ધ ફરિયાદ

વિસનગર તાલુકાના કમાણા ગામે હોર્ન મારવા બાબતે થયેલી બોલાચાલી બાદ બે પક્ષો વચ્ચે 4 નવેમ્બરના રોજ જૂથ અથડામણ થયું હતું. જેમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇ 29 વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જે બાદ પોલીસને બિનવારસી મોબાઈલમાં વૈમનસ્ય ઉભુ થાય તેવા મેસેજ અને રેકોર્ડિંગ મળી આવતાં આ અંગે પોલીસે મોબાઈલ ધારક વિરૂદ્ધ ગુનો દાખલ કરી […]

Gujarat

ભીમનાથ ગામ પાસે અમદાવાદ તરફ જતી ફોરવ્હીલર કારે ગુલાંટ મારતાં પુલ પરથી કાર નીચે ખાબકી હતી. જોકે કારમાં સવાર પતિ-પત્નીને સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે પતિ-પત્નીનો આબાદ બચાવ થયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગારિયાધારથી મનિષભાઇ કાકડીયા (ઉં.વ. 46) તેમજ તેમના પત્ની ભારતીબેન કાકડીયા (ઉં. વ. 45) જેઓ પોતાની ફોરવ્હીલર […]

Gujarat

ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા પુરષોતમ રૂપાલાનું સ્વાગત કરાયું

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાએ સાંજના સમયે માતાજીનાં દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ઊંઝા ઉમિયા માતાજી મંદિરે આજે કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા તેમજ મહેસાણા સાંસદ હરિભાઇ પટેલએ મા ઉમિયાના ચરણોમાં શીશ નમાવી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી […]

Gujarat

ન્યૂઝીલેન્ડમાં કૉફી પેઇન્ટિંગનું એક્ઝિબિશન યોજ્યું, અદ્ભુત પેઈન્ટિંગ જોઈ લોકો થયા મંત્રમુગ્ધ, એક પેઈન્ટિંગ બનાવવામાં 700થી 800 ગ્રામ કૉફી વપરાય છે

વડોદરાના કૉફી આર્ટિસ્ટ ઉદય કોરડેએ વિદેશની ધરતી પર પ્રથમ વખત કોફી પેઇન્ટિંગનું એક્ઝિબિશન આયોજન કર્યું. આ એક્ઝિબિશન ન્યૂઝીલેન્ડની રોટોરૂઆ શહેરની આર્ટ ગેલેરીમાં 3 દિવસ માટે યોજાયું હતું. આ એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડની હસ્તીઓ સહિતના 50 આર્ટવર્ક રજૂ કરવામાં આવ્યા હતા. ન્યૂઝીલેન્ડની રોટોરૂઆ શહેરની આર્ટ ગેલેરીમાં રોટોરૂઆના મેયર અને દુનિયામાં પહેલીવાર એવરેસ્ટ શિખર સર […]